android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Morbi: દ્વારકા બાદ હવે નવલખીના દરિયામાં પણ ડોલ્ફિન નજરે પડી
calendar_today January 31, 2026

Morbi: દ્વારકા બાદ હવે નવલખીના દરિયામાં પણ ડોલ્ફિન નજરે પડી

ગુજરાતનો સમુદ્ર કિનારો દરિયાઈ જીવસૃષ્ટિ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. દેવભૂમિ દ્વારકાના દરિયા બાદ હવે મોરબીના નવલખી દરિયામાં પણ ડોલ્ફિન માછલીઓ જોવા મળી છે. દરિયાની વચ્ચે લટાર મારતી ડોલ્ફિનનો અદભૂત નજારો જોવા મળતા પ્રકૃતિ પ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ છે.નવલખી દરિયામાં ડોલ્ફિન માછલી જોવા મળીનવલખીના દરિયામાં માછીમારી કરવા ગયેલા અને બોટમાં સવાર માછીમારોને અચાનક પાણીમાં ઉછળકૂદ કરતી ડોલ્ફિન નજરે પડી હતી. એક જાગૃત માછીમારે આ સુંદર દ્રશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે ડોલ્ફિન પાણીની સપાટી પર ડૂબકીઓ લગાવી રહી છે, જે જોવી એક લ્હાવો છે.દરિયાઈ જીવસૃષ્ટિમાં વધારોમોરબી જિલ્લાના નવલખી દરિયાઈ પટ્ટીમાં ડોલ્ફિન જોવા મળવી એ પર્યાવરણ અને દરિયાઈ જીવસૃષ્ટિ માટે ખૂબ જ સકારાત્મક સંકેત માનવામાં આવે છે. સામાન્ય રીતે ડોલ્ફિન શુદ્ધ અને અનુકૂળ વાતાવરણ હોય ત્યાં જ જોવા મળતી હોય છે. દ્વારકા પછી હવે નવલખીમાં પણ ડોલ્ફિનના દર્શન થતા અહીંની દરિયાઈ જીવસૃષ્ટિ સમૃદ્ધ હોવાનું સાબિત થઈ રહ્યું છે.કુતૂહલ અને ઉત્સાહસોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા જ લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે. લોકો આ દ્રશ્યો જોઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. મોરબીના દરિયામાં ડોલ્ફિનની હાજરીથી આગામી સમયમાં પ્રવાસન અને દરિયાઈ સંશોધકો માટે પણ નવા દ્વાર ખુલી શકે છે.આ પણ વાંચો: Rajkot: ઉપલેટામાં લોહીના સંબંધો લજવાયા, નરાધમ પિતાએ 4 વર્ષ સુધી સગી પુત્રી પર ગુજાર્યું દુષ્કર્મ

Read Full Story arrow_forward
Surat: નવજાત બાળકીને વેચવાનું કૌભાંડ, ઔરંગાબાદથી અપહરણ કરીને વેચવાની ફિરાકમાં રહેલી 2 મહિલા ઝડપાઇ
calendar_today January 31, 2026

Surat: નવજાત બાળકીને વેચવાનું કૌભાંડ, ઔરંગાબાદથી અપહરણ કરીને વેચવાની ફિરાકમાં રહેલી 2 મહિલા ઝડપાઇ

સુરત ક્રાઇમ બ્રાન્ચે નવજાત બાળકીની તસ્કરીના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસની વિગતો મુજબ, મહારાષ્ટ્રથી અપહરણ કરેલ આઠ દિવસની નવજાત બાળકી સુરતમાં વેચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે બે મહિલા અંજલિ મિશ્રા અને લક્ષ્મી સોનવાણેની ધરપકડ કરવામાં આવી છે.બાળકીનું મહારાષ્ટ્રના ઔરંગાબાદમાંથી અપહરણ કર્યું તપાસમાં સામે આવ્યું છે કે, બંને મહિલાઓ પહેલા આડોશ-પડોશમાં રહેતી હતી અને તેઓએ બાળકીનું મહારાષ્ટ્રના ઔરંગાબાદમાંથી અપહરણ કર્યું હતું  બંને બાળકીને સુરતમાં લાવી વેચવાની ફિરાકમાં હતી  બંને બાળકીને સુરતમાં લાવી વેચવાની ફિરાકમાં હતી. આરોપીઓએ પોતાના મોબાઈલ દ્વારા બાળકીને વેચવા બે-ત્રણ લોકોનો સંપર્ક કર્યો અને બાળકીના ફોટા મોકલ્યા. તેઓ પોતાની ઓળખ છુપાવવા માટે પહેલા પોતાનું બાળક હોવાનો દાવો પણ કરતા હતા. બાળકીના જન્મનો કોઈ પુરાવો પણ તેઓ રજૂ કરી શક્યા નહી બાળકીના જન્મનો કોઈ પુરાવો પણ તેઓ રજૂ કરી શક્યા નહોતાં. ઊંડાણપૂર્વકની પૂછપરછમાં મહિલાઓએ બાળતસ્કરી કરવાની કબૂલાત આપી છે. હાલ બાળકીને સલામત રાખવા માટે CWC સેન્ટરમાં ખસેડવામાં આવી છે. સોદો શરૂ થતાં પહેલા જ મહિલાઓની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું કે, સોદો શરૂ થતાં પહેલા જ મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી, જેનાથી મોટું કૌભાંડ અટકાવી શકાયું હતું. પોલીસે તમામ પાસાંની તપાસ ચાલુ રાખી છે અને તપાસના અંતે અન્ય સંડોવાયેલા લોકોની પણ ઓળખ કરવામાં આવશે.આ પણ વાંચો-----    Banaskantha : પાલનપુર નજીકના ગામમાં યુવકમાં હડકવાના લક્ષણો દેખાતા મચ્યો હડકંપ, યુવકને દોરડાથી બાંધી હોસ્પિટલ ખસેડાયો

Read Full Story arrow_forward
Rajkot News: એમ્બરગ્રીસ સાથે બે આરોપી ઝડપાયા
calendar_today January 31, 2026

Rajkot News: એમ્બરગ્રીસ સાથે બે આરોપી ઝડપાયા

રાજકોટમાં એમ્બરગ્રીસ સાથે બે આરોપી ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ એમ્બરગ્રીસ રાજકોટથી વિદેશ મોકલવાનો પ્લાન સાથે આરોપીઓ જૂનાગઢથી અમદાવાદ આવ્યા હતા. જોકે, પ્લાન પાર પાડે તે પહેલા જ તેઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે આરોપીઓની ધરપકડ કરીને આ એમ્બરગ્રીસ ક્યાંથી લાવ્યા અને કોને વેચવાના હતા, તે અંગે તપાસ હાથ ધરી છે.ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, જૂનાગઢથી બે ઈસમો એમ્બરગ્રીસના જથ્થા સાથે રાજકોટ આવ્યા હતા. આ એમ્બરગ્રીસનો જથ્થો તેઓ વિદેશ મોકલવાની ફિરાકમાં હતા. આ અંગે પોલીસને ચોક્કસ બાતમી મળતા તેઓએ આ બંને ઇસમોને ઝડપી લીધા હતા. આ એમ્બરગ્રીસના જથ્થાની કિંમત 97 લાખ રૂપિયા થાય છે. જેને પોલીસે જપ્ત કર્યો છે. પોલીસે બે શખ્સોની કરી ધરપકડ માલવીયાનગર પોલીસ દ્વારા ગોંડલ રોડ ખોડિયાર હોટલ પાસેથી એમ્બરગ્રીસ સાથે બે શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. કાળું નાગજી ક્યાડા અને પ્રફુલ શૈલેષ ટોળીયા પાસેથી પોલીસને એમ્બરગ્રીસનો મોટો જથ્થો મળી આવતા જેલના હવાલે કર્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી બે મોબાઈલ સહિત 97.25 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. ઉલ્લેખનીય છે કે, વ્હેલ માછલીની ઉલટીને એમ્બરગ્રીસ કહેવામાં આવે છે. જેનો ઉપયોગ મોંઘા પરફ્યુમ, દવા અને શેમ્પુ બનાવવા માટે ઉપયોગ થાય છે. જે કારણે એમ્બરગ્રીસનું આંતરરાષ્ટ્રીય બજારમાં લાખો રૂપિયા ભાવે વેચાણ થાય છે. આ પણ વાંચો - Rajkot: ઉપલેટામાં લોહીના સંબંધો લજવાયા, નરાધમ પિતાએ 4 વર્ષ સુધી સગી પુત્રી પર ગુજાર્યું દુષ્કર્મ

Read Full Story arrow_forward