android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar News : ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા 29 લાભાર્થીઓને 7.60 લાખની જામીનગીરી વગર લોનનું વિતરણ કરાયું
calendar_today January 28, 2026

Surendranagar News : ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા 29 લાભાર્થીઓને 7.60 લાખની જામીનગીરી વગર લોનનું વિતરણ કરાયું

આ કાર્યક્રમમાં સરકારની 'આત્મનિર્ભર ભારત'ની સંકલ્પનાને સાકાર કરતા ૨૯ જેટલા લાભાર્થીઓને કુલ રૂ. ૭.૬૦ લાખની લોન સહાયના ચેક મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં લોન વિતરણની પ્રક્રિયાને વિવિધ તબક્કાઓમાં વહેંચીને સહાય પૂરી પાડવામાં આવી હતી. જે અંતર્ગત પ્રથમ તબક્કાના ૧૪ લાભાર્થીઓને ૧૫,૦૦૦ રૂપિયા લેખે, બીજા તબક્કાના ૮ લાભાર્થીઓને ૨૫,૦૦૦ રૂપિયા લેખે અને ત્રીજા તબક્કાના ૭ લાભાર્થીઓને ૫૦,૦૦૦ રૂપિયાની લોન એનાયત કરવામાં આવી હતી. પીએમ સ્વનિધિ યોજના એ માત્ર આર્થિક મદદ નથી, પરંતુ નાના વેપારીઓના આત્મસન્માનની ગેરંટી છે. બેંક મારફત કેશબેકની વિશેષ સુવિધા પણ ઉપલબ્ધ કરાવી સરકારની આ યોજનાની પારદર્શિતા અને પ્રોત્સાહન નીતિ મુજબ, જે વેપારીઓ સમયસર લોનની ચૂકવણી કરે છે તેમને ક્રમશઃ બીજા અને ત્રીજા તબક્કે વધુ રકમની લોન આપવાની જોગવાઈ છે. નગરપાલિકાના DAY-NULM વિભાગના પ્રોજેક્ટ મેનેજર અને સ્ટાફ દ્વારા ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડી ફોર્મ ભરવાથી લઈને લોન મંજૂરી સુધીની પ્રક્રિયા અત્યંત સરળ બનાવવામાં આવી છે. વધુમાં, લાભાર્થીઓને ડિજિટલ ઇન્ડિયા અભિયાન સાથે જોડીને ડિજિટલ વ્યવહાર કરવા બદલ બેંક મારફત કેશબેકની વિશેષ સુવિધા પણ ઉપલબ્ધ કરાવી આર્થિક સુધારાની પ્રક્રિયાને વેગવંતો બનાવવામાં આવ્યો છે. સત્તાવાર બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડવામાં આવ્યા વેપારીઓને કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને લાભાર્થીઓએ વડાપ્રધાનના રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓનું માર્ગદર્શન મેળવ્યું હતું. પી.એમ. સ્વનિધિ–પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના એ કેન્દ્ર સરકારની અત્યંત મહત્વકાંક્ષી યોજના છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય કોરોના કાળ બાદ આર્થિક સંકડામણ અનુભવતા શેરી ફેરિયાઓ અને નાના લારી-ગલ્લા ધારકોને કોઈ પણ પ્રકારની જામીનગીરી વગર વર્કિંગ કેપિટલ લોન પૂરી પાડવાનો છે. આ પહેલ દ્વારા નાના વેપારીઓને વ્યાજખોરોના ચુંગાલમાંથી મુક્ત કરાવી સત્તાવાર બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડવામાં આવ્યા છે. લાભાર્થીઓએ સરકારની આ લોકભોગ્ય યોજના બદલ સંતોષ વ્યક્ત કરી રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો. આ તકે ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, નગરપાલિકાના સભ્યો, પદાધિકારીઓ તેમજ DAY–NULM યોજનાના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ પણ વાંચો : Ahmedabad News : જેલ એ માત્ર સજાનું કેન્દ્ર નથી પણ સુધારણાની પાઠશાળા છે, બંદીવાનોના બાળકોએ શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવ્યું મોટુ સ્થાન

Read Full Story arrow_forward
Morbi માં 'વન વીક વન રોડ' અભિયાનમાં ઘર્ષણ, તખ્તસિંહજી રોડ પર વેપારીઓ અને તંત્ર આમને સામને
calendar_today January 28, 2026

Morbi માં 'વન વીક વન રોડ' અભિયાનમાં ઘર્ષણ, તખ્તસિંહજી રોડ પર વેપારીઓ અને તંત્ર આમને સામને

મોરબી શહેરમાં તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી દબાણ હટાવવાની કામગીરીને પગલે આજે ભારે તંગદિલી સર્જાઈ હતી. 'વન વીક વન રોડ' અભિયાન અંતર્ગત બુધવારે તખ્તસિંહજી રોડ પર જ્યારે તંત્રના કાફલાએ ડિમોલિશન શરૂ કર્યું, ત્યારે સ્થાનિક વેપારીઓ અને અધિકારીઓ આમને-સામને આવી ગયા હતા. તંત્ર દ્વારા વેપારીઓનો માલ-સામાન જપ્ત કરવાનું શરૂ કરાતા મામલો બિચક્યો હતો અને વેપારીઓએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. આ હંગામાને કારણે શહેરને જોડતા મુખ્ય રસ્તા પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી, જેના લીધે વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા.વેપારીઓનો માલ જપ્ત કરાતા રોષ આ ઘટનાને પગલે રાજકારણ પણ ગરમાયું છે, જેમાં કોંગ્રેસે મેદાને આવી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે તંત્ર માત્ર નાના વેપારીઓને નિશાન બનાવીને તેમને હેરાન કરી રહ્યું છે, જ્યારે મોટા માથાના દબાણો સામે આંખ આડા કાન કરવામાં આવે છે. વેપારીઓએ ચીમકી આપી છે કે જો આ પ્રકારે પક્ષપાતી રીતે માલ-સામાન જપ્ત કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હાલમાં પરિસ્થિતિને થાળે પાડવા માટે પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે. આ પણ વાંચો : Ajit Pawar Plane Crash : અજિત પવારના નિધનથી ગુજરાત NCP માં શોક, અમદાવાદમાં નેતાઓએ અર્પી શ્રદ્ધાંજલિ

Read Full Story arrow_forward
Ahmedabad ગ્રામ્ય કોર્ટમાં બોમ્બની ધમકીથી ખળભળાટ, ફાયર વિભાગની ગાડીઓ કોર્ટ પહોંચી
calendar_today January 28, 2026

Ahmedabad ગ્રામ્ય કોર્ટમાં બોમ્બની ધમકીથી ખળભળાટ, ફાયર વિભાગની ગાડીઓ કોર્ટ પહોંચી

અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થાને પડકાર ફેંકતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરની વ્યસ્ત ગણાતી મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ ધમકી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ઈમેલ મારફતે આપવામાં આવી હતી, જેને પગલે કોર્ટની કાર્યવાહીમાં પણ વિક્ષેપ પડ્યો હતો. ઇમેલ દ્વારા ફરી એક વખત મળી ધમકી ઈમેલ મળતાની સાથે જ કોર્ટ સત્તાવાળાઓએ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. પરિસ્થિતિની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડની ૩ ગાડીઓ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સાથે જ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડની ટીમ પણ કોર્ટ પરિસરમાં ઉતારી દેવામાં આવી હતી. સુરક્ષાના ભાગરૂપે સમગ્ર બિલ્ડિંગને ખાલી કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેથી કોઈ જાનહાનિ ન થાય. વારંવાર મળી રહી છે ધમકીઓ નોંધનીય છે કે, અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ધમકી મળવાની આ પ્રથમ ઘટના નથી. અગાઉ પણ અનેકવાર ઈમેલ કે ફોન દ્વારા આ જ પ્રકારે ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વારંવાર મળતી આ ધમકીઓને કારણે વકીલો, અસીલો અને કોર્ટ સ્ટાફમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ અત્યારે આ ઈમેલના આઈપી એડ્રેસ અને મોકલનારના મૂળ સુધી પહોંચવા માટે સાયબર ક્રાઈમની મદદ લઈ રહી છે. સુરક્ષામાં વધારો હાલમાં કોર્ટના દરેક ખૂણે-ખૂણે તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં આ એક હોક્સ કોલ અથવા કોઈની મજાક હોઈ શકે છે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી, પરંતુ તંત્ર કોઈ પણ પ્રકારનું જોખમ લેવા તૈયાર નથી. આવી ઘટનાઓ ન્યાયિક પ્રક્રિયામાં અવરોધ ઊભો કરે છે અને સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા કરે છે. આ પણ વાંચોઃ Dangના સાપુતારાના ઘાટમાં સેનાનું વાહન પલટ્યું, ૩ જવાનો ઘાયલ

Read Full Story arrow_forward