android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Knowledge: વિમાન ક્રેશ થતાં જ કેમ  ફેરવાઈ જાય છે આગના ગોળામાં, બળતણ કેટલું ખતરનાક?, જાણો
calendar_today January 28, 2026

Knowledge: વિમાન ક્રેશ થતાં જ કેમ ફેરવાઈ જાય છે આગના ગોળામાં, બળતણ કેટલું ખતરનાક?, જાણો

આમાં એવિએશન ટર્બાઇન ઇંધણ, હાઇડ્રોલિક તેલ અને અન્ય રસાયણોનો સમાવેશ થાય છે. પ્લેન ક્રેશની ઘટનાએ ફરી ખેંચ્યુ ધ્યાન મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન બારામતીમાં ઉતરાણ કરતી વખતે ક્રેશ થયું હતું. અકસ્માત સ્થળ પરથી મળેલા વીડિયોમાં વિમાન આગમાં લપેટાયેલું દેખાય છે. ક્રેશ થયા પછી તરત જ વિમાનમાં આગ કેમ લાગે છે અને આવી પરિસ્થિતિઓમાં બચવાની શક્યતાઓ શું છે. વિમાન ક્રેશ થતાં આગના ગોળામાં કેમ ફેરવાઈ જાય છે અને તેમાં વપરાતું બળતણ કેટલું ખતરનાક છે. જ્વલનશીલ પદાર્થોના કારણે આગ લાગી વિમાન ક્રેશ થતાં જ ઘણીવાર આગ લાગે છે કારણ કે અંદર મોટી માત્રામાં જ્વલનશીલ પદાર્થો હોય છે. આમાં એવિએશન ટર્બાઇન ઇંધણ, હાઇડ્રોલિક તેલ અને અન્ય રસાયણોનો સમાવેશ થાય છે. જ્યારે કોઈ વિમાન ક્રેશ થાય છે, ત્યારે આંચકાને કારણે બળતણ ટાંકી ફાટી જાય છે અને છલકાયેલું બળતણ તણખા અથવા ગરમ સપાટીના સંપર્કમાં આવતાં આગ પકડી લે છે. આ જ કારણ છે કે વિમાન થોડીક સેકન્ડોમાં આગના ગોળામાં ફેરવાઈ જાય છે. બળતણ સૌથી ઘાતક કારણ વિમાનમાં વપરાતું જેટ બળતણ અત્યંત ખતરનાક છે. તે 38 થી 72 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બળી શકે છે. જો આ બળતણ શ્વાસમાં લેવામાં આવે, તો આગ વગર પણ, તે ચક્કર, માથાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને ત્વચામાં બળતરા પેદા કરી શકે છે. આગ લાગવાની સ્થિતિમાં, આ બળતણ સૌથી ઘાતક કારણ બની જાય છે. દુર્ઘટના પછી, જો બળતણ ગરમ એન્જિન ભાગ, તણખા અથવા ખુલ્લી જ્વાળાના સંપર્કમાં આવે છે. આ પણ વાંચોઃ Fatty Liver And Cancer: પ્રોસેસ્ડ ફૂડ અને ફેટી ડાયટ વધારે છે લીવર કેન્સરનું જોખમ, જાણો શું છે લક્ષ્ણો? 

Read Full Story arrow_forward
Gandhinagar : આંગણવાડીના ભૂલકાંઓ માટે આધારશિલા, જૂન 2026થી રાજ્યમાં નવો અભ્યાસક્રમ થશે અમલી
calendar_today January 28, 2026

Gandhinagar : આંગણવાડીના ભૂલકાંઓ માટે આધારશિલા, જૂન 2026થી રાજ્યમાં નવો અભ્યાસક્રમ થશે અમલી

ગુજરાત રાજ્યના આંગણવાડીના બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેટ ECCE (Early Childhood Care and Education) કાઉન્સિલની તાજેતરમાં મળેલી બેઠકમાં પૂર્વ પ્રાથમિક અભ્યાસક્રમ આધારશિલાને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. નવો અભ્યાસક્રમ જૂન 2026 ના શૈક્ષણિક વર્ષથી થશે લાગુ આ નવો અભ્યાસક્રમ જૂન 2026 ના શૈક્ષણિક વર્ષથી રાજ્યની તમામ આંગણવાડીઓમાં લાગુ કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને માત્ર પુસ્તકીયું જ્ઞાન આપવાને બદલે તેમના માનસિક અને શારીરિક વિકાસ પર ભાર મૂકવાનો છે. આ અંતર્ગત બાળકોને દરરોજ 4 કલાક રમત-ગમત સાથે ગમ્મતભર્યું શિક્ષણ આપવામાં આવશે. મારી વિકાસ યાત્રા પુસ્તિકાને પણ મંજૂરી મળી બાળકોના વિકાસના માપદંડોને ટ્રેક કરવા માટે “મારી વિકાસ યાત્રા” નામની ખાસ પુસ્તિકાને પણ મંજૂરી મળી છે. આ પુસ્તિકા દ્વારા દરેક બાળકની શીખવાની ક્ષમતા અને તેમના શારીરિક-માનસિક ફેરફારોનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવશે.આ અભ્યાસક્રમને અસરકારક રીતે લાગુ કરવા માટે રાજ્યભરની આંગણવાડી કાર્યકરોને વિશેષ તાલીમ આપવામાં આવશે. આ તાલીમ દ્વારા કાર્યકરો બાળકોને આધુનિક પદ્ધતિથી કેવી રીતે ભણાવવા અને રમત-ગમતમાં કેવી રીતે વ્યસ્ત રાખવા તે અંગે સજ્જ થશે. આ પણ વાંચોઃ Surat : ચીઝના નામે ઝેર? સુરતના સરથાણામાં 540 કિલો ચીઝનો અખાદ્ય જથ્થો ઝડપાયો

Read Full Story arrow_forward
Gandhinagar News: આદિવાસી વિસ્તારોમાં 2600 કરોડના ખર્ચે 2020 કિ.મીના પાકા બારમાસી રસ્તા તૈયાર કરાશે
calendar_today January 28, 2026

Gandhinagar News: આદિવાસી વિસ્તારોમાં 2600 કરોડના ખર્ચે 2020 કિ.મીના પાકા બારમાસી રસ્તા તૈયાર કરાશે

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વધુ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના આદિવાસી વિસ્તારોમાં આવેલા પરાઓને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત એકપણ વાર જોડાણ મળ્યું ન હોય તેવા 2011ની વસ્તી ગણતરી મુજબ 500થી વધુ વસ્તીના નોર્મલ એરિયા તથા 250થી વધુ વસ્તી ધરાવતા ટ્રાયબલ એરિયાના 1614 પરાઓને પ્રથમવાર પાકા બારમાસી રસ્તાથી જોડવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા 40 ટકા રકમ ચૂકવવામાં આવે છે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે,રાજ્યના આદિવાસી વિસ્તારોમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના 4 અંતર્ગત કરવામાં આવેલા સર્વેમાં 4781 પરાઓ પૈકી પ્રથમ તબક્કામાં 1614 પરાઓ પસંદ કરવામાં આવ્યા છે.આ પરાઓમાં કુલ 2020 કિલોમીટરના રસ્તા બનાવવામાં આવશે.આ રસ્તા અંદાજિત કુલ રૂ.2600 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. આ નવીન રોડ તૈયાર થવાથી આદિવાસી વિસ્તારના કુલ 1699 પરાઓમાં રહેતી અંદાજે 8 લાખથી વધુ વસ્તીને લાભ મળશે અને માળખાકીય સુવિધામાં વધારો થશે.આ સિવાય બાકી રહેલા સર્વેની ચકાસણી પણ કેન્દ્ર સરકાર દ્વારા ઝડપથી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત પરાઓને પાકા બારમાસી રસ્તાઓથી જોડવા માટે કેન્દ્ર દ્વારા 60 ટકા અને રાજ્ય સરકાર દ્વારા 40 ટકા રકમ ચૂકવવામાં આવે છે. આ પણ વાંચોઃ Gandhinagar News: રાજ્યની સહકારી સંસ્થાઓ અને મંડળીઓની ચૂંટણી છ માસ માટે મુલતવી રખાઈ

Read Full Story arrow_forward