android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha : વડગામના પસવાદળ ગામે પૌરાણિક વિરપાનાથ દાદાના મંદિરે ચોરી, ચાંદીના મુઘટ, ચાંદીનું છત્ર સહિતની ચોરી કરી તસ્કરો ફરાર
calendar_today January 31, 2026

Banaskantha : વડગામના પસવાદળ ગામે પૌરાણિક વિરપાનાથ દાદાના મંદિરે ચોરી, ચાંદીના મુઘટ, ચાંદીનું છત્ર સહિતની ચોરી કરી તસ્કરો ફરાર

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના પસવાદળ ગામે આવેલા પૌરાણિક વિરપાનાથ દાદાના મંદિરમાં તસ્કરો ત્રાટકતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.ચાંદીના મુગટ, ચાંદીનું છત્ર, હારમાળા સહિત દાનપેટી તોડી રાત્રીના સમયે અજાણ્યા તસ્કરોએ મંદિરમાં પ્રવેશ કરી ચાંદીના મુગટ, ચાંદીનું છત્ર, હારમાળા સહિત દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. તસ્કરોના સીસીટીવી દ્રશ્યો કેમેરામાં કેદ મંદિરમાં થયેલી ચોરી દરમિયાન તસ્કરોના સીસીટીવી દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. સીસીટીવીમાં ચાર તસ્કરો કેદ થયેલા છે. જેના આધારે તપાસને ગતિ આપવામાં આવી છે. ચોરીની ઘટના જાણતા જ ગ્રામજનોએ છાપી પોલીસ મથકે જાણ કરી હતી. છાપી પોલીસે તપાસ શરુ કરી જાણ મળતાં જ છાપી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મંદિરની તપાસ કરી ચોરી અંગે પુરાવા એકત્ર કર્યા છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો----     Banaskantha : પાલનપુર નજીકના ગામમાં યુવકમાં હડકવાના લક્ષણો દેખાતા મચ્યો હડકંપ, યુવકને દોરડાથી બાંધી હોસ્પિટલ ખસેડાયો

Read Full Story arrow_forward
Vadodara : નાર્કોટિક્સ કેસમાં મોટો ખુલાસો, SMCએ SOGના ASI લક્ષ્મી દેસાઇની ધરપકડ કરી
calendar_today January 31, 2026

Vadodara : નાર્કોટિક્સ કેસમાં મોટો ખુલાસો, SMCએ SOGના ASI લક્ષ્મી દેસાઇની ધરપકડ કરી

વડોદરા શહેરમાં નાર્કોટિક્સ કેસને લઈને મોટો ખુલાસો થયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા SOGના ASI લક્ષ્મીકાંત દેસાઈની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કર્મચારી લક્ષ્મીકાંત અગાઉ ડીસીબીમાં ફરજ બજાવતો હતો તે દરમિયાન ગેરકાયદેસર અસામાજીક પ્રવૃત્તીઓનો વહિવટ કરતા હોવાના મળેલા પુરાવાના આધારે તેનો પૂર્વ કચ્છ ગાંધીધામ ખાતે ડીઓ પણ થયેલો હતો પોલીસ વિભાગમાં ખળભળાટ નાર્કોટિક્સ સામે કાર્યવાહી કરનાર વિભાગના જ અધિકારીની સંડોવણી બહાર આવતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. 15 દિવસ અગાઉ SMCએ માદક પદાર્થોની બાતમીના આધારે રેડ કરી હતી માહિતી અનુસાર, આશરે 15 દિવસ અગાઉ SMCએ માદક પદાર્થોની બાતમીના આધારે રેડ કરી હતી. રેડ બાદ કરવામાં આવેલી તપાસ દરમિયાન SOGના ASI લક્ષ્મી દેસાઈની નાર્કોટિક્સ કેસમાં સંડોવણી સામે આવી હતી, જેના આધારે તેમને ઝડપી લેવામાં આવ્યા છે. સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો ઉલ્લેખનીય છે કે રાજ્યના ગૃહમંત્રી દ્વારા ડ્રગ્સના દુષણને દૂર કરવા માટે કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે નાર્કોટિક્સ સામે કામગીરી કરનાર SOG વિભાગના અધિકારીની ધરપકડ થવાથી સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. ASIની વધુ પૂછપરછ હાલ SMC દ્વારા આરોપી ASIની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને નાર્કોટિક્સ નેટવર્ક અંગે વધુ ખુલાસાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.વડોદરા રેલવે સ્ટેશન પરથી હેરાઇન પકડાયું હતું એસએમસી દ્વારા મળેલી માહિતી મુજબ સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા નાર્કોટીક્સનો ગુનો નોંધાયો હતો જેમાં વડોદરા રેલવે સ્ટેશન પરથી 239 ગ્રામ 940 મિલીગ્રામ હેરોઇન (કિંમત 4798900 રુપિયા) તથા અન્ય સાધનો મળીને 4807090 રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ ગુનામાં આરોપી અમરીકસિંઘ ઉર્ફે સોનુ સરવણસિંઘ દિલીપસિંઘ મલ્હી ( છાણી જકાતનાકા)ને ઝડપી લેવાયો હતો જ્યારે હેરોઇનનો જત્થો સપ્લાય કરનારા આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો લક્ષ્મીકાંતની અમરીકસિંઘ સાથે સીધી ગુનાહીત સંડોવણી જણાઇ દરમિયાન એસએમસીની તપાસમાં શહેર એસઓજી બ્રાન્ચમાં ફરજ બજાવતા એએસઆઇ લક્ષ્મીકાંત ભીખુભાઇ દેસાઇ (રહે, સનમિલન સોસા.સુભાનપુરા)ની હેરોઇન સાથે ઝડપાયેલા આરોપી અમરીકસિંઘ સાથે સીધી ગુનાહીત સંડોવણી જણાઇ આવી હતી, જેથી તેની આજે ધરપકડ કરાઇ હતી. એએસઆઇ લક્ષ્મીકાંતની રિમાન્ડ મેળવવાની કાર્યવાહીપોલીસે જણાવ્યું કે એએસઆઇ લક્ષ્મીકાંતની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરાઇ છે અને તેની તપાસ એસએમસીના પીએસઆઇ ડી.એ.તુવર દ્વારા ચલાવાઇ રહી છે. તપાસમાં અન્ય કોઇની સંડોવણી હશે તે તેની સામે પણ કાર્યવાહી કરાશે.તેનો પૂર્વ કચ્છ ગાંધીધામ ખાતે ડીઓ પણ થયેલો પોલીસ કર્મચારી લક્ષ્મીકાંત અગાઉ ડીસીબીમાં ફરજ બજાવતો હતો તે દરમિયાન ગેરકાયદેસર અસામાજીક પ્રવૃત્તીઓનો વહિવટ કરતા હોવાના મળેલા પુરાવાના આધારે તેનો પૂર્વ કચ્છ ગાંધીધામ ખાતે ડીઓ પણ થયેલો હતો આ પણ વાંચો----   Banaskantha : પાલનપુર નજીકના ગામમાં યુવકમાં હડકવાના લક્ષણો દેખાતા મચ્યો હડકંપ, યુવકને દોરડાથી બાંધી હોસ્પિટલ ખસેડાયો

Read Full Story arrow_forward
રૂફટોપ સોલારમાં ગુજરાત મોખરે, 11 લાખથી વધુ ઇન્સ્ટોલેશન, દેશની નવીનીકરણીય ઊર્જામાં 16.50% યોગદાન
calendar_today January 31, 2026

રૂફટોપ સોલારમાં ગુજરાત મોખરે, 11 લાખથી વધુ ઇન્સ્ટોલેશન, દેશની નવીનીકરણીય ઊર્જામાં 16.50% યોગદાન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે નવીનીકરણીય ઊર્જામાં નવા માપદંડો સ્થાપિત કર્યા છે, જે આ રાષ્ટ્રીય લક્ષ્યમાં નોંધપાત્ર યોગદાન આપે છે. ડિસેમ્બર 2025 સુધીના આંકડા દર્શાવે છે કે, દેશમાં નવીનીકરણીય ઊર્જા ક્ષમતામાં ગુજરાતનું યોગદાન સૌથી વધુ છે. રાજ્યની કુલ નવીનીકરણીય ઊર્જા ક્ષમતા 42.583 ગીગાવૉટ સુધી પહોંચી છે, જે ભારતની કુલ ક્ષમતામાં 16.50% ફાળો દર્શાવે છે. ગુજરાત કુલ સ્થાપિત નવીનીકરણીય ઊર્જા ક્ષમતામાં (42.583 ગીગાવૉટ) રાજ્ય પ્રથમ ક્રમે તથા સ્થાપિત પવન ઊર્જા ક્ષમતામાં (14,820.94 મેગાવૉટ) રાજ્ય પ્રથમ ક્રમે અને સૌર ઊર્જા ક્ષમતામાં (25,529.40 મેગાવૉટ) બીજા ક્રમે છે. સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશનમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે જેમાં 11 લાખ સોલાર રૂફટોપ સિસ્ટમોના માધ્યમથી 6,412.80 મેગાવૉટ ઊર્જા ઉત્પાદન થઇ રહ્યું છે.

Read Full Story arrow_forward