android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan News : 'સંદેશ ન્યૂઝ'ના અહેવાલનો મોટો ઈમ્પેક્ટ, જર્જરિત ટાંકીમાંથી પાણીનો વેડફાટ અટક્યો
calendar_today January 31, 2026

Patan News : 'સંદેશ ન્યૂઝ'ના અહેવાલનો મોટો ઈમ્પેક્ટ, જર્જરિત ટાંકીમાંથી પાણીનો વેડફાટ અટક્યો

પાટણ શહેરમાં પીવાના પાણીના વેડફાટને લઈને 'સંદેશ ન્યૂઝ' દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. લાંબા સમયથી જર્જરિત હાલતમાં રહેલી પાણીની ટાંકીમાંથી હજારો લિટર પાણીનો બગાડ થઈ રહ્યો હતો, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળતો હતો. આ ગંભીર મુદ્દે 'સંદેશ ન્યૂઝ' એ વાચા આપતા જ પાટણ નગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે. તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ જર્જરિત ટાંકીમાં પાણી ભરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે, જેનાથી કિંમતી પીવાના પાણીનો થતો બગાડ હવે અટક્યો છે.પાટણ નગરપાલિકા હરકતમાં પાલિકા તંત્ર દ્વારા માત્ર જર્જરિત ટાંકીનો ઉપયોગ બંધ નથી કરાયો, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ફિલ્ટર હાઉસની બાજુમાં બનેલી નવીન ટાંકીને તાત્કાલિક ધોરણે કાર્યરત કરી દેવામાં આવી છે. હવે પાટણના શહેરીજનોને આ નવી ટાંકી મારફતે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જર્જરિત ટાંકી તૂટી પડવાનો જે ભય સેવાઈ રહ્યો હતો અને પાણીનો જે વ્યય થતો હતો, તે પ્રશ્નનો કાયમી ઉકેલ આવતા સ્થાનિકોએ 'સંદેશ ન્યૂઝ' નો આભાર માન્યો છે. તંત્રની આ ત્વરિત કામગીરીએ સાબિત કર્યું છે કે લોકશાહીમાં મીડિયાના અહેવાલો જનહિત માટે કેટલા મહત્વના સાબિત થાય છે. આ પણ વાંચો : Ahmedabad News : વેજલપુરમાં છરી સાથે આતંક મચાવનાર સોયબ સિંધી ઝડપાયો, પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ

Read Full Story arrow_forward
Halvad News: મિની ટ્રકને નડ્યો અકસ્માત, 13 લોકો ઈજાગ્રસ્ત
calendar_today January 31, 2026

Halvad News: મિની ટ્રકને નડ્યો અકસ્માત, 13 લોકો ઈજાગ્રસ્ત

મોરબી જિલ્લાના હળવદ પંથકમાં આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હળવદના કવાડિયા ગામ નજીક મજૂરો ભરેલી એક મિની ટ્રક (સુપર કેરી) પલટી જતાં 13 જેટલા શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે વાહન પલટી મારી જતાં જ સ્થળ પર ચીસાચીસ મચી ગઈ હતી.સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો ઘટનાની મળતી માહિતી અનુસાર, માનસર ગામથી ચુલી ગામે મજૂરી અર્થે જઈ રહેલા શ્રમિકો ભરેલી સુપર કેરી ગાડી કવાડિયા ગામ પાસેથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન માર્ગ પર પલટી ખાઈ ગયું હતું. આ વાહનમાં સવાર 11 મહિલાઓ અને 2 પુરુષો એમ કુલ 13 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. સારવાર અને ગંભીર ઈજાગ્રસ્તો અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી રમેશભાઈ, વિનુબેન, આરતીબેન, મંજુબેન અને શાંતાજી સહિત પાંચ લોકોની હાલત વધુ ગંભીર જણાતા તેમને વધુ સારવાર અર્થે મોરબી રિફર કરવામાં આવ્યા છે. જ્યારે જીવતીબેન, જયપાલ, વસંતબેન, લાભુબેન, વર્ષાબેન, જાગુબેન, ધુનાબેન અને મનિષાબેન સહિતના અન્ય શ્રમિકોને હળવદની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. શ્રમિક પરિવારમાં આ અકસ્માતને પગલે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ પણ વાંચો - Halvad: ટીકર ગામે મોડી સાંજે મકાનનો સ્લેબ અચાનક તૂટી પડતાં માતા-પુત્રને ઈજા

Read Full Story arrow_forward
Surendranagar News: દશાડા-શંખેશ્વર હાઈવે પર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત, બેના મોત
calendar_today January 31, 2026

Surendranagar News: દશાડા-શંખેશ્વર હાઈવે પર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત, બેના મોત

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-શંખેશ્વર હાઈવે પર ફરી એકવાર રક્તરંજિત અકસ્માતની ઘટના સામે આવી છે. પાનવા ગામના પાટિયા પાસે કાર અને રિક્ષા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.બપોરના સમયે સર્જાયો કાળ ઘટનાની મળતી માહિતી અનુસાર, દસાડા-શંખેશ્વર હાઈવે પરથી પસાર થઈ રહેલી રિક્ષા અને કાર વચ્ચે પાનવા ગામના પાટિયા પાસે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે, રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટનામાં રિક્ષામાં સવાર બે વ્યક્તિઓએ ગંભીર ઈજાઓ થવાને કારણે સ્થળ પર જ દમ તોડ્યો હતો. મૃતકોની ઓળખ દસાડા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવતા જાણવા મળ્યું હતું કે, મૃતકો અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના ઝેરડા ગામના રહેવાસી હતા. જેમાં સેંધાજી ભીખાજી ઠાકોર (ઉં.વ. 35) અને મેરાજી ગાંભાજી પરમાર (ઉં.વ. 55) નો સમાવેશ થાય છે. આ સમાચાર મળતા જ ઝેરડા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા આ અકસ્માતમાં અન્ય ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક દસાડા હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વિરમગામની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. દસાડા પોલીસે બંને મૃતદેહોનો કબ્જો મેળવી પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે, અને અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો - Surendranagar News: બજાણામાંથી દોઢ કરોડનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

Read Full Story arrow_forward