android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : સોલા વિસ્તારમાં નજીવી બાબતે હત્યા, અકસ્માત બાદ ગાડીનો કાચ તોડી મૃતકને જીવેલણ માર માર્યો હતો, 2 આરોપી ઝડપાયા
calendar_today January 31, 2026

Ahmedabad : સોલા વિસ્તારમાં નજીવી બાબતે હત્યા, અકસ્માત બાદ ગાડીનો કાચ તોડી મૃતકને જીવેલણ માર માર્યો હતો, 2 આરોપી ઝડપાયા

અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો ચકચારજનક બનાવ સામે આવ્યો છે. ગત તારીખ 29 જાન્યુઆરીની રાત્રિના સમયે પ્રસંગ પાર્ટી પ્લોટ સામે આ ઘટના બની હતી. નજીવી બાબતમાંથી શરૂ થયેલી માથાકૂટ અંતે અલ્પેશ મહેતાની હત્યામાં પરિણમી હતી.ફરિયાદીની ગાડી આરોપીઓની ગાડી સાથે અથડાતા બંને વચ્ચે બોલાચાલી પ્રાપ્ત વિગતો મુજબ, ફરિયાદીની ગાડી આરોપીઓની ગાડી સાથે અથડાતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને ફરિયાદી પર ગંભીર રીતે હુમલો કર્યો. આરોપીઓએ ગાડીનો કાચ તોડી મૃતક સાથે મારામારી કરી હતી. મારામારી દરમિયાન મૃતકના મોઢા અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.  સારવાર દરમિયાન ફરિયાદીનું મોત ઘટના બાદ આરોપી અને ફરિયાદીને સોલા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. જોકે ફરિયાદીની તબિયત બગડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું. અમિત વાઘેલા અને કેવલ વાઘેલા માત્ર 20 વર્ષની ઉંમરના છે હત્યાના મામલે સોલા પોલીસે આરોપીઓની રિકન્સ્ટ્રક્શન કાર્યવાહી હાથ ધરી છે. હાલ સીસીટીવી ફૂટેજ મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપી અમિત વાઘેલા અને કેવલ વાઘેલા માત્ર 20 વર્ષની ઉંમરના છે અને AMCના CNCD વિભાગમાં કોન્ટ્રાક્ટ આધારિત કામ કરતા હતા. અલ્પેશ મહેતા હાઉસિંગ બોર્ડના નિવૃત કર્મચારી મૃતક અલ્પેશ મહેતા હાઉસિંગ બોર્ડના નિવૃત કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાને લઈ સોલા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.આ પણ વાંચો----    Banaskantha : પાલનપુર નજીકના ગામમાં યુવકમાં હડકવાના લક્ષણો દેખાતા મચ્યો હડકંપ, યુવકને દોરડાથી બાંધી હોસ્પિટલ ખસેડાયો

Read Full Story arrow_forward
Gandhinagar News : ક્ષત્રિય સમાજની મોટી જીત, 'પદ્માવત' આંદોલન સમયે થયેલા પોલીસ કેસો સરકારે પરત ખેંચ્યા!
calendar_today January 31, 2026

Gandhinagar News : ક્ષત્રિય સમાજની મોટી જીત, 'પદ્માવત' આંદોલન સમયે થયેલા પોલીસ કેસો સરકારે પરત ખેંચ્યા!

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના કેસો પરત ખેંચાયા બાદ હવે ક્ષત્રિય સમાજ માટે પણ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. વર્ષ 2017માં રિલીઝ થયેલી 'પદ્માવત' ફિલ્મમાં ક્ષત્રિય સંસ્કૃતિના કથિત ખોટા ચિત્રણના વિરોધમાં રાજ્યભરમાં ઉગ્ર આંદોલન થયું હતું. આ પ્રદર્શન દરમિયાન મહેસાણા અને વિજાપુર સહિતના વિસ્તારોમાં ક્ષત્રિય યુવાનો પર પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. સમાજ દ્વારા આ કેસો પરત ખેંચવા માટે સરકારમાં બે વખત રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે સરકારે કોર્ટમાં અરજી કરી હતી. તાજેતરમાં કોર્ટે આ અરજીને માન્ય રાખતા મહેસાણા અને વિજાપુરના કેસોનો નિકાલ થયો છે.અસ્મિતાની લડાઈનો સુખદ અંત આ નિર્ણયને ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ આવકાર્યો છે અને જણાવ્યું છે કે આ પગલાથી અનેક યુવાનોના ભવિષ્ય સુરક્ષિત થશે. જોકે, મહેસાણાના કેસોનો નિકાલ થઈ ગયો છે, પરંતુ અમદાવાદમાં નોંધાયેલા કેસો પર હજુ કાર્યવાહી ચાલુ છે. સમાજ તરફથી એવી પણ વિનંતી કરવામાં આવી છે કે 'અસ્મિતા' આંદોલન અને અન્ય વિરોધ પ્રદર્શનો સમયે થયેલા બાકીના તમામ કેસો પણ સત્વરે પરત ખેંચવામાં આવે. સરકારના આ વલણથી ક્ષત્રિય યુવાનોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે અને સામાજિક સમરસતા વધશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ પણ વાંચો : Kutch ના રણની શાન વધી, છારી-ઢાંઢ પક્ષી અભયારણ્યને મળ્યો રામસર સાઇટનો દરજ્જો

Read Full Story arrow_forward
Vadodara News : SMC ની મોટી કાર્યવાહી, ડ્રગ્સના દૂષણને ડામવા કરશે કંઇક આવું...!
calendar_today January 31, 2026

Vadodara News : SMC ની મોટી કાર્યવાહી, ડ્રગ્સના દૂષણને ડામવા કરશે કંઇક આવું...!

વડોદરા પોલીસ બેડામાં શિસ્ત અને પ્રમાણિકતાના ધજાગરા ઉડાવતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા વડોદરા SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ના મહિલા ASI લક્ષ્મી દેસાઈની ધરપકડ કરવામાં આવી છે. આશરે 15 દિવસ અગાઉ એસ.એમ.સી. દ્વારા શહેરના એક વિસ્તારમાં માદક પદાર્થો અંગે રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન પકડાયેલા શખ્સો અને તપાસમાં ચોંકાવનારી વિગત બહાર આવી હતી કે, જે વિભાગનું કામ ડ્રગ્સનું દૂષણ ડામવાનું છે, તે જ એસ.ઓ.જી.ના એ.એસ.આઈ. લક્ષ્મી દેસાઈની આ નાર્કોટિક્સ કેસમાં સીધી સંડોવણી હતી.સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો આ ઘટનાથી રાજ્યના ગૃહ વિભાગ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, કારણ કે એક તરફ સરકાર અને ગૃહમંત્રી જાતે ડ્રગ્સના દૂષણને જળમૂળથી ઉખેડવા માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે, ત્યારે પોલીસકર્મી જ તેમાં સામેલ હોવાનું ખુલ્યું છે. એસ.ઓ.જી. જેવી મહત્વની શાખામાં કાર્યરત એ.એસ.આઈ.ની ધરપકડ બાદ હવે પોલીસ તંત્રમાં પણ શુદ્ધિકરણની માંગ ઉઠી છે. એસ.એમ.સી. દ્વારા હાલમાં આ મામલે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે કે અન્ય કોઈ ઉચ્ચ અધિકારી કે કર્મચારી પણ આ નેટવર્ક સાથે જોડાયેલા છે કે કેમ. આ પણ વાંચો : Gandhinagar News : ક્ષત્રિય સમાજની મોટી જીત, 'પદ્માવત' આંદોલન સમયે થયેલા પોલીસ કેસો સરકારે પરત ખેંચ્યા!

Read Full Story arrow_forward