android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sunetra Pawar: મહારાષ્ટ્રના પહેલા મહિલા ડેપ્યુટી CM, જાણો સુનેત્રા પવાર કેટલા છે શિક્ષિત ?
calendar_today January 31, 2026

Sunetra Pawar: મહારાષ્ટ્રના પહેલા મહિલા ડેપ્યુટી CM, જાણો સુનેત્રા પવાર કેટલા છે શિક્ષિત ?

મહારાષ્ટ્રનું રાજકારણ હાલમાં ખૂબ જ સંવેદનશીલ અને ઐતિહાસિક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. NCPના વરિષ્ઠ નેતા અને રાજ્યના રાજકારણમાં અગ્રણી વ્યક્તિ અજિત પવારનું તાજેતરમાં બારામતીમાં થયેલા વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. વિમાન દુર્ઘટના બારામતી ક્ષેત્રમાં બની હતી. ટેકનિકલ કારણો અને ખરાબ હવામાનને કારણે આ અકસ્માત થયો હોવાની આશંકા ચે. નાયબ મુખ્યમંત્રી બનશે સુનેત્રા પવાર આ દુ:ખદ ઘટનાએ માત્ર રાજકીય વર્તુળોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાએ માત્ર પવાર પરિવારને જ નહીં પરંતુ મહારાષ્ટ્રના સમગ્ર રાજકીય પરિદૃશ્યને ભારે ફટકો આપ્યો છે. સત્તાના ઉચ્ચ સ્તરે પણ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.  સૂત્રોના જણાવ્યા અનુસાર અજિત પવારના મૃત્યુ પછી તેમની પત્ની સુનેત્રા પવારને મહારાષ્ટ્રના નવા નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આવો જાણીએ કે સુનેત્રા પવાર કેટલા શિક્ષિત છે. કેટલા શિક્ષિત છે સુનેત્રા પવાર ? સુનેત્રા પવારને ઉચ્ચ શિક્ષિત નેતા માનવામાં આવે છે. તેમણે એપ્રિલ 1983માં ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીમાંથી બી.કોમ પૂર્ણ કર્યું. ત્યારબાદ તેમણે ઔરંગાબાદની એસ.બી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કર્યું છે.  તેમણે  કોમર્સમાં સ્નાતક અને વધુ અભ્યાસથી તેમને આર્થિક, વ્યવસ્થાપન અને વહીવટી વિષયોની મજબૂત સમજ મળી.પર્યાવરણ સંબંધિત અભ્યાસક્રમો અને સામાજિક કાર્યકરરાજકારણ ઉપરાંત, સુનેત્રા પવારે અનેક સામાજિક અને પર્યાવરણીય અભ્યાસક્રમો પણ કર્યા છે. તેઓ પર્યાવરણીય ફોરમ ઓફ ઈન્ડિયાના સ્થાપક છે, જે એક સંસ્થા છે જે ટકાઉપણું, જળ સંરક્ષણ અને ગ્રામીણ વિકાસ માટે કામ કરે છે. પર્યાવરણીય સંરક્ષણ પર તેમનું ધ્યાન લાંબા સમયથી અગ્રણી રહ્યું છે. રાજકારણમાં પ્રવેશ અને વર્તમાન ભૂમિકા સુનેત્રા પવારનો જન્મ 18 ઓક્ટોબર, 1963ના રોજ મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લામાં થયો હતો. તેઓ વરિષ્ઠ એનસીપી નેતા પદ્મસિંહ પાટીલના પુત્રી છે. સુનેત્રા પવારે પોતે વારંવાર કહ્યું છે કે તેમના પિતા માત્ર રાજકારણી જ નહીં પરંતુ સ્વતંત્રતા સેનાની પણ હતા અને ગામડાના પાટીલ તરીકે જવાબદારીઓ નિભાવતા હતા. આ કૌટુંબિક મૂલ્યોએ તેમના વ્યક્તિત્વ અને જાહેર જીવનનો પાયો નાખ્યો હતો. સુનેત્રા પવારે 2024ની લોકસભા ચૂંટણી બારામતી બેઠક પરથી તેમની ભાભી સુપ્રિયા સુલે સામે લડ્યા હતા.  પરંતુ તેઓ હારી ગયા હતા. ત્યારબાદ, NCPએ તેમને રાજ્યસભામાં ચૂંટ્યા. તેઓ હાલમાં રાજ્યસભાના સાંસદ તરીકે સેવા આપે છે અને સંસદમાં સક્રિય ભૂમિકા ભજવે છે.Gold Silver Price Today: એક જ દિવસમાં ચાંદી એક લાખ રૂપિયા સસ્તી, સોનામાં પણ ભાવ ઘટ્યા, જાણો લેટેસ્ટ રેટ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : સુરત શહેરમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ
calendar_today January 31, 2026

Gujarat Latest News Live : સુરત શહેરમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 31 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad News : વેજલપુરમાં છરી સાથે આતંક મચાવનાર સોયબ સિંધી ઝડપાયો, પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ
calendar_today January 31, 2026

Ahmedabad News : વેજલપુરમાં છરી સાથે આતંક મચાવનાર સોયબ સિંધી ઝડપાયો, પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં જાહેરમાં છરી ઉલાળી ભયનો માહોલ પેદા કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, સોયબ સમા સિંધી નામના શખ્સે સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાઈ જઈને એક યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલાની ઘટનાને પગલે વિસ્તારમાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. વેજલપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેને કાયદાનું ભાન કરાવ્યું છે.લુખ્ખાતત્વો પર પોલીસનો પ્રહાર પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સોયબ સિંધી ગુનાહિત માનસિકતા ધરાવે છે અને તેણે નજીવી બાબતે ઝઘડો કરી હથિયાર કાઢ્યું હતું. હુમલામાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના જાહેર માર્ગો પર આ પ્રકારે હિંસક આતંક મચાવનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. આ કાર્યવાહી દ્વારા પોલીસે ગુનેગારોમાં ફફડાટ અને સામાન્ય જનતામાં સુરક્ષાનો વિશ્વાસ જગાડવાનો પ્રયાસ કર્યો છે. આ પણ વાંચો : Amreli News : બગસરાના હામાપુર પાસે બે બાઈક સામસામે અથડાતા સર્જાયો ચીસિયારી, 2 ના કરૂણ મોત

Read Full Story arrow_forward