android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News :  સુરતમાં જાણીતા ઉદ્યોગકાર વસંત ગજેરા અને ચુનીભાઇ ગજેરાને ત્યાં ITના વહેલી સવારથી દરોડા
calendar_today January 28, 2026

Surat News : સુરતમાં જાણીતા ઉદ્યોગકાર વસંત ગજેરા અને ચુનીભાઇ ગજેરાને ત્યાં ITના વહેલી સવારથી દરોડા

કતારગામ, પીપલોદ, વરાછા વિસ્તારમાં ઈન્કમટેકસે દરોડા પાડયા છે, સુરત સહિત મુંબઇમાં પણ IT દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, સ્કૂલની ઓફિસ, ડાયમંડ ઓફિસ અને રીયલ એસ્ટેટ ઓફિસ ખાતે આઈટીની ટીમ કામ કરી રહી છે. આ દરોડામાં મહાકાલ ગ્રુપના અનિલ બગદાણા અને તેમના ભાગીદારો તરુણ ભગત તથા પ્રવિણ ભૂત, તેમજ લક્ષ્મી ડાયમંડના ધીરુ ગજેરાને ત્યાં તપાસ ચાલી રહી છે.સુરતના અન્ય વેપારી અને ઉદ્યોગ જગતમાં ફફડાટ ઈન્કમ ટેકસ વિભાગે વહેલી સવારથી દરોડા પાડયા હતા અને આઈટીના મોટા કાફલા સાથે આ દરોડા પાડવામાં આવ્યા હતા, સુરતમાં ડાયમંડના ધંધા સાથે સંકળાયેલા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપ્યો છે. લક્ષ્મી ડાયમંડ ગ્રુપની વિવિધ જગ્યાઓ પર આ દરોડા પાડવામાં આવ્યા છે, વસંત ગજેરાના જે ગ્રુપ છે ધંધાને લઈ ત્યાં આગળ આ ચેકિંગ કરવામાં આવ્યું છે. IT અધિકારીઓની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. આ પણ વાંચો : Ahmedabad News : જેલ એ માત્ર સજાનું કેન્દ્ર નથી પણ સુધારણાની પાઠશાળા છે, બંદીવાનોના બાળકોએ શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવ્યું મોટુ સ્થાન

Read Full Story arrow_forward
Dangના સાપુતારાના ઘાટમાં સેનાનું વાહન પલટ્યું, ૩ જવાનો ઘાયલ
calendar_today January 28, 2026

Dangના સાપુતારાના ઘાટમાં સેનાનું વાહન પલટ્યું, ૩ જવાનો ઘાયલ

ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન ગણાતું સાપુતારા તેના સુંદર વળાંકો અને ઊંચા પહાડો માટે જાણીતું છે, પરંતુ આ જ વળાંકો ક્યારેક જોખમી સાબિત થતા હોય છે. તાજેતરમાં ડાંગ જિલ્લાના સાપુતારામાં ભારતીય સેનાના જવાનોને લઈ જતી એક ગાડી પલટી જવાની ગંભીર ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ૩ જવાનોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે અન્ય જવાનોનો આબાદ બચાવ થયો છે.સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો મળતી માહિતી મુજબ, ભારતીય સેનાની આ ગાડી મહારાષ્ટ્રના નાશિકથી રાજસ્થાનના જોધપુર તરફ જઈ રહી હતી. જ્યારે આ વાહન સાપુતારાના પહાડી માર્ગો પરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અથવા અન્ય કોઈ તાંત્રિક ખામીને કારણે ગાડી માર્ગ પર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીના પૂરજાઓ વેરવિખેર થઈ ગયા હતા. બચાવ કામગીરી અને ઈજાગ્રસ્તો આ ગાડીમાં કુલ ૧૦ જવાનો સવાર હતા. અકસ્માત થતા જ સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. ત્વરિત કાર્યવાહી કરીને તમામ જવાનોને ગાડીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. કમનસીબે, આ અકસ્માતમાં ૩ જવાનોને ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બાકીના ૭ જવાનોને સામાન્ય ઈજાઓ અથવા આંચકો લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. તંત્રની કાર્યવાહી ઘટનાની જાણ થતા જ ડાંગ પોલીસ અને સેનાના અન્ય અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલમાં અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. શું તે રસ્તાના જોખમી વળાંકને કારણે હતું કે ગાડીમાં કોઈ યાંત્રિક ખામી હતી, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. સેનાની આ ટુકડી નિયમિત મૂવમેન્ટના ભાગરૂપે જોધપુર જઈ રહી હતી ત્યારે આ કમનસીબ ઘટના બની હતી. આ પણ વાંચોઃ Ahmedabad News : કોંગ્રેસ નેતા હીરા જોટવાની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી, જેલવાસ યથાવત

Read Full Story arrow_forward
Ajit Pawar Plane Crash : અજિત પવારના નિધનથી ગુજરાત NCP માં શોક, અમદાવાદમાં નેતાઓએ અર્પી શ્રદ્ધાંજલિ
calendar_today January 28, 2026

Ajit Pawar Plane Crash : અજિત પવારના નિધનથી ગુજરાત NCP માં શોક, અમદાવાદમાં નેતાઓએ અર્પી શ્રદ્ધાંજલિ

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના આકસ્મિક નિધનથી સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે. અમદાવાદ ખાતે આવેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના કાર્યાલયમાં આજે એક ભાવુક શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઘટનાએ ગુજરાત NCP પ્રમુખ નિકુલ તોમરે અજિત પવારને શ્રદ્ધાંજલિ અર્પતા જણાવ્યું હતું કે, અજિત પવારનું નિધન એ માત્ર મહારાષ્ટ્ર જ નહીં પણ ભારતીય રાજનીતિ માટે એક મોટી ખોટ છે. તેઓ છ વખત મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદની જવાબદારી સંભાળીને રાજ્યના વહીવટી તંત્ર પર મજબૂત પકડ ધરાવતા હતા.નિકુલ તોમરનું નિવેદન નિકુલ તોમરે વધુમાં ઉમેર્યું હતું કે, અજિત પવાર માત્ર એક રાજનેતા જ નહીં પણ પ્રજાના પ્રશ્નોને જીવંત રાખનારા લોકનેતા હતા. તેઓ હંમેશા લોકોને રૂબરૂ મળી તેમની સમસ્યાઓ ધ્યાનથી સાંભળતા અને તે પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે જાણીતા હતા. ઘણીવાર જટિલ પ્રશ્નોના ઉકેલમાં વિલંબ કરનારા અધિકારીઓને તેઓ જાહેરમાં ખખડાવતા પણ ખરા, જેથી સામાન્ય જનતાના કામો અટકે નહીં. NCP કાર્યકરોએ 'દાદા' તરીકે ઓળખાતા આ નેતાના સેવાભાવી કાર્યોને યાદ કરી મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ પણ વાંચો : Ahmedabad News : કોંગ્રેસ નેતા હીરા જોટવાની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી, જેલવાસ યથાવત

Read Full Story arrow_forward