android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Deesa: હાઈવે પર લોહિયાળ ખેલ, શિહોરીના ભુવાજી પર 15 શખ્સોનો જીવલેણ હુમલો
calendar_today January 31, 2026

Deesa: હાઈવે પર લોહિયાળ ખેલ, શિહોરીના ભુવાજી પર 15 શખ્સોનો જીવલેણ હુમલો

બનાસકાંઠાના ડીસા શહેરમાંથી રવિવારે હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. શિહોરીના જાણીતા ભુવાજી દેવાભાઈ અમરતભાઈ રબારી પર અંગત અદાવતમાં 10 થી 15 લોકોના ટોળાએ ઘાતક હથિયારો વડે હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ હુમલામાં ભુવાજીને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ભુવાજી પર અંગત અદાવતમાં હુમલોપ્રાપ્ત માહિતી અનુસાર, શિહોરીના દેવાભાઈ રબારી કોઈ કામ અર્થે ડીસા હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પૂર્વ આયોજિત કાવતરું ઘડીને ત્રણ ગાડીઓમાં સવાર થઈને આવેલા અજાણ્યા શખ્સોએ તેમને આંતર્યા હતા. ગાડીઓમાંથી ઉતરેલા 10 થી 15 લોકોના ટોળાએ કાંઈ પણ વિચાર્યા વગર દેવાભાઈ પર પાઈપો અને લાકડીના ધોકા વડે તૂટી પડ્યા હતા.હુમલાનું કારણ અને ઈજાઓપ્રાથમિક તપાસમાં આ હુમલો અંગત અદાવતના કારણે થયો હોવાનું બહાર આવ્યું છે. હુમલાખોરોએ એટલી ક્રૂરતા પૂર્વક માર માર્યો હતો કે દેવાભાઈ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ઢળી પડ્યા હતા. હુમલો કર્યા બાદ તમામ શખ્સો પોતાની ગાડીઓ લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.સ્થાનિક લોકો અને રાહદારીઓ એકઠા થઈ જતાં ઇજાગ્રસ્ત ભુવાજીને તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર હોવાનું જણાતા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો: Aravalli News: માલપુર-મેઘરજ પંથકમાં કમોસમી માવઠું, 80 હજાર હેક્ટરના રવિ પાક પર સંકટ

Read Full Story arrow_forward
Gandhinagar : ગુજરાતમાં 2025માં 7889 લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા, એક વર્ષમાં અકસ્માતના ભોગ બનેલાની સંખ્યા 2 ટકા વધી
calendar_today January 31, 2026

Gandhinagar : ગુજરાતમાં 2025માં 7889 લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા, એક વર્ષમાં અકસ્માતના ભોગ બનેલાની સંખ્યા 2 ટકા વધી

રાજ્યમાં અકસ્માતની સંખ્યા ઘટાડવા પ્રયાસ થઈ રહ્યો છે. રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રોડ સેફ્ટી ઓથોરીટી દ્વારા માર્ગ સલામતી માટે માસની ઉજવણી કરવામાં આવી. અકસ્માતની સંખ્યાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.વર્ષ 2024 કરતા 2025માં અકસ્માતોની સંખ્યા વધી માર્ગ સલામતી માસની ઉજવણી જાન્યુઆરી માસ માં ગુજરાત સહિત દેશભરમાં થાય છે. ગુજરાતમાં માર્ગ સલામતી માટે ખાસ અભિયાન શાળા કોલેજ સહિત અને જાહેર સ્થળો પર અભિયાન હેઠળ લોકોને જાગૃત કરાયા. પરંતુ અકસ્માતોના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ગુજરાતમાં વર્ષ 2024 કરતા 2025માં અકસ્માતોની સંખ્યા વધી છે જ્યારે ભારતભરમાં પણ અકસ્માતમાં લાખો લોકો જીવ ગુમાવે છે. ગુજરાતમાં 2025માં 7889 લોકોએ જીવ ગુમાવ્યા ભારતમાં 2025માં અકસ્માતમાં 1.80 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે ગુજરાતમાં 2025માં અકસ્માતમાં 7889 લોકોએ જીવ ગુમાવ્યા, વર્ષ 2024માં આ સંખ્યા 7717 હતી. એક વર્ષમાં ગુજરાતમાં માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોની સંખ્યા 2 ટકા વધી છે.460 બ્લેક સ્પોટ આઈડેન્ટિફાય થયા રાજ્યભરમાં રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા અકસ્માત ઝોન સંશોધન કરી રહ્યા છે. રાજ્યમાં આવા અકસ્માતો થતા હોય તેવા 460 બ્લેક સ્પોટ આઈડેન્ટિફાય થયા છે.જેમાં થી 127 નાબૂદ કરવામાં આવ્યા છે. રોડ સેફ્ટી ઓથોરિટી આવા અકસ્માત ઝોન શોધવા માટે ખાસ ડ્રાઈવ તથા અકસ્માતો નું એનાલિસીસ કરી માર્ગ અને મકાન વિભાગ તથા આરટીઓ સાથે સંકલન કરી સ્પોટ નાબૂદ કરે છે. છેલ્લા 3 વર્ષ માં એક જ સ્થળે 5 કરતા વધુ જીવલેણ અકસ્માત થાય તો તેને બ્લેક સ્પોટ માનવામાં આવે છે. સાથે જ રોડ એન્જિનિયરિંગને પણ પ્રાધાન્ય અપાય છે. હાલ રાજ્યમાં 25 હાઈરીસ્ક કોરીડોર  હાલ રાજ્યમાં 25 હાઈરીસ્ક કોરીડોર છે જ્યાં અકસ્માત સંભવ છે. આવા સ્પોટ ઘટાડવા ખાસ સંકલન સરકાર અને વિવિધ વિભાગો સાથે કરવામાં આવે છે. હાઈબીમ બાબતે તથા શહેરી વિસ્તારમાં બસ માં બ્રેથ એનાલાઈઝર થી ચકાસણી જેવા સૂચન પબ્લિક પાસેથી પણ મળે છે. હાઈરિસ્ક કોરીડોર હાઈરિસ્ક કોરીડોરમાં શામળાજી થી મોટા ચિલોડા, મોટા ચિલોડા થી નાના ચીલોડા , અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે , સામખિયાળી, મુંદ્રા તથા રાજકોટ સહિત 25 હાઈરિસ્ક સ્પોટ આઈડેન્ટિફાય થયા છે વધતા અકસ્માતો ચિંતાનો વિષય રોડ સેફ્ટી ઓથોરિટી માર્ગ અકસ્માત ઘટાડવા પ્રયાસ કરી રહી છે ત્યારે વધતા અકસ્માતો ચિંતાનો વિષય બન્યો છે. આગામી દિવસો માં રોડ સેફ્ટી ઓથોરિટી ના પ્રયત્નો કેટલા સફળ થાય છે તે જોવું રહ્યું. આ પણ વાંચો----    Banaskantha : પાલનપુર નજીકના ગામમાં યુવકમાં હડકવાના લક્ષણો દેખાતા મચ્યો હડકંપ, યુવકને દોરડાથી બાંધી હોસ્પિટલ ખસેડાયો

Read Full Story arrow_forward
Rajkot: ઉપલેટામાં લોહીના સંબંધો લજવાયા, નરાધમ પિતાએ 4 વર્ષ સુધી સગી પુત્રી પર ગુજાર્યું દુષ્કર્મ
calendar_today January 31, 2026

Rajkot: ઉપલેટામાં લોહીના સંબંધો લજવાયા, નરાધમ પિતાએ 4 વર્ષ સુધી સગી પુત્રી પર ગુજાર્યું દુષ્કર્મ

ઉપલેટા શહેરમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધને લજવતી ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે રોષ અને ફિટકારની લાગણી જન્માવી છે. એક 19 વર્ષીય યુવતીએ પોતાના જ નરાધમ પિતા સામે હિંમત બતાવી પોલીસ ફરિયાદ નોંધાવતા આ પાશવી કૃત્યનો પર્દાફાશ થયો છે.માતા પથારીવશ અને પિતા બન્યો હેવાનમળતી માહિતી મુજબ, આરોપી પિતા શહેરમાં ઇલેક્ટ્રિકની દુકાન ચલાવે છે. ઘરની પરિસ્થિતિ કપરી હતી કારણ કે પીડિતાની માતા લાંબા સમયથી બીમારીને કારણે પથારીવશ હતી. માતાની સેવા કરવાની અને પુત્રીનું રક્ષણ કરવાની જવાબદારી જે પિતાના શિરે હતી, તે પિતાએ જ વિકૃતિની તમામ હદો વટાવી દીધી હતી. પોતાની વાસના સંતોષવા માટે તેણે 15 વર્ષની વયથી જ દીકરીને હવસનો શિકાર બનાવવાનું શરૂ કર્યું હતું.ઢોર માર અને ધમકીના જોરે અત્યાચારઆરોપી પિતા પોતે વિકલાંગ હોવા છતાં તેની હેવાનિયતમાં કોઈ કમી નહોતી. તે પુત્રીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો અને જો પુત્રી વિરોધ કરે તો તેને ઢોર માર મારતો હતો. પિતાના ડર અને સમાજમાં બદનામી થવાની બીકે આ માસૂમ દીકરી છેલ્લા ચાર વર્ષથી આ અત્યાચાર મૂંગા મોઢે સહન કરતી રહી. પરંતુ, પિતાની હેવાનિયત વધતા અંતે પીડિતાએ મૌન તોડવાનો નિર્ણય કર્યો હતો.પોલીસ કાર્યવાહી અને સમાજમાં રોષપીડિતાએ હિંમત ભેગી કરી પોલીસનું શરણું લીધું અને આપવીતી જણાવી. ઉપલેટા પોલીસે આ મામલે ગંભીરતા દાખવી નરાધમ પિતા સામે બળાત્કાર અને પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસે આરોપી પિતાને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.આ ઘટનાએ સમાજમાં એવો ગંભીર પ્રશ્ન ઊભો કર્યો છે કે જો દીકરી પોતાના ઘરમાં જ સુરક્ષિત નથી, તો ક્યાં સુરક્ષિત છે? લોકો આ નરાધમ પિતાને કડકમા કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. આ પણ વાંચો: Dwarka: પ્રવાસન ક્ષેત્રે મોટું પગલું, ટ્રાફિક મુક્તિ માટે 4.50 કિમી લાંબો આધુનિક ફોર-લેન બાયપાસ રોડ બનશે

Read Full Story arrow_forward