android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Weather Update: છત્રી કાઢવી કે ધાબળો? જાણો અંબાલાલ પટેલની આગાહી
calendar_today January 31, 2026

Weather Update: છત્રી કાઢવી કે ધાબળો? જાણો અંબાલાલ પટેલની આગાહી

રાજ્યમાં ઘણા વિસ્તારોમાં આજે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જે કારણે આજે ઠંડીમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં તેમણે રાજ્યમાં કમોસમી વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.રાજ્યના અમુક ભાગમાં વરસાદી છાંટા પડે તેવી શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, અમરેલી, બોટાદ, ભાવનગરના વાતાવરણમાં પલટો આવશે. આ સાથે રાજ્યના અમુક ભાગમાં વરસાદી છાંટા પડે તેવી શક્યતા છે. આ સાથે અમુક ભાગમાં વાતાવરણ વાદળછાયું રહેશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવા કમોસમી વરસાદની શકયતા સેવાઈ રહી છે. પશ્ચિમી વિક્ષેપની અસર વડોદરા,રાજપીપળામાં જોવા મળશે. આ સાથે ભરૂચ, નેત્રંગ, વાલિયા સુધી તેની અસર જોવા મળશે. ગાંધીનગર,અમદાવાદના વાતાવરણમાં પલટો આવી શકે છે. અમરેલી, ભાવનગર,બોટાદના વાતાવરણમાં પલટો આવશે. સવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટતા ઠંડીનું પ્રમાણ રહી શકે. મહતમ તાપમાનમાં વધારો થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે. 20 ફેબ્રુઆરીથી રાજ્યમાં ઠડીનું પ્રમાણ ઘટશે રાજ્યમાં તાપમાન અંગે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, મધ્ય ગુજરાતમાં 32 થી 34 ડીગ્રી તાપમાન રહેશે. લઘુતમ તાપમાન 18 ડિગ્રી જોવા મળી શકે છે. બદલાતા હવામાનની કૃષિ પાક પર અસર જોવા મળશે. ફેબ્રુઆરી માસમાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવશે. પશ્ચિમી વિક્ષેપથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. ઉભા કૃષિ પાકોમાં ઈયળ પડવાની શકયતાઓ જોવા મળી રહી છે. 20 ફેબ્રુઆરીથી રાજ્યમાં ઠડીનું પ્રમાણ ઘટશે. ઉનાળુ પાકના વાવેતર માટે હવામાન સાનુકૂળ થશે. પવનના તોફાનો અને કરા પડવાની શકયતા દેશના હવામાન વિશે વાત કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, હવે ઉત્તર ભારતમાં મધ્યમ કક્ષાનો પશ્ચિમી વિક્ષેપ આવેલ છે. જેની અસરના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં પવનના તોફાનો, બરફ પડવો અને કરા પડવાની શકયતાઓ જોવા મળી રહી છે. જેની અસર રાજસ્થાનના ભાગો, ઉત્તર ગુજરાતના કોઈ કોઈ ભાગો અને પૂર્વીય ગુજરાતના ભાગોમાં થવાની શક્યતાઓ છે. વાદળછાયું વાતાવરણ જોવા મળશે કમોસમી વરસાદની શક્યતા વિશે વાત કરતા અંબાલાલે જણાવ્યું હતું કે, રાજ્યના છુટા છવાયા ભાગોમાં વરસાદી છાંટા તો કોઈ ભાગમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ખાસ કરીને પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવા કમોસમી વરસાદની શકયતાઓ રહેશે. પશ્ચિમી વિક્ષેપની અસર છે કે, વડોદરાના ભાગો, રાજપીપળા, ભરૂચ, નેત્રનગ, વાલિયા, સુધી અસર જોવા મળશે. કોઈ ભાગમાં વરસાદી છાંટા પડવાની શકયતાઓ સેવાઈ રહી છે. ગાંધીનગર અને અમદાવાદના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે. આ પણ વાંચો - Weather Update : ફરી બદલાયુ હવામાન, ઠંડીની સાથે વરસાદની શક્યતા

Read Full Story arrow_forward
Kalol માં ડિજિટલ એરેસ્ટનો ભયાનક કિસ્સો, 73 વર્ષના વૃદ્ધને 45 દિવસ કેદ રાખી 49 લાખ ખંખેર્યા
calendar_today January 31, 2026

Kalol માં ડિજિટલ એરેસ્ટનો ભયાનક કિસ્સો, 73 વર્ષના વૃદ્ધને 45 દિવસ કેદ રાખી 49 લાખ ખંખેર્યા

ગાંધીનગરના કલોલમાં સાયબર ક્રાઈમનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં 73 વર્ષના વૃદ્ધ અમરતભાઈ પ્રજાપતિને ઠગબાજોએ 45 દિવસ સુધી 'ડિજિટલ એરેસ્ટ' રાખી 49 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. ગત 10 ઓક્ટોબરે ઠગબાજોએ દિલ્હી પોલીસના સ્વાંગમાં વૃદ્ધને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમના નામે 66 કરોડ રૂપિયાનું મોટું ફ્રોડ થયું છે. ધરપકડનો ડર બતાવી ઠગોએ વૃદ્ધને તેમના ઘરમાં જ કેદ રહેવા મજબૂર કર્યા હતા. આ દરમિયાન ઠગબાજો વૃદ્ધ પર એવી રીતે નજર રાખતા કે તેમણે દર કલાકે 'આઇ એમ સેફ' (I Am Safe) નો મેસેજ ઠગોને મોકલવો પડતો હતો.‘ડિજિટલ જેલ’માં રહ્યા વૃદ્ધ આ છેતરપિંડીમાં અભિમન્યુ અને નિરજ ઠાકુર નામના શખ્સોએ પોલીસ અધિકારી બની વૃદ્ધને વિશ્વાસમાં લીધા હતા અને કેસ પતાવવાના નામે ટુકડે-ટુકડે 49 લાખ રૂપિયા પડાવી લીધા હતા. 45 દિવસ સુધી માનસિક ત્રાસ અને ભયના ઓથાર હેઠળ રહ્યા બાદ, જ્યારે વૃદ્ધને છેતરપિંડીનો અહેસાસ થયો, ત્યારે તેમણે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાએ સાબિત કર્યું છે કે સાયબર ઠગો હવે વડીલોને લાંબા સમય સુધી માનસિક રીતે ટોર્ચર કરીને મોટી રકમ પડાવી રહ્યા છે. આ પણ વાંચો : Surat News : પાર્કિંગ કોન્ટ્રાક્ટરોની ગુંડાગીરી, અન્નપૂર્ણા માર્કેટમાં પાર્સલ આપવા આવેલા યુવક પર હુમલો

Read Full Story arrow_forward
Gandhinagar : મહાત્મા મંદિર ખાતે કલેક્ટર્સ અને મ્યુનિસિપલ કમિશનર્સ માટે NAKSHA પ્રોગ્રામના બે દિવસીય તાલીમ સહ વર્કશોપનું આયોજન કરાયું
calendar_today January 31, 2026

Gandhinagar : મહાત્મા મંદિર ખાતે કલેક્ટર્સ અને મ્યુનિસિપલ કમિશનર્સ માટે NAKSHA પ્રોગ્રામના બે દિવસીય તાલીમ સહ વર્કશોપનું આયોજન કરાયું

ભારત સરકારના ભૂમિ સંસાધન વિભાગ, બી.એન. યુગાન્ધર ગ્રામીણ અધ્યયન કેન્દ્ર(BNYCRS), લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન એકેડેમી(LBSNAA), મસુરી અને ગુજરાતના સેન્ટર ઓફ એક્સેલેન્સ ઈન લેન્ડ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ (CoE)ના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે, કલેક્ટર્સ અને મ્યુનિસિપલ કમિશનર્સ માટે NAKSHA પ્રોગ્રામના બે દિવસીય તાલીમ સહ વર્કશોપનું આયોજન કરાયું હતું,કોઈ કામ એકલા હાથે કરી શકાતું નથી શુક્રવારે આ વર્કશોપના બીજા અને અંતિમ દિવસે, ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. શ્રીમતી જયંતિ રવિએ, દેશનાં વિવિધ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાંથી ગુજરાત આવેલા, કુલ 170 અધિકારીઓને ખાસ સંબોધન કરતા જણાવ્યું હતું કે, NAKSHAને સફળ બનાવવા માટે પારદર્શકતા, પ્રામાણિકતા, જ્ઞાન, આંતરિક સમજણ અને કો- ઓર્ડિનેશન ખૂબ જરૂરી છે. કોઈ કામ એકલા હાથે કરી શકાતું નથી. કોમ્પિટિશનનો સમય નથી રહ્યો, હવે સાથે મળીને સહભાગિતાથી કામ કરવાનો જમાનો છે. બધાને સાથે રાખીને આગળ વધવાનું છે. આપણો દેશ વિવિધ ભાષા વિવિધ લોકોનો બનેલો છે. અલગ અલગ જગ્યાના, અલગ અલગ પ્રોબ્લેમ્સ છે, એના ઉકેલ પણ અલગ અલગ હોઈ શકે છે.સરકારમાં લોકોનો વિશ્વાસ જળવાઈ રહે તે જરૂરી લોકોના પ્રોબ્લેમ્સ વિશે પણ વિચારવું પડે. સરકારમાં લોકોનો વિશ્વાસ જળવાઈ રહે તે જરૂરી છે. સરકારે પણ ક્યારેક સમય સાથે પોલિસી ચેન્જ કરવાની જરૂર હોય છે. આ માટે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કો-ઓર્ડિનેશન ખૂબ મહત્ત્વનું છે. કોઈ કામ એકલા હાથે કરી શકાતું નથી. લોકો સરકારમાં વિશ્વાસ રાખે તો કામ વધુ સરળ બનશે. NAKSHA અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે અધિકારીઓએ IEC પ્રવૃત્તિ કરવી ખૂબ જરૂરી છે. સતત નવું શીખવાની પ્રોસેસ તમને પ્રોબ્લેમ્સના સોલ્યુશન તરફ લઈ જશે તેમણે અધિકારીઓનો જુસ્સો વધારતા જણાવ્યું હતું કે, કામ કરશો તો સમસ્યા તો આવશે પણ સતત નવું શીખવાની પ્રોસેસ, તમને પ્રોબ્લેમ્સના સોલ્યુશન તરફ લઈ જશે. લોકોને પણ પોતાના કોર્ટ કેસ, પરિવાર વચ્ચેનો વિખવાદ, સંઘર્ષ ઘણું હોય છે, આથી લોકોની નાડ પારખીને કામ કરવું પડે. સોફ્ટવેર, નવી ટેકનોલોજી, નિયમો, મૂળભૂત સિદ્ધાંતો વગેરે અંગે શહેરોનાં લોકોને સમજાવવું પડે. ક્યારેક લોકો આવી બાબતોથી અજાણ હોય છે. આવી તાલીમ સહ વર્કશોપ એકબીજા સાથેની ચર્ચા અને શીખવાનો અવસર આપે છે. તેમણે અધિકારીઓને પૂરતા આત્મવિશ્વાસ અને ખુલ્લા મન સાથે ફિલ્ડમાં ગ્રાઉન્ડ પર લીડર તરીકે હિંમતથી જવા માટે અનુરોધ કર્યો હતો. NAKSHAનો તાલીમ સહ વર્કશોપ યોજવા માટે અભિનંદન આપ્યા ગુજરાતના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ LBSNAA, BNYCRS, CoE in LAMના અધિકારીઓને NAKSHAનો તાલીમ સહ વર્કશોપ યોજવા માટે અભિનંદન આપ્યા હતા.ડૉ. જયંતિ રવિ વિવિધ રાજ્યોના ગ્રુપ પ્રેઝન્ટેશન અને ચર્ચામાં જોડાયા હતા. આ અવસરે આસામ સરકારના સરવે વિભાગના એડિશનલ ડાયરેકટર તન્વી અહમદે NAKSHA ના અમલીકરણ માટે, આસામ રાજ્યમાં કરવામાં આવેલી IECની બેસ્ટ પ્રેક્ટિસીસ અને જન જાગૃતિના પોતાના અનુભવો વર્ણવ્યા હતા. સ્ટેટસ, ચેલેંજીસ અને સોલ્યુશન અંગેના પોતાના વિચારો રજૂ કર્યા કર્ણાટક સરકારના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજેન્દ્રકુમાર કટારિયાએ, કર્ણાટકમાં NAKSHAના સિટી સર્વેના અનુભવો અને આયોજન અંગેનો પોતાનો રાજ્ય અનુભવ સહભાગીઓને જણાવ્યો હતો. વર્કશોપના અંતે સહભાગીઓએ NAKSHAના અમલ અંગેની ચર્ચામાં સ્ટેટસ, ચેલેંજીસ અને સોલ્યુશન અંગેના પોતાના વિચારો રજૂ કર્યા હતા. તાલીમાર્થીઓને સરવે ઓફ ઇન્ડિયા, ગુજરાત ડાયરેક્ટોરેટના સરવે અધિકારીઓ દ્વારા ETS અને DGPSથી મિલકતોના Ground Truthing માટેની હેન્ડ્સ ઓન તાલીમ પણ આપવામાં આવી હતી.100 અધિકારીઓને, અધિક મુખ્ય સચિવના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરાયા  દેશના આંધ્રપ્રદેશ, છત્તીસગઢ ,ગોવા, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કેરાલા, તમિલનાડુ અને પુડુચેરીમાંથી આવેલા 70 અધિકારી અને ગુજરાતના લેન્ડ રેકોર્ડ વિભાગ સાથે સંકળાયેલા કુલ 100 અધિકારીઓને, અધિક મુખ્ય સચિવના હસ્તે મોમેન્ટો અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ગ્રુપ ફોટો પણ લેવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભારત સરકારના ગ્રામીણ મંત્રાલયના ભૂમિ સંસાધન વિભાગના ડાયરેક્ટર શ્યામ કુમાર, LBSNAAના ડેપ્યુટી ડાયરેક્ટર (IAS)રાજેશ મીના, ગુજરાતના સેટલમેન્ટ કમિશનર અને લેન્ડ રેકોર્ડના ડાયરેક્ટર બી.એ.શાહ (IAS), NAKSHA સાથે સંકળાયેલા અધિકારીઓ, ગાંધીનગરના કલેક્ટર મેહુલ દવે, CoE in LAM અને DISRAના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પણ વાંચો----   Banaskantha : પાલનપુર નજીકના ગામમાં યુવકમાં હડકવાના લક્ષણો દેખાતા મચ્યો હડકંપ, યુવકને દોરડાથી બાંધી હોસ્પિટલ ખસેડાયો

Read Full Story arrow_forward