android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : પાટણ નગરપાલિકાની સભા ઉગ્ર બની, ભાજપના બે કોર્પોરેટરો એકબીજા સાથે ઝગડ્યા, ચીફ ઓફિસરે કોર્પોરેટરોને ભ્રષ્ટાચારી કહ્યા
calendar_today January 29, 2026

Gujarat Latest News Live : પાટણ નગરપાલિકાની સભા ઉગ્ર બની, ભાજપના બે કોર્પોરેટરો એકબીજા સાથે ઝગડ્યા, ચીફ ઓફિસરે કોર્પોરેટરોને ભ્રષ્ટાચારી કહ્યા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 29 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ambaji: પવિત્ર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ, એક જ સ્થળે થશે દિવ્ય શક્તિના દર્શન
calendar_today January 29, 2026

Ambaji: પવિત્ર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ, એક જ સ્થળે થશે દિવ્ય શક્તિના દર્શન

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે આવતીકાલથી ત્રિ-દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને સ્વપ્ન સમાન આ શક્તિપીઠ પરિક્રમા માર્ગ પર લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બનશે. આ મહોત્સવ 1 ફેબ્રુઆરી સુધી ચાલશે.એક જ જન્મમાં 51 શક્તિપીઠના દર્શનનો લ્હાવોહિન્દુ ધર્મમાં 51 શક્તિપીઠોનું વિશેષ મહત્વ છે, જે સમગ્ર ભારતીય ઉપખંડમાં પથરાયેલા છે. દરેક શક્તિપીઠ પર જવું સામાન્ય ભક્ત માટે મુશ્કેલ હોય છે, પરંતુ અંબાજી ગબ્બર ખાતે તૈયાર કરવામાં આવેલા આ વિશેષ પરિક્રમા માર્ગને કારણે ભક્તોને એક જ સ્થળે અને એક જ જન્મમાં તમામ 51 શક્તિપીઠોના દર્શન કરવાની સુવર્ણ તક મળી રહી છે.મહોત્સવની મુખ્ય વિશેષતાઓઆ મહોત્સવ આવતીકાલથી શરૂ થઈને 1 ફેબ્રુઆરી સુધી ચાલશે. ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડે તેવી શક્યતા છે.બનાસકાંઠા વહીવટી તંત્ર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પરિક્રમા માર્ગ પર લાઈટિંગ, પીવાનું પાણી અને સુરક્ષા સહિતની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.પીએમ મોદીનું સ્વપ્ન સાકારવડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે ગબ્બર ખાતે આ પવિત્ર શક્તિપીઠોના પ્રતિક મંદિરો બનાવવાનું સ્વપ્ન સેવ્યું હતું. આજે આ સ્થળ વિશ્વભરના શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પરિક્રમા દરમિયાન ભક્તો વિવિધ શક્તિપીઠોના શાસ્ત્રોક્ત મહત્વ વિશે પણ માહિતગાર થશે.યાત્રિકોની સુવિધા માટે તંત્ર દ્વારા વિશેષ બસો અને રહેવાની વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ગબ્બર પર્વતની તળેટીમાં મહોત્સવને અનુરૂપ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ધાર્મિક વિધિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ પણ વાંચો: Surat: લોનના બહાને છેતરપિંડી કરતું કોલ સેન્ટર ઝડપાયું, સાયબર ક્રાઇમ પોલીસે એક ઠગને દબોચ્યો

Read Full Story arrow_forward
Surat news: રિક્ષા ચાલક સાથે લૂંટ અને સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય, પોલીસે બે આરોપીઓનો વરઘોડો કાઢ્યો
calendar_today January 29, 2026

Surat news: રિક્ષા ચાલક સાથે લૂંટ અને સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય, પોલીસે બે આરોપીઓનો વરઘોડો કાઢ્યો

ડાયમંડ સિટી સુરતમાં રિક્ષાચાલકને નિશાન બનાવી લૂંટ ચલાવ્યા બાદ તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરનારા નરાધમોને પોલીસ દ્વારા કાયદાના પાઠ ભણાવવામાં આવ્યા છે. ઉત્રાણ પોલીસ દ્વારા આ જઘન્ય અપરાધ કરનારા આરોપીઓનું મોટા વરાછા વિસ્તારમાં જાહેરમાં રી-કન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું અને ઉઘાડા પગે તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો.ક્રૂરતાની હદ વટાવી હતી આરોપીઓએ થોડા દિવસો પહેલા આરોપી અર્જુન ભોજવીયા અને વિજય ભોજવીયાએ એક નિર્દોષ ઓટો રિક્ષાચાલકને અવાવરુ જગ્યાએ આંતરી તેની પાસેથી લૂંટ ચલાવી હતી. લૂંટ કર્યા બાદ પણ સંતોષ ન માનતા, આ નરાધમોએ રિક્ષાચાલક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરી માનવતા લજવી હતી. આ મામલે ઉત્રાણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરી એક સગીર સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી હતી. દયાની ભીખ માંગતા નજરે પડ્યા નરાધમો આજે પોલીસ દ્વારા મુખ્ય આરોપી અર્જુન અને વિજયને ઘટના સ્થળે લઈ જઈ રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસની કડક કાર્યવાહી જોઈને આરોપીઓનો અહંકાર ઓગળી ગયો હતો. જાહેરમાં વરઘોડો નીકળતા બંને આરોપીઓ રસ્તા પર બે હાથ જોડીને દયાની ભીખ માંગતા અને માફી માંગતા જોવા મળ્યા હતા. તેઓએ કબૂલાત કરી હતી કે હવે પછી આવું કૃત્ય ક્યારેય નહીં કરે. પોલીસે આરોપીઓને ઉઘાડા પગે ચાલાવીને ઘટનાનું પુનરાવર્તન કરાવ્યું હતું. આ દ્રશ્યો જોઈ સ્થાનિક રહીશોમાં પણ પોલીસની કામગીરી પ્રત્યે સંતોષ જોવા મળ્યો હતો. સુરત પોલીસે આ કાર્યવાહી દ્વારા ગુનેગારોમાં ફફડાટ પેદા કરી દીધો છે. આ પણ વાંચો - Surat: લોનના બહાને છેતરપિંડી કરતું કોલ સેન્ટર ઝડપાયું, સાયબર ક્રાઇમ પોલીસે એક ઠગને દબોચ્યો

Read Full Story arrow_forward