android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાંથી દારૂની ખાલી બોટલો મળી, D બ્લોકના ધાબા પર જામતી હતી દારુની મહેફિલ ?
calendar_today January 28, 2026

Ahmedabad News : ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાંથી દારૂની ખાલી બોટલો મળી, D બ્લોકના ધાબા પર જામતી હતી દારુની મહેફિલ ?

ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલના D બ્લોકના ધાબા પર દારુની મહેફિલ થયાનો આક્ષેપ વિધાર્થી દ્વારા કરવામાં આવ્યો છે, અંદાજિત 10થી વધુ વિદેશી દારુની ખાલી બોટલો મળી આવી છે, વિદેશી દારુની બોટલો મળતા સિક્યુરિટી સામે સવાલ ઉભા થયા છે, સિકયુરીટી છે તેમ છત્તા કઈ રીતે લોકો ધાબા સુધી પહોંચ્યા તે સવાલ છે. ફરી ગુજરાત યુનિવર્સિટી આવી વિવાદમાં શિક્ષણના ધામમાં મળી દારૂની બોટલો, ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી હોસ્ટેલના ધાબા પરથી દારૂની બોટલો મળી આવતા ખળભળાટ મચ્યો હતો, અગાઉ પણ પંડિત દિનદયાળની જન્મ જયંતી નિમિતે યોજાયેલ સફાઈ અભિયાન દરમિયાન કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી હતી. હોસ્ટેલમાં 24 કલાક સિક્યુરિટી ગાર્ડ અને વોર્ડનની હાજરી હોવા છતાં લોકો કઈ રીતે ધાબા સુધી પહોંચ્યા હશે અને દારૂની મહેફિલ માણી હશે તેને લઈ સવાલ ઉભા થયા છે. આ મુદ્દે હોસ્ટેલના વહીવટી તંત્ર સામે આકરા સવાલો ઉઠી રહ્યા છે ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં છોકરા અને છોકરીઓની હોસ્ટેલ આવેલી છે અને રોજના હજારો વિધાર્થીઓ આ કેમ્પસમાં આવતા હોય છે, દારૂની બોટલો તો મળી આવી છે પરંતુ સત્તાધીશો દ્વારા આ મામલે કોઈ તપાસ કરવામાં આવી નથી અને પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી નથી, અગાઉ ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના કેમ્પસમાં D બ્લોકની બાજુમાં ગાંજાના બે અલગ અલગ છોડ મળ્યા હતા, જેમાં એક 6.5 ફૂટનો છોડ હતો, જ્યારે અન્ય એક 5.5 ફૂટનો છોડ હતો. આ પણ વાંચો : Surendranagar News : ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા 29 લાભાર્થીઓને 7.60 લાખની જામીનગીરી વગર લોનનું વિતરણ કરાયું

Read Full Story arrow_forward
Kheda પોલીસ તંત્રમાં મોટો ફેરફાર, 4 PI ની એકસાથે આંતરિક બદલીથી ખળભળાટ
calendar_today January 28, 2026

Kheda પોલીસ તંત્રમાં મોટો ફેરફાર, 4 PI ની એકસાથે આંતરિક બદલીથી ખળભળાટ

ખેડા જિલ્લા પોલીસ તંત્રમાં વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા એકસાથે 4 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ની આંતરિક બદલીના ઓર્ડર જારી કરવામાં આવતા પોલીસ બેડામાં ચર્ચાઓ શરૂ થઈ છે. આ ફેરબદલ અંતર્ગત નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન અને ચકલાસી પોલીસ સ્ટેશન જેવા મહત્વના મથકોના અધિકારીઓની અદલાબદલી કરવામાં આવી છે. વહીવટી કાર્યક્ષમતા વધારવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ નિર્ણય લેવાયો હોવાનું માનવામાં આવે છે.પોલીસ ઇન્સ્પેક્ટરોની અદલાબદલી બદલીની વિગતો મુજબ, નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનના PI કે. ચૌધરીને હવે AHTU શાખામાં મૂકવામાં આવ્યા છે, જ્યારે તેમના સ્થાને PI વી.બી. વશની નિમણૂક કરવામાં આવી છે. તેવી જ રીતે, ચકલાસી પોલીસ સ્ટેશનના PI એમ. ભરવાડની બદલી મહિલા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે અને તેમના સ્થાને PI એસ.કે. કાંબડને ચકલાસીની જવાબદારી સોંપાઈ છે. આ આંતરિક બદલીઓના પગલે જે-તે પોલીસ સ્ટેશનોના કાર્યક્ષેત્રમાં નવા સમીકરણો જોવા મળશે. તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાનો નવો ચાર્જ સંભાળવા સૂચના આપવામાં આવી છે. આ પણ વાંચો : Morbi માં 'વન વીક વન રોડ' અભિયાનમાં ઘર્ષણ, તખ્તસિંહજી રોડ પર વેપારીઓ અને તંત્ર આમને સામને

Read Full Story arrow_forward
Kutchના મુન્દ્રામાં 2 કરોડનો ચેકડેમ વિવાદમાં, કોંગ્રેસના ભ્રષ્ટાચારના આક્ષેપ
calendar_today January 28, 2026

Kutchના મુન્દ્રામાં 2 કરોડનો ચેકડેમ વિવાદમાં, કોંગ્રેસના ભ્રષ્ટાચારના આક્ષેપ

કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં આવેલા ઝરપરા ગામમાં સરકારી યોજના હેઠળ બની રહેલા ચેકડેમના કામમાં મોટાપાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠતા તંત્ર દોડતું થઈ ગયું છે. અંદાજીત ૨ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલા આ ચેકડેમની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે કોંગ્રેસે ખોલી તંત્રની પોલ મુન્દ્રા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સ્થાનિક આગેવાન વિરમ શાખરાએ આ ભ્રષ્ટાચારને જનતા સામે ઉજાગર કર્યો છે. તેમણે ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ આક્ષેપ કર્યો છે કે, ચેકડેમના નિર્માણમાં વાપરવામાં આવતો માલસામાન અત્યંત હલકી ગુણવત્તાનો છે. સિમેન્ટ અને રેતીના મિશ્રણથી માંડીને પાયાના કામમાં નિયમોનું ઉલ્લંઘન કરીને માત્ર કાગળ પર જ મજબૂતી બતાવવામાં આવી રહી હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. જનતાના નાણાંનો વેડફાટ ૨ કરોડ જેવી મોટી રકમ જ્યારે ગ્રામીણ વિકાસ માટે ફાળવવામાં આવી હોય, ત્યારે કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓની મિલીભગતથી કામમાં લોટ-પાણીને લાકડા જેવી નીતિ અપનાવવામાં આવતી હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે. વિરમ શાખરાએ જણાવ્યું કે, જો આટલી નબળી ગુણવત્તાનું કામ થશે, તો ચોમાસાના પ્રથમ વરસાદમાં જ આ ચેકડેમ ધોવાઈ જવાની ભીતિ છે, જેનાથી ખેડૂતોને ફાયદો થવાને બદલે નુકસાન વેઠવું પડશે. કાર્યવાહીની માંગ કોંગ્રેસ સમિતિએ આ મામલે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે. જવાબદાર એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કામને ફરીથી ચકાસણી હેઠળ લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. જો આગામી દિવસોમાં સંતોષકારક તપાસ નહીં થાય, તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ પણ વાંચોઃ Ahmedabad ગ્રામ્ય કોર્ટમાં બોમ્બની ધમકીથી ખળભળાટ, ફાયર વિભાગની ગાડીઓ કોર્ટ પહોંચી

Read Full Story arrow_forward