android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News : પાર્કિંગ કોન્ટ્રાક્ટરોની ગુંડાગીરી, અન્નપૂર્ણા માર્કેટમાં પાર્સલ આપવા આવેલા યુવક પર હુમલો
calendar_today January 31, 2026

Surat News : પાર્કિંગ કોન્ટ્રાક્ટરોની ગુંડાગીરી, અન્નપૂર્ણા માર્કેટમાં પાર્સલ આપવા આવેલા યુવક પર હુમલો

સુરત શહેરના ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં પાર્કિંગ કોન્ટ્રાક્ટરોની ગુંડાગીરી દિવસેને દિવસે વધી રહી છે. તાજેતરમાં અન્નપૂર્ણા ટેક્સટાઇલ માર્કેટનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં પાર્કિંગ કોન્ટ્રાક્ટર અને તેના માણસો એક યુવક સાથે નિર્મમ રીતે મારામારી કરતા જોવા મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ, એક યુવક માર્કેટમાં પાર્સલ આપવા માટે આવ્યો હતો, ત્યારે પાર્કિંગ ચાર્જ લેવાની બાબતે કોન્ટ્રાક્ટરના માણસો સાથે તેની ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ મામૂલી વિવાદે જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું.સુરતમાં કાયદો કોના ખિસ્સામાં? કોન્ટ્રાક્ટર અને તેના સાગરીતોએ કાયદો હાથમાં લઈને યુવક પર હુમલો કર્યો હતો અને તેને જાહેરમાં માર માર્યો હતો. માર્કેટમાં હાજર લોકો આ દ્રશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે હવે વાયરલ થઈ રહી છે. વારંવાર સામે આવતી આવી ઘટનાઓએ સુરતના વેપારીઓ અને મુલાકાતીઓમાં ફફડાટ ફેલાવ્યો છે. લોકો હવે માંગ કરી રહ્યા છે કે પોલીસ આ ગુંડા તત્વો સામે કડક કાર્યવાહી કરે જેથી જાહેર સ્થળોએ આવી ગુંડાગીરી અટકે. આ પણ વાંચો : Vapi માં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, સફાઈકર્મીએ જ 24.5 તોલા સોના-ચાંદીના દાગીના પર હાથ સાફ કર્યો

Read Full Story arrow_forward
Surat : વસંત ગજેરાના લક્ષ્મી ડાયમંડ પર આઇટીના દરોડા, વસંત ગજેરા અને ચુની ગજેરા સાથે જમીનના સોદા અને આર્થિક વ્યવહારો કરનારા સામે પણ તવાઇ
calendar_today January 31, 2026

Surat : વસંત ગજેરાના લક્ષ્મી ડાયમંડ પર આઇટીના દરોડા, વસંત ગજેરા અને ચુની ગજેરા સાથે જમીનના સોદા અને આર્થિક વ્યવહારો કરનારા સામે પણ તવાઇ

સુરતમાં ડાયમંડ, રિયલ એસ્ટેટ અને શિક્ષણ ક્ષેત્રે નામના ધરાવતા લક્ષ્મી ગૃપ અને તેની સાથે સંકળાયેલા લોકોને ઇન્કમટેક્ષ વિભાગે દરોડા પાડીને કાર્યવાહી શરુ કરી છે. આઇટી વિભાગે સુરત અને મુંબઇમાં અંદાજે 30થી વધુ સ્થળો પર દરોડા પડ્યા છે. જમીનના વ્યવહારોમાં મોટાપાયા પર ટેક્સ ચોરી કરવામાં આવી હોવાના કારણે દરોડા પાડવામાં આવ્યા હોવાની વિગતો મળી છે લક્ષ્મી ગૃપને જમીન અપાવવામાં ભૂમિકા ભજવનાર તેના સાથીદારોને ત્યાં પણ તપાસ હાથ ધરાઇ છે.જમીનમાં ચેકથી ઓછી રકમ આપીને બ્લેકની મોટી રકમની ચુકવણી ?સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં ખરીદવામાં આવેલી જમીનમાં ચેકથી ઓછી રકમ આપીને બ્લેકની મોટી રકમની ચુકવણી લક્ષ્મી ડાયમંડના વસંત ગજેરા અને તેના ભાગીદારો દ્વારા કરાઇ હોવાની આશંકાના આધારે શુક્રવારે વહેલી સવારથી જ આઇટી વિભાગે 30થી વધુ સ્થળો પર કાર્યવાહી શરુ કરી તી જેમાં વસંગત ગજેરા, ચુની ગજેરા, લક્ષ્મી ડાયમંડ, ગજેરા સંકુલના અલગ અલગ શૈક્ષણિક સંકુલ તથા મિલેનિયમ માર્કેટ સહિતના સ્થળો પર કાર્યવાહી કરાઇ રહી છે.  યુનિવર્સલ ગૃપના ભાગીદારોને પણ સાણસામાં લેવામાં આવ્યા તેમની જમીન ખરીદવામાં મહત્વની ભૂમિકા ભજવનાર અનિલ બગદાણા, પ્રવિણ ભુત, આશિષ અગ્રવાલ, તરુણ-કિશન ભગત ઉપરાંત મિલેનિયમ માર્કેટ બનાવનારા યુનિવર્સલ ગૃપના ભાગીદારોને પણ સાણસામાં લેવામાં આવ્યા છે. આઇટી વિભાગે તમામ સ્થળો પરથી મહત્વના દસ્તાવેજો કબજે કર્યા છે અને તમામના લોકર સીલ કરીને રકમ અને જ્વેલરી સહિતના હિસાબની તપાસ શરુ કરાઇ છે. દરોડાની કાર્યવાહી બાદ મોટાપાયે ટેક્સ ચોરી બહાર આવે તેવી શક્યતા છે. રોકડ પાસે રાખવાની નહી તે પ્રમાણેનો વહિવટ જો કે લક્ષ્મી ડાયમંડ સાથે સંકળાયેલા વસંત ગજેરા અને તેના ભાગીદારોને પહેલેથી જ રોકડ પાસે રાખવાની નહી તે પ્રમાણેનો વહિવટ કરતા હોવાની વિગતો પણ જાણવા મળી છે. કારણ કે ગમે ત્યારે આઇટી વિભાગ કે કોઇ અન્ય સરકારી એજન્સી દરોડા પાડે તો મોટી માત્રામાં રોકડ હાથ લાગે તો કાર્યવાહી થઇ શકે છે અને તે માટે અલગ અલગ જગ્યાઓ પર રોકડ રાખવામાં આવતી હતી તેમાં પણ પોતાની ઓફિસમાં કામ કરતા અને અંગત ગણાતા ચારથી પાંચ લોકોને ત્યાં જ રોજ રોકડ મોકલી આપવામાં આવતી હતી જ્યારે કાગળ પર નક્કી કરેલી રકમ જ દર્શાવામાં આવતી હોય છે જેથી તેની ઓફિસમાં કામ કરનારાઓની પણ ઉલટતપાસ કરવામાં આવે તો બ્લેક એન્ડ વ્હાઇટનો ખેલ ઉઘાડો પડી શકે છે  મેહુલ ચોક્સી સાથે પણ કનેક્શન પીએનબી કૌંભાડમાં સંડોવાયેલા મેહુલ ચોક્સી સાથે લક્ષ્મી ડાયમંડના અશોક ગજેરા, રાકેશ ગજેરા, વસંત ગજેરા, ચુની ગજેરા, ગિરધર ગજેરા, બકુલ ગજેરા સહિતનાઓ પણ ભાગીદાર હોવાનું બહાર આવ્યું છે તેમાં મેહુલ ચોક્સીએ કરેલા કૌંભાડના નાણા લક્ષ્મી ડાયમંડ સાથે સંકળાયેલા અલગ અલગ કંપનીઓમાં મોકલ્યા હોવાની પણ આશંકા ઇન્કમટેક્ષના અધિકારીઓને છે . તેના કારણે પણ દરોડા પડાયા હોવાની વાત બહાર આવી છે. જો કે ઇન્કમટેક્ષ વિભાગના અધિકારીઓ હાલ તો આ વાતને સત્તાવાર સમર્થન આપી રહ્યા નથી પણ જે રીતે તપાસમાં શાંતિ રેસીડેન્સી અને તેની સાથે સંકળાયેલાઓને ત્યાં પણ તપાસ કરવામાં આવતા તે વાતને આડકતરું સમર્થન મળી રહ્યું હોવાનું સુત્રો કહી રહ્યા છે દરરોજની બે કરોડથી વધુ આવક લક્ષ્મી ડાયમંડ અને શાંતિ રેસીડેન્સી હેઠળ શહેરના અલગ અલગ વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલા મોટાભાગના પ્રોજેક્ટ વેચાણ અથવા ભાડે આપી દેવામાં આવ્યા છે. તેના થકી દરરોજની બે કરોડથી વધુ આવક થતી હોવાની જાણકારો કહી રહ્યા છે. તેમાં પણ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલા મિલેનિયમ માર્કેટ અને તેના અન્ય ત્રણ પ્રોજેક્ટમાં આવેલી મોટા ભાગની દુકાનો વેચી તો દેવામાં આવી છે જ્યારે જે દુકાનો વેચવામાં આવી નથી તે દુકાન હાલમાં ભાડેથી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત માર્કેટનું તમામ મેનેજમેન્ટ પોતાની પાસેજ રાખવામાં આવ્યું છે. તેના થકી પણ સારી એવી આવક મહિને થાય છે. જો આ તમામની ગણતરી કરવામાં આવે તો રોજની 2 કરોડથી વધુની આવક થતી હોવાનું સુત્રો કહી રહ્યા છે. જેથી તે દિશામાં પણ તપાસ કરવામાં આવે તે જરુરી છે. આ પણ વાંચો-----    Banaskantha : પાલનપુર નજીકના ગામમાં યુવકમાં હડકવાના લક્ષણો દેખાતા મચ્યો હડકંપ, યુવકને દોરડાથી બાંધી હોસ્પિટલ ખસેડાયો

Read Full Story arrow_forward
Kutch News : કચ્છના અંજારમાં સંગઠિત ટોળકી વિરુદ્ધ નોંધાયો ગુજસીટોકનો ગુનો, આરોપીઓ વિરુદ્ધ નોંધાયા છે અલગ-અલગ ગુના
calendar_today January 31, 2026

Kutch News : કચ્છના અંજારમાં સંગઠિત ટોળકી વિરુદ્ધ નોંધાયો ગુજસીટોકનો ગુનો, આરોપીઓ વિરુદ્ધ નોંધાયા છે અલગ-અલગ ગુના

પૂર્વ કચ્છમાં ગુના આચરવા માટે સંગઠિત થઈને ઘટનાને અંજામ આપનાર સામે પોલીસે ગુજસીટોકનો ગુનો નોંધ્યો છે, પૂર્વ કચ્છમાં ગુજસીટોકને લઈ આ છઠ્ઠો ગુનો નોંધવામાં આવ્યો છે, ખુશાલ ગૌસ્વામી, દેવાંગ ચાવડા કિશોર ઉર્ફે રામ નાનુગર બાવા વિરુદ્ધ કાર્યવાહી કરી જેલ હવાલે મોકલી દેવામાં આવ્યા છે. સિન્ડિકેટ બનાવીને આચરતા હતા ગુનો આ શખ્સો લૂંટ, દારૂ, એટ્રોસીટી, મારામારીના ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા છે. જે પૈકી ખુશાલ સામે આવા સાત, દેવાંગ વિરુદ્ધ ચાર તથા કિશોર વિરુદ્ધ ત્રણ ગુના અગાઉ નોંધાયેલા છે. આ ટોળકી વિરુદ્ધ ગુજસીટોકની દરખાસ્ત તૈયાર કરી પોલીસે ન્યાયાલયની પરવાનગી માગી હતી. ત્યાંથી આ દરખાસ્ત મંજૂર થતાં આ ટોળકી સામે ગુજસીટોકની કલમો તળે ગુનો નોંધવામાં આવ્યો હતો. પૂર્વ કચ્છમાં અંજાર પોલીસ દ્વારા વધુ ત્રણ શખ્સો વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાતાં આરોપીઓમાં સોપો પડી ગયો હતો. પૂર્વ કચ્છમાં અને સમગ્ર રેન્જમાં પહેલી વખત ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો હતો અંજાર પોલીસે અગાઉ રિયા ઇશ્વર ગોસ્વામી, આરતી ઇશ્વર ગોસ્વામી, તેજસ ઇશ્વર ગોસ્વામી, શબીર ઉર્ફે સબલો અઝરૂદ્દીન બાયડ, ફિરોઝ રજુ લંઘા, વસંત ઉર્ફે વસલો, રમેશ કોળી તથા હાલમાં આ ત્રણ સામે ગુજસીટોક દાખલ કરીને સમગ્ર સરહદી રેન્જમાં મોખરાનું સ્થાન હાંસલ કર્યું છે જ્યારે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે ફિરોઝ ઉર્ફે ગુગલી હુસેન મમણ, અલ્તાફ ઉર્ફે કારો રમજાન કકલ, કાસમ અલી મથડા, ઇસ્માઇલ ઇબ્રાહીમ મથડા, અબ્દુલગની ઉર્ફે ગનીડો ઇસ્માઇલ ચાવડા, ઉમર ઉર્ફે ભૂરો કાસમ ચાવડા, અકરમ ઇસ્માઇલ ચાવડા, કાસમ ઉર્ફે કાસુડો ઇસ્માઇલ ચાવડા અને જુમા આમદ સેહા સામે પૂર્વ કચ્છમાં અને સમગ્ર રેન્જમાં પહેલી વખત ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો હતો. આ પણ વાંચો : Sarangpur News : શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને ઓર્કિડ અને ગુલાબના ફૂલોનો શણગાર, દાદાને સુખડી અને ફ્રૂટનો અન્નકૂટ ધરાવાયો

Read Full Story arrow_forward