android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Suratના લિંબાયત પોલીસની અસામાજિક તત્વોને ચેતવણી,કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો!
calendar_today January 28, 2026

Suratના લિંબાયત પોલીસની અસામાજિક તત્વોને ચેતવણી,કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો!

ડાયમંડ સિટી સુરતના લિંબાયત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળાવવાનો પ્રયાસ કરનારા અસામાજિક તત્વોને પોલીસે કડક ભાષામાં પાઠ ભણાવ્યો છે. થોડા દિવસો પૂર્વે એક રીક્ષા ચાલક પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં પોલીસે ગણતરીના દિવસોમાં 6 આરોપીઓની ધરપકડ કરી છે.સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા લિંબાયત વિસ્તારમાં તીક્ષ્ણ હથિયારો વડે રીક્ષા ચાલક પર હુમલો કરી ફરાર થઈ ગયેલા શખ્સોને પકડવા પોલીસે સીસીટીવી ફૂટેજનો સહારો લીધો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી પોલીસે તમામ 6 આરોપીઓને દબોચી લીધા હતા. માત્ર જેલ ભેગા કરવાને બદલે, પોલીસે આ ગુનેગારોને જે-તે ઘટના સ્થળે લાવીને સમગ્ર ગુનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસનો કડક મિજાજ જોઈ હુમલો કરનારા શખ્સોની શાન ઠેકાણે આવી ગઈ હતી અને તેમની ચાલ પણ બદલાઈ ગયેલી જોવા મળી હતી. આવારા તત્વોને પોલીસની કડક ચેતવણી આ કાર્યવાહી દ્વારા લિંબાયત પોલીસે અસામાજિક તત્વોને કડક ચેતવણી આપી છે કે, "કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો." જાહેરમાં રીકન્સ્ટ્રક્શન કરવાનો મુખ્ય હેતુ સામાન્ય જનતામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધારવાનો અને ગુનેગારોમાં કાયદાનો ભય પેદા કરવાનો છે. સ્થાનિક રહીશોએ પોલીસની આ કામગીરીને વધાવી લીધી છે. લિંબાયત પોલીસ સ્ટેશન દ્વારા આ મામલે વધુ કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે જેથી ગુનેગારોને કડકમાં કડક સજા અપાવી શકાય. આ પણ વાંચોઃ  Vadnagarમાં સગર્ભા મહિલાઓમાં તમાકુ અને માટી ખાવાના વ્યસનથી તંત્ર ચિંતિત

Read Full Story arrow_forward
ભારત Sukhoi જેવું વિમાન Superjet-100 બનાવશે, HALએ રશિયન કંપની સાથે કર્યો કરાર
calendar_today January 28, 2026

ભારત Sukhoi જેવું વિમાન Superjet-100 બનાવશે, HALએ રશિયન કંપની સાથે કર્યો કરાર

રશિયાના યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશન અને HAL વચ્ચે ભારતમાં રશિયન 'સુખોઈ સુપરજેટ-100'ના ઉત્પાદન માટે કરાર થયો છે. સુપરજેટ-100 મુસાફરી માટે ઉપલબ્ધ "તેજસ" અને "સુખોઈ-30 MKI" ફાઇટર જેટ સાથે આકાશમાં પોતાની પરાક્રમ સાબિત કરનાર હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ હવે એક નવા સીમાચિહ્નરૂપ બનવા માટે તૈયાર છે. HAL એ રશિયન કંપની યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશન સાથે કરાર કર્યો છે. ભારત હવે સુખોઈ-ડિઝાઇન કરેલા "સુપરજેટ-100" ના ઉત્પાદન માટે રશિયા સાથે સહયોગ કરશે. હવે સુપરજેટ-100 પર મુસાફરી માટે ઉપલબ્ધ થશે. HAL પાસે ઉત્પાદનની સાથે વેચાણ, સમારકામની જવાબદાર આ સોદો ભારતમાં હવાઈ મુસાફરીને બદલી નાખવા માટે તૈયાર છે. આ વિમાન ટૂંકા રનવેના "બાહુબલી" તરીકે ઓળખાય છે. તે ત્યાં પણ ઉતરી શકે છે જ્યાં મોટા વિદેશી વિમાનો ઉતરી શકતા નથી. આ મેગા ડીલ પર UACના CEO વાદિમ બદેહા અને HALના ચેરમેન ડૉ. ડી.કે. સુનિલ દ્વારા હસ્તાક્ષર કરાયા હતા. આ કરાર હેઠળ, HALને ભારતમાં સુપરજેટ-100નું ઉત્પાદન કરવાનું લાઇસન્સ પ્રાપ્ત થશે. HAL માત્ર ઉત્પાદન જ નહીં, પરંતુ વેચાણ, સમારકામ અને જાળવણી માટે પણ જવાબદાર રહેશે. શ્રેષ્ઠ ફાઇટર એરક્રાફ્ટનું ઉત્પાદન ભારતના ઘણા એરપોર્ટ, જેમ કે શિમલા, કુલ્લુ, અથવા ઉત્તર-પૂર્વમાં, ટૂંકા રનવે છે. જે મોટા બોઇંગ અથવા એરબસ વિમાનોને ત્યાં ઉતરતા અટકાવે છે. સુપરજેટ-100 ખાસ કરીને ટૂંકા રનવેથી ટેકઓફ અને લેન્ડિંગ માટે રચાયેલ છે. તે પર્વતીય અને મુશ્કેલ ભૂ-પ્રદેશમાં વાસ્તવિક "બાહુબલી" છે. સુખોઈ કંપની દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું. જે વિશ્વના શ્રેષ્ઠ ફાઇટર એરક્રાફ્ટનું ઉત્પાદન કરે છે. આ પણ વાંચોઃ NASA Research Plane Emergency Landing: હ્યૂસ્ટન એરપોર્ટ પર NASAના રિસર્ચ પ્લેનમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન આગ 

Read Full Story arrow_forward
Ajit Pawar Plane Crash : પ્લેનક્રેશની ઘટના બાદ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મહારાષ્ટ્ર પહોંચ્યા,  DyCM અજિત પવાર પત્ની સુનેત્રને મળી સાંત્વના પાઠવી
calendar_today January 28, 2026

Ajit Pawar Plane Crash : પ્લેનક્રેશની ઘટના બાદ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મહારાષ્ટ્ર પહોંચ્યા, DyCM અજિત પવાર પત્ની સુનેત્રને મળી સાંત્વના પાઠવી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 28 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward