android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chhota Udepur: આદિવાસી બાળકો હવે બનશે ટેક-સેવી, CM ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કર્યો AI તાલીમ કાર્યક્રમ
calendar_today January 31, 2026

Chhota Udepur: આદિવાસી બાળકો હવે બનશે ટેક-સેવી, CM ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કર્યો AI તાલીમ કાર્યક્રમ

ગુજરાત સરકારના વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા માટે છેવાડાના માનવી સુધી આધુનિક શિક્ષણ પહોંચાડવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. આ કડીમાં છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમુદાયના બાળકો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) તાલીમ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ અંગેનો એક પ્રેરણાદાયી વીડિયો શેર કરી વિગતો આપી હતી.આદિવાસી સમુદાય માટે વિશિષ્ટ પહેલરાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ વિશિષ્ટ પહેલનો મુખ્ય હેતુ આદિવાસી વિસ્તારોના વિદ્યાર્થીઓને વૈશ્વિક કક્ષાની ટેકનોલોજીથી માહિતગાર કરવાનો છે. સામાન્ય રીતે જે ટેકનોલોજી મોટા શહેરોની ખાનગી શાળાઓ સુધી મર્યાદિત ગણાતી હતી, તે હવે છોટાઉદેપુરના ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારના બાળકોના આંગણે પહોંચી છે.કૌશલ્ય વિકાસ પર ભારઆ તાલીમ કાર્યક્રમ અંતર્ગત બાળકોને નીચે મુજબના પાસાઓ પર શિક્ષણ આપવામાં આવશે.આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે અને તે કેવી રીતે કામ કરે છે.ડેટા સાયન્સ, કોડિંગ અને મશીન લર્નિંગ જેવા વિષયોમાં રસ જગાડવો.ભવિષ્યમાં આઈટી (IT) ક્ષેત્રે ઉભી થનારી તકો માટે અત્યારથી જ પાયો મજબૂત કરવો.મુખ્યમંત્રીનો સંદેશમુખ્યમંત્રીએ વીડિયો શેર કરતા જણાવ્યું હતું કે, આદિવાસી બાળકોમાં અદ્ભુત ક્ષમતા હોય છે, માત્ર તેમને સાચું પ્લેટફોર્મ અને માર્ગદર્શનની જરૂર હોય છે. AI તાલીમ થકી આ બાળકોની કુશળતામાં વધારો થશે અને તેઓ ડિજિટલ યુગમાં કદમથી કદમ મિલાવી શકશે.આ પણ વાંચો: Chhota Udepur: ખાણ ખનિજ વિભાગની મોટી કાર્યવાહી, નકલી ચલણથી ડોલોમાઇટની હેરાફેરી કરતા બે ટ્રક ઝડપાયા

Read Full Story arrow_forward
Ahmedabad : શ્રી નિત્યાનંદ ત્રિયોદશી મહોત્સવની હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે થઈ ભવ્ય ઉજવણી, જુઓ Photos
calendar_today January 31, 2026

Ahmedabad : શ્રી નિત્યાનંદ ત્રિયોદશી મહોત્સવની હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે થઈ ભવ્ય ઉજવણી, જુઓ Photos

શ્રી નિત્યાનંદ ત્રિયોદશી ભગવાન શ્રી નિત્યાનંદના અવતરણના શુભપ્રંસગ નિમિતે ઉજવવામાં આવે છે. જગતમાં હરિનામ સંકિર્તનનો (જે કલયુગનો યુગધર્મ છે) પ્રસાર કરવા માટે સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણ પશ્ચિમ બંગાળના નવદ્વિપ ગામમાં ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ સ્વરૂપે પ્રગ્ટયા (અવતરણ લીધો) હતા.

Read Full Story arrow_forward
Agra Road Accident : કન્ટેનર અને રિક્ષા વચ્ચે ભયાનક રોડ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે જ મોત
calendar_today January 31, 2026

Agra Road Accident : કન્ટેનર અને રિક્ષા વચ્ચે ભયાનક રોડ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે જ મોત

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં શનિવારે એક ભયાનક રોડ અકસ્માત થયો છે. ખંડૌલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના નાગલા ચંદન જલેસર રોડ પર એક ફૂલ સ્પીડમાં આવી રહેલા અનિયંત્રિત કન્ટેનરે મુસાફરોને લઈ જતી બે ઓટો-રિક્ષાઓ સાથે અથડાઈ ગઈ છે. આ ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે અડધા ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.ઓટો-રિક્ષામાં સવાર મુસાફરો જગન્નાથ પુરીના દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા આ ઘટનાને કારણે ઘટનાસ્થળે ભારે ગભરાટ ફેલાઈ ગયો, સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા. મળતી માહિતી મુજબ બે ઓટો-રિક્ષામાં સવાર મુસાફરો જગન્નાથ પુરીના દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે અચાનક જ એક કન્ટેનર તેમની સાથે અથડાઈ ગયું. ટક્કર એટલી ગંભીર હતી કે ઓટો-રિક્ષાના ટુકડા થઈ ગયા અને મોટો હોબાળો મચી ગયો. આ અકસ્માત બાદ સ્થાનિક લોકોનું મોટું ટોળું ઘટનાસ્થળે એકઠું થઈ ગયું હતું. ગુસ્સે ભરાયેલા ટોળાએ કન્ટેનર ડ્રાઈવરને પકડી લીધો હતો અને તેને માર માર્યો. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને પરિસ્થિતિને કાબુમાં લીધી. આ ઉપરાંત, એડિશનલ કમિશનર, એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અને એસીપી, એસડીએમ અને ધારાસભ્ય અને અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું. વધુમાં, પોલીસ અને વહીવટીતંત્રે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યાં તેમની હાલત ગંભીર છે. કન્ટેનરને જપ્ત કરવામાં આવ્યું પંચનામા પૂર્ણ કર્યા પછી પાંચેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કન્ટેનરની વધુ પડતી ગતિ અકસ્માતનું મુખ્ય કારણ હતી. એડિશનલ કમિશનરે જણાવ્યું હતું કે અકસ્માત અત્યંત દુ:ખદ છે. ઘાયલોને શ્રેષ્ઠ શક્ય સારવાર પૂરી પાડવાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. કન્ટેનર જપ્ત કરવામાં આવ્યું છે અને વિગતવાર તપાસ ચાલી રહી છે. ઘટના બાદથી મૃતકોના પરિવારજનો દુ:ખી છે.આ પણ વાંચો : Indian Coast Guard 50th Anniversary: 1 ફેબ્રુઆરીએ ભારતીય કોસ્ટ ગાર્ડનો 50મો સ્થાપના દિવસ

Read Full Story arrow_forward