android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Navneet Baladhiya કેસમાં લાઈવ વીડિયો મેળવનારા પોલીસ રડારમાં, SIT દ્વારા વધુ 3 શખ્સોની આકરી પૂછપરછ
calendar_today January 28, 2026

Navneet Baladhiya કેસમાં લાઈવ વીડિયો મેળવનારા પોલીસ રડારમાં, SIT દ્વારા વધુ 3 શખ્સોની આકરી પૂછપરછ

નવનીત બાલધિયા પર થયેલા હિંસક હુમલાની ઘટનાને આજે 30 દિવસ વીતી ગયા હોવા છતાં, પોલીસ અને SIT હજુ પણ આ ગુનાના મૂળ સુધી પહોંચવા મથામણ કરી રહી છે. છેલ્લા 23 દિવસથી SIT આ કેસની ઝીણવટભરી તપાસ કરી રહી છે, જેમાં અત્યાર સુધી લોકસાહિત્યકાર માયા આહીરના પુત્ર જયરાજ આહીર સહિત 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછનો નવો દોર શરૂ આજે SIT દ્વારા વધુ ત્રણ શખ્સો શૈલેષ બારૈયા, પ્રવીણ બાંભણીયા અને દિનેશ ઉર્ફે ગોલ્ડનને પૂછપરછ માટે તેડું મોકલવામાં આવ્યું હતું. આ ત્રણેય શખ્સોની સતત દોઢ કલાક સુધી સઘન પૂછપરછ કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે જ્યારે નવનીત બાલધિયાને નિર્દયતાથી માર મારવામાં આવી રહ્યો હતો, ત્યારે આરોપીઓએ આ ઘટનાનો લાઈવ વીડિયો ઉતાર્યો હતો. આ વીડિયો જે-તે સમયે જે વ્યક્તિઓને મોકલવામાં આવ્યો હતો, તેમાં આ ત્રણેયનો સમાવેશ થાય છે. વીડિયો મોકલવા પાછળનો હેતુ શું હતો SIT અત્યારે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ વીડિયો મોકલવા પાછળનો હેતુ શું હતો? શું આ કોઈ ડર ફેલાવવાનું ષડયંત્ર હતું કે પછી અન્ય કોઈ વ્યક્તિઓના ઈશારે આ કૃત્ય આચરવામાં આવ્યું હતું? પોલીસ અત્યાર સુધી 23થી વધુ લોકોના નિવેદનો નોંધી ચૂકી છે. ઘટનાના એક મહિના બાદ પણ તપાસની આંચ ઓછી થઈ નથી. ડિજિટલ પુરાવાઓ અને વાયરલ થયેલા વીડિયોના આધારે SIT આ કેસમાં અન્ય મોટા માથાઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી રહી છે. આગામી દિવસોમાં વધુ કેટલીક ચોંકાવનારી ધરપકડો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.આ પણ વાંચોઃ Ahmedabad ક્રાઇમ બ્રાન્ચની ઐતિહાસિક સિદ્ધિ, UIDAI સાથે કરાર કરનાર દેશની પ્રથમ એજન્સી બની

Read Full Story arrow_forward
Gujarat News: રાજ્યની આઠ મનપાના મેયર અને કમિશ્નરને ગાંધીનગરથી તેડું, મુખ્યમંત્રી સાથે બેઠક યોજાશે
calendar_today January 28, 2026

Gujarat News: રાજ્યની આઠ મનપાના મેયર અને કમિશ્નરને ગાંધીનગરથી તેડું, મુખ્યમંત્રી સાથે બેઠક યોજાશે

ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા વિકાસના કામોને વેગ આપવામાં આવ્યો છે. રાજ્યના નાના અને મોટા શહેરોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની કામગીરી માટે સરકાર દ્વારા કમર કસવામાં આવી છે. ત્યારે રાજ્યની આઠ મહાનગર પાલિકાના મેયર, કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ગાંધીનગરથી તેડું આવ્યું છે. ગુરૂવારે બપોરે બે વાગ્યે હાજર થવા સૂચના આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પણ હાજર રહેવા આદેશ ગુજરાતની આઠ મહાનગર પાલિકાઓના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવનાર છે. ગુરૂવારે રાજ્ય સરકાર દ્વારા એક ખાસ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં રાજ્યની આઠ મહાનગર પાલિકાના મેયર, કમિશનર સહિત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પણ ગુરુવારે બપોરે 12 વાગ્યે ગાંધીનગરમાં હાજર થવા સૂચના આપવામાં આવી છે. ગુરૂવારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળશે. જેમાં વિકાસ કામો માટેની સમીક્ષા હાથ ધરવામાં આવશે.આ પણ વાંચોઃ Gandhinagar News: અમદાવાદ મહેસાણા વચ્ચેના હાઈવેને 2630 કરોડના ખર્ચે આઠ માર્ગીય કરવાની મંજૂરી

Read Full Story arrow_forward
CBIએ મુંબઈમાં 3 ભાગેડુ ગુનેગારોની કરી ધરપકડ, મલેશિયા ડિપોર્ટ કરવામાં આવ્યા
calendar_today January 28, 2026

CBIએ મુંબઈમાં 3 ભાગેડુ ગુનેગારોની કરી ધરપકડ, મલેશિયા ડિપોર્ટ કરવામાં આવ્યા

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ ઈન્ટરપોલની મદદથી એક મોટું આંતરરાષ્ટ્રીય ઓપરેશન હાથ ધર્યું છે. મલેશિયન એજન્સીઓ સાથે મળીને CBIએ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી રેડ નોટિસના 3 આરોપીઓની ધરપકડ કરી અને તેમને ભારતમાંથી મલેશિયા મોકલી દીધા છે.3 આરોપીઓને દેશનિકાલ કરવામાં આવ્યા મળતી માહિતી મુજબ જે 3 આરોપીઓને દેશનિકાલ કરવામાં આવ્યા છે, તેમાં શ્રીધરન સુબ્રમણ્યમ, પ્રતિપ કુમાર સેલ્વરાજ અને નવીન્દ્ર રાજ કુમારસનનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓ સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓ સંબંધિત કેસોમાં મલેશિયન એજન્સીઓ દ્વારા વોન્ટેડ હોવાનું કહેવાય છે. તેમના પર ગંભીર ગુનાઓ કરવાના કાવતરા અને ગેરકાયદેસર નફો, સત્તા અને પ્રભાવ મેળવવાનો આરોપ છે. ત્રણેય લાંબા સમયથી વોન્ટેડ હતા. યુનાઈટેડ કિંગડમથી ભારતમાં પહોંચ્યા CBIના જણાવ્યા મુજબ ત્રણેય આરોપીઓ યુનાઈટેડ કિંગડમથી ભારત આવી રહ્યા હતા, પરંતુ મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈમિગ્રેશન અધિકારીઓએ તેમને પ્રવેશ આપવાનો ઈનકાર કર્યો હતો. ત્યારબાદ ઈન્ટરપોલની મલેશિયન શાખા, NCB કુઆલાલંપુરે ઔપચારિક રીતે NCB નવી દિલ્હીનો સંપર્ક કર્યો અને આરોપીઓને મલેશિયા મોકલવામાં મદદ માગી. મલેશિયન પોલીસ મુંબઈ પહોંચી કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રોયલ મલેશિયન પોલીસની એક એસ્કોર્ટ ટીમ 25 જાન્યુઆરી, 2026ના રોજ મુંબઈ આવી. CBI અને અન્ય ભારતીય એજન્સીઓની મદદથી ત્રણેય આરોપીઓને મંગળવારે (27 જાન્યુઆરી, 2026)ના રોજ સુરક્ષિત અને યોગ્ય રીતે મલેશિયા મોકલવામાં આવ્યા. આ કાર્યવાહીને ગુનેગારો સામે આંતરરાષ્ટ્રીય સહયોગનું એક મહત્વપૂર્ણ ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે. મજબૂત દ્વિપક્ષીય પોલીસ સહયોગ CBIએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી ભારત અને મલેશિયા વચ્ચે મજબૂત દ્વિપક્ષીય પોલીસ સહયોગ દર્શાવે છે. તે ઈન્ટરપોલ રેડ નોટિસની અસરકારકતા અને સરહદ પારના ગુનાઓનો સામનો કરવામાં આંતરરાષ્ટ્રીય સંકલન પણ દર્શાવે છે. CBIએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે ઈન્ટરપોલ રેડ નોટિસ આંતરરાષ્ટ્રીય સ્તરે ફરાર ગુનેગારોને શોધવા અને સંબંધિત દેશમાં તેમને ન્યાય અપાવવા માટે એક મહત્વપૂર્ણ સાધન છે.આ પણ વાંચો : Baramati Plane Crash News: પ્લેન ક્રેશની ઘટના માત્ર અકસ્માત છે, કોઇ ષડયંત્ર નથીઃ Sharad Pawar

Read Full Story arrow_forward