android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar News: ડામર જેવા પદાર્થથી દાઝ્યો મજૂર, હાલત ગંભીર
calendar_today January 31, 2026

Bhavnagar News: ડામર જેવા પદાર્થથી દાઝ્યો મજૂર, હાલત ગંભીર

ભાવનગરમાં શ્રમિક ડામર જેવા પદાર્થથી દાઝી જવાના કારણે ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનામાં શ્રમિક દાઝી જતા ગંભીર ઇજાઓ પહોંચી છે. હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યાં તેની હાલત સ્થિર છે. આ સમગ્ર દુર્ઘટના કેવી રીતે બની તે તપાસનો વિષય છે.ઘટનાની વિગતો ઘટનાની મળતી માહિતી અનુસાર, કામ કરતા સમયે શ્રમિક પર ડામર જેવો પદાર્થ પડ્યો છે. ઇજાગ્રસ્ત શ્રમિકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો. ભાવનગરમાં કામ કરતા શ્રમીકોની સુરક્ષા અંગે રાખવામાં આવતી બેદરકારીની ઘટના સામે આવી છે. ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં એક શ્રમિક ડામર જેવા પદાર્થથી દાઝી જતા ગંભીર ઇજાઓ પહોંચી છે. ડામર જોવો ગરમ પદાર્થ પડતા શ્રમિક ગંભીર રીતે દાઝી ગયો ચિત્રા વિસ્તારમાં ખાનગી કામગીરી દરમિયાન શ્રમિક ઉપર ડામર જોવો ગરમ પદાર્થ પડતા શ્રમિક ગંભીર રીતે દાઝી ગયો છે. ઈજાગ્રસ્ત શ્રમિકને સારવાર માટે તાત્કાલિક ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. ખાનગી કામગીરી દરમિયાન શ્રમિકને કોઈ સુરક્ષાના સાધનો વગર કામ કરાવવામાં આવતા ઘટના બની હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે. આ ઘટનામાં શ્રમિક કાનાભાઈને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી ઇમર્જન્સી વોર્ડમાં સારવાર માટે ખસેડાયા હતા. આ બનાવ મામલે હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે નોંધ કરી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.આ પણ વાંચો -  Bhavnagar: ભાવનગરમાં ન્યાય સભા પૂર્વે વિવાદની ચિનગારી, અસામાજિક તત્વોએ કોળી સમાજના પોસ્ટરો ફાડ્યા

Read Full Story arrow_forward
કચ્છના ગૌરવમાં વધારો, બન્નીનું રતન ‘છારી-ઢંઢ’ હવે સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ જાહેર, જુઓ સુંદર દ્રશ્યો
calendar_today January 31, 2026

કચ્છના ગૌરવમાં વધારો, બન્નીનું રતન ‘છારી-ઢંઢ’ હવે સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ જાહેર, જુઓ સુંદર દ્રશ્યો

કચ્છના ગૌરવમાં વધારો થયો છે.  છારી-ઢંઢ ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું. છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે તેમ વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું. ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે કે કચ્છ જિલ્લામાં આવેલ 'છારી ઢંઢ પક્ષી અભયારણ્ય'ને આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા રામસર વેટલેન્ડ્સની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. આ સાથે ગુજરાતમાં રામસર સાઇટ્સની સંખ્યા હવે વધીને પાંચ થઈ છે.  આ આંતરરાષ્ટ્રીય માન્યતા મેળવવામાં ગુજરાતના ચિફ વાઇલ્ડ લાઇફ વોર્ડન ડૉ. જયપાલ સિંઘ, ગાંધીનગર વન્ય પ્રાણી પાંખની ટીમ, મુખ્ય વન સંરક્ષક (કચ્છ વન વર્તુળ, ભુજ) તેમજ નાયબ વન સંરક્ષકશ્રી કચ્છ (પશ્ચિમ) વન વિભાગ, ભુજ દ્વારા કરવામાં આવેલી સતત કામગીરી નિર્ણાયક રહી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર (વેટલેન્ડ ડિવીઝન)ના સતત માર્ગદર્શન હેઠળ વેટલેન્ડના સંરક્ષણ અને તેની જૈવ-વિવિધતા જાળવવા માટે કરવામાં આવેલા વૈજ્ઞાનિક પ્રયાસોને પરિણામે આ સિદ્ધિ મળી છે.

Read Full Story arrow_forward
Dwarka: પ્રવાસન ક્ષેત્રે મોટું પગલું, ટ્રાફિક મુક્તિ માટે 4.50 કિમી લાંબો આધુનિક ફોર-લેન બાયપાસ રોડ બનશે
calendar_today January 31, 2026

Dwarka: પ્રવાસન ક્ષેત્રે મોટું પગલું, ટ્રાફિક મુક્તિ માટે 4.50 કિમી લાંબો આધુનિક ફોર-લેન બાયપાસ રોડ બનશે

ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ અને વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ વધી રહ્યો છે. પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને અને શહેરના ટ્રાફિકને હળવો કરવા માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દ્વારકામાં હવે ૪.૫૦ કિમી લાંબો ફોર-લેન બાયપાસ રોડ નિર્માણ પામશે, જે યાત્રિકો અને સ્થાનિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.મુસાફરી બનશે વધુ સુગમ અને સુરક્ષિતછેલ્લા થોડા વર્ષોમાં દ્વારકામાં પર્યટકોની સંખ્યામાં તોતિંગ વધારો થયો છે. સાંકડા રસ્તાઓ અને ટ્રાફિકની સમસ્યાથી પર્યટકોને મુક્તિ અપાવવા માટે આ ફોર-લેન રોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાયપાસ બનવાથી મુસાફરી માત્ર ઝડપી જ નહીં, પણ વધુ સુરક્ષિત પણ બનશે.અદ્યતન સુવિધાઓથી સજ્જ હશે રોડમાત્ર રસ્તો જ નહીં, પરંતુ આ પ્રોજેક્ટ હેઠળ આધુનિક આંતરમાળખાકીય સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે. રોડની બંને બાજુએ આધુનિક વોટર ડ્રેનેજ સિસ્ટમ અને મેટલ ક્રેશ બેરિયર સાથે સેફ્ટી રેલીંગની વ્યવસ્થા કરવામાં આવશે.વાહનચાલકોની સુવિધા માટે રિફ્લેક્ટિવ સાઈન બોર્ડ, ઝીબ્રા ક્રોસિંગ, સ્પીડ વોર્નિંગ સાઈન અને ટ્રાફિક કંટ્રોલ એલિમેન્ટ્સ લગાવવામાં આવશે.ફૂટપાથ અને રાત્રિના સમયે પૂરતા પ્રકાશ માટે આધુનિક સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા કરવામાં આવશે.સૌંદર્યીકરણ પર ભારઆ બાયપાસ રોડ દ્વારકાના પ્રવેશદ્વાર સમાન હોવાથી તેના બ્યુટીફિકેશન પર પણ ખાસ ધ્યાન આપવામાં આવશે. રસ્તાની બંને બાજુએ ગ્રીન બેલ્ટ, લેન્ડસ્કેપિંગ અને મીડિયન ડેવલપમેન્ટ કરવામાં આવશે, જેનાથી પ્રવાસીઓને દ્વારકાના વૈભવની પ્રતીતિ થશે.આ પણ વાંચો: Deesa: હાઈવે પર લોહિયાળ ખેલ, શિહોરીના ભુવાજી પર 15 શખ્સોનો જીવલેણ હુમલો

Read Full Story arrow_forward