android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dang News : ડાંગના સુબીરમાં 5 વર્ષની બાળકી પર દીપડાએ કર્યો હુમલો, ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે ખસેડાઈ
calendar_today January 28, 2026

Dang News : ડાંગના સુબીરમાં 5 વર્ષની બાળકી પર દીપડાએ કર્યો હુમલો, ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે ખસેડાઈ

ડાંગમાં દીપડાના હુમલામાં બાળકીને શરીરે ગંભીર ઇજા પહોંચી છે અને બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ છે, બાળકી ઘર પાસે રમી રહી હતી અને તે દરમિયાન અચાનક દીપડો આવીને હુમલો કરીને ફરાર થયો હતો. ડાંગ જિલ્લામાં દીપડાના હુમલાથી દીપડાની દહેશત સુબીર તાલુકાના દેહર ગામે પાંચ વર્ષીય બાળકી પર દીપડાએ બાળકી પર હુમલો કર્યો છે અને દહેર ગામના ધામદવિહિર ફળિયામાં ઘર આંગણે રમી રહેલ રિયા પર દીપડાએ કર્યો હુમલો. હુમલામાં બાળકીને દીપડાએ ગળાના ભાગેથી પકડી લીધી હતી અને ઘરના લોકો આવી જતા દીપડો બાળકીને મૂકીને ભાગી ગયો હતો, બાળકીની હાલત ગંભીર છે. દાદીએ બુમાબુમ કરતા દીપડો બાળકીને મુકી ભાગી ગયો ઇજાગ્રસ્ત રિયાને પ્રાથમિક સારવાર માટે આહવા સિવિલ ખસેડવામાં આવી છે અને ફરજ પરના ડોક્ટરે બાળકીની હાલત અંત્યત નાજુક હોવાથી સારવાર માટે વલસાડ ખસેડી છે. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા દહેર ગામમાં અલગ અલગ જગ્યા પર માનવ ભક્ષી દીપડાને પાંજરે પુરવા પાંજરા મુક્યા છે, છેલ્લા બે મહિનામાં જિલ્લામાં માનવજાત પર દીપડાના હુમલા વધતા સ્થાનિકોમાં દીપડાને લઈ ભયનો માહોલ છે. આ પણ વાંચો : Ahmedabad News : ગુજરાત ATSએ ધરપકડ કરેલ આતંકી ફૈઝાન શેખ 12 દિવસના રિમાન્ડ પર, આતંકી કેટલાક વર્ષોથી નવસારીમાં ટેલરિંગનું કામ કરતો 

Read Full Story arrow_forward
Baramati Plane Crash: DGCAએ 6ના મોતની કરી પુષ્ટિ, અજિત પવાર પ્લેનમાં હતા સવાર
calendar_today January 28, 2026

Baramati Plane Crash: DGCAએ 6ના મોતની કરી પુષ્ટિ, અજિત પવાર પ્લેનમાં હતા સવાર

મહારાષ્ટ્રના બારામતીમાં મોટી દુર્ઘટના સામે આવી છે. બારામતીમાં લેન્ડિંગ સમયે પ્લેન ક્રેશ થઇ ગયું. આ પ્લેનમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સવાર હતા. ડે.સીએમનું પ્લેન ક્રેશ થઇ જતા ચિંતાના વાદળો છવાયા છે.  દુર્ઘટનાના ફૂટેજ સામે આવ્યા છે.  દ્રશ્યોમાં દેખાઇ રહ્યું છે કે પ્લેન જબરદસ્ત રીતે  ક્રેશ થઇ ગયું છે.ધુમાડાના ગોટેગોટા ઉડી રહ્યા છે.  કહેવામાં આવી રહ્યું છે કે અજિત પવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.  અન્ય લોકો પણ પ્લેનમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.  આ પ્લેન પ્રાઇવેટ કંપનીનું હતું. જેમાં અજિત પવાર મુંબઇથી બારામતી જઇ રહ્યા હતા. જ્યાં તેઓ જન સંબોધન કરવાના હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે નાયબ મુખ્યમંત્રી અજિત પવાર ચૂંટણી પ્રચાર માટે બારામતી જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો. વિમાનમાં કેટલા લોકો સવાર હતા તે સ્પષ્ટ નથી. કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. અજિત પવાર જિલ્લા પરિષદની ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વિમાન બારામતીથી ત્રણથી ચાર કિલોમીટર દૂર ક્રેશ થયું હતું.   DGCAએ 6ના મોતની કરી પુષ્ટિડીજીસીએ દ્વારા આ પ્લેન ક્રેશમાં 6 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ કરી છે. અજિત પવારનું પણ મોત થયું છે.  3 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા- એસપી બારામતી ગ્રામીણ એસપી સંદીપ સિંહે જણાવ્યું હતું કે, "બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન એક વિમાન ક્રેશ થયું હતું. વિમાનના ક્રૂ પણ તેમાં સામેલ હતા. ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. કોઈપણ ઓળખ મળી હશે તો પૂરી પાડવામાં આવશે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમને અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે વિમાનના લેન્ડિંગ દરમિયાન કંઈક ખોટું થયું હોય તેવું લાગતું હતું. ચોક્કસ કારણ જાણી શકાય તે પછી જ તે પૂરું પાડવામાં આવશે.

Read Full Story arrow_forward
Stock Market Opening: ભારત યુરોપ વચ્ચે FTAની જાહેરાતથી શેરબજારમાં તેજી, સેન્સેક્સ 504 પોઇન્ટ ઉછળ્યો
calendar_today January 28, 2026

Stock Market Opening: ભારત યુરોપ વચ્ચે FTAની જાહેરાતથી શેરબજારમાં તેજી, સેન્સેક્સ 504 પોઇન્ટ ઉછળ્યો

ગુરુવારે 28 જાન્યુઆરી વૈશ્વિક બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતો વચ્ચે ભારતીય શેરબજારો મજબૂત રીતે ખુલ્યા. બેંકિંગ શેરોમાં સતત તેજીથી બજારને ટેકો મળ્યો. ભારત અને યુરોપ વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) ની જાહેરાતથી પણ બજારના સેન્ટિમેન્ટ પર સકારાત્મક અસર પડી. માર્કેટ તેજી સાથે ખૂલ્યું શેરબજાર 30  શેરો ધરાવતો BSE સેન્સેક્સ 81892  પર થોડો ઊંચો ખુલ્યો. તેણે તરત જ ગતિ પકડી. સવારે 9.30 કલાકે 504.34 પોઇન્ટના વધારા સાથે  82,361.82 અંકે ખૂલ્યો. તેવી જ રીતે  નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નિફ્ટી 50  25,334.10 પર મજબૂત રીતે ખુલ્યો. સવારે ૯:૨૪ વાગ્યે, તે +158.70  પોઈન્ટ અથવા 0.63  ટકા વધીને 25,334 પર ટ્રેડ થઈ રહ્યો હતો.આ 10 શેર બજારના 'હીરો' બન્યા બજારના ઉછાળા વચ્ચે સૌથી ઝડપથી વિકસતા શેરોની વાત કરીએ તો, એક્સિસ બેંક શેર (3.10%), રિલાયન્સ શેર (1.70%) અને ITC શેર (1.50%), જે બધા લાર્જ-કેપ કેટેગરીમાં છે, BSE સેન્સેક્સના ટોચના 10 હીરો શેરોની યાદીમાં આગળ રહ્યા. વધુમાં, ફોનિક્સ શેર (3.10%), સુઝલોન શેર (2.80%), સુપ્રીમ ઇન્ડિયા શેર (2.60%) અને HP શેર (2.10%), જે બધા મિડ-કેપ કેટેગરીમાં છે, તે ફાયદા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. સ્મોલ-કેપ શેરોમાં, MCX શેર (5.50%), રિલાયન્સ પાવર શેર (4.80%) અને ઝીલ શેર (4.30%) વધી રહ્યા હતા. ભારત-EU FTA ના ફાયદા શું છે? ભારત-EU મુક્ત વેપાર કરાર ભારત માટે મહત્વપૂર્ણ છે, અને આ જ કારણ છે કે સોદો અંતિમ સ્વરૂપ મળ્યા પછી શેરબજારે તેનું સ્વાગત કર્યું છે. કરાર હેઠળ, ભારત યુરોપિયન કાર પરના ટેરિફ ધીમે ધીમે ઘટાડીને 10% કરશે, જ્યારે ભારતમાં પ્રવેશતા 90% થી વધુ યુરોપિયન માલ પરના ટેરિફ નાબૂદ અથવા ઘટાડવામાં આવશે. મશીનરી (44%), રસાયણો (22%) અને દવાઓ (11%) પરના મોટાભાગના ટેરિફ નાબૂદ કરી શકાય છે. બીયર પરના ટેરિફ 50% અને દારૂ અને વાઇન પરના ટેરિફ 40% હોઈ શકે છે. જ્યુસ, પ્રોસેસ્ડ ફૂડ, એરક્રાફ્ટ અને અવકાશયાન પરના ટેરિફ શૂન્ય હોઈ શકે છે.

Read Full Story arrow_forward