android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amreli News : બગસરાના હામાપુર પાસે બે બાઈક સામસામે અથડાતા સર્જાયો ચીસિયારી, 2 ના કરૂણ મોત
calendar_today January 31, 2026

Amreli News : બગસરાના હામાપુર પાસે બે બાઈક સામસામે અથડાતા સર્જાયો ચીસિયારી, 2 ના કરૂણ મોત

અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં આજે એક અત્યંત ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. બગસરાના હામાપુર ગામ નજીક બે મોટરસાયકલ સામસામે પૂરઝડપે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ અથવા સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં અન્ય ત્રણ વ્યક્તિઓને પણ નાની-મોટી અને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.બગસરામાં હાઈવે પર અકસ્માતની હારમાળા ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ મોકલી આપ્યા છે અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ બાઈકની તેજ ગતિ અકસ્માતનું કારણ હોવાનું મનાઈ રહ્યું છે. એકસાથે બે લોકોના મોતથી હામાપુર અને બગસરા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે. આ પણ વાંચો : Ahmedabad News : લોહી સંબંધો પર ભારે પડ્યો મિલકતનો મોહ, આનંદનગરમાં પુત્રએ માતાને પતાવી દીધી

Read Full Story arrow_forward
Sarangpur News : શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને ઓર્કિડ અને ગુલાબના ફૂલોનો શણગાર, દાદાને સુખડી અને ફ્રૂટનો અન્નકૂટ ધરાવાયો
calendar_today January 31, 2026

Sarangpur News : શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને ઓર્કિડ અને ગુલાબના ફૂલોનો શણગાર, દાદાને સુખડી અને ફ્રૂટનો અન્નકૂટ ધરાવાયો

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તારીખ : 31-01-2026ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને ચાંદીનો મુગટ એવં જરદોશીવર્ક તથા ફૂલની ડીઝાઇનવાળા વાઘા એવં ઓર્કિડ અને ગુલાબના ફુલોનો અત્યંત મનોહર શણગાર ધરાવવામાં આવ્યો હતો. દાદાને ચાંદીનો મુગટ પહેરાવાયો આજના વિશેષ દિને દાદાને ચાંદીનો મુગટ તથા જરદોશી વર્ક અને આકર્ષક ફૂલોની ડિઝાઇનવાળા વાઘા પહેરાવવામાં આવ્યા હતા. સમગ્ર ગર્ભગૃહને ઓર્કિડ અને ગુલાબના ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. વધુમાં, દાદાને સુખડી અને તાજા ફ્રુટનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. મંદિરમાં વહેલી સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી વડતાલના ડૉ. સંતવલ્લભદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે ૭:૦૦ કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી સંપન્ન થઈ હતી. શનિવાર હોવાથી મોટી સંખ્યામાં હરિભક્તોએ ઉમટી પડી દાદાના દિવ્ય દર્શન અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ પણ વાંચો : Railway News : અમદાવાદ–તિરુચ્ચિરાપલ્લી તથા હાપા–નાહરલગુન સાપ્તાહિક સ્પેશલ ટ્રેનોના ફેરા વિસ્તારીત કરાયા 

Read Full Story arrow_forward
Banaskantha : પાલનપુર નજીકના ગામમાં યુવકમાં હડકવાના લક્ષણો દેખાતા મચ્યો હડકંપ, યુવકને દોરડાથી બાંધી હોસ્પિટલ ખસેડાયો
calendar_today January 31, 2026

Banaskantha : પાલનપુર નજીકના ગામમાં યુવકમાં હડકવાના લક્ષણો દેખાતા મચ્યો હડકંપ, યુવકને દોરડાથી બાંધી હોસ્પિટલ ખસેડાયો

બનાસકાંઠા જિલ્લાના નળાસર ગામે એક યુવકમાં હડકવાના લક્ષણો દેખાતા ગામમાં ખળભળાટ મચી ગયો છે.યુવક મુળ સાબરકાંઠાનો પીડિત યુવક મુળ સાબરકાંઠાના એક ગામનો છે અને હાલ નળાસર ગામે ભાગીયા તરીકે કામ કરતો હતો. યુવકમાં અચાનક હડકવાના લક્ષણો જોવા મળ્યા મામલાના વિગત પ્રમાણે, યુવકમાં અચાનક હડકવાના લક્ષણો જોવા મળ્યા, જેની જાણ થતાં પિતાએ તરત પોલીસને સંપર્ક કર્યો. પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક લોકો તાત્કાલિક દોરડેથી યુવકને પકડીને સલામતીની દ્રષ્ટિએ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો, જ્યાં તેની તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. ત્રણ માસ પહેલા યુવકને શ્વાન કરડ્યો હતોસ્થાનિકોએ જણાવ્યું કે, ત્રણ માસ પહેલા શ્વાન કરડ્યો હતો. જેના કારણે હાલમાં હડકવાની અસર જોવા મળી છે. ગામમાં ભાગીયા તરીકે કામ કરતી વખતે તેનામાં અચાનક હડકવાના લક્ષણો જોવા મળતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી વીડિયોના કારણે લોકોમાં ભય જોવા મળ્યો આ યુવક જે રીતે હરકતો કરતો હતો તેના દ્રષ્યો વાયરલ થયા છે અને તે દ્રષ્યો જોતાં તેને શ્વાન કરડ્યું હોય અને ત્યારબાદ તેને હડકવા થયો હોય તેમ લાગી રહ્યું છે. આ વીડિયોના કારણે લોકોમાં ભય જોવા મળ્યો હતો. આ પણ વાંચો-----     Vadodara : રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપરથી બાળકનું અપહરણ, પોલીસે અપહરણકાર સાથે બાળકને હાલોલ બસ સ્ટેશનમાંથી શોધી કાઢ્યો

Read Full Story arrow_forward