android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ajit Pawar Plane Crash : મહારાષ્ટ્રના બારામતીમાં પ્લેન ક્રેશની ઘટનામાં DYCM અજીત પવારનું મોત
calendar_today January 28, 2026

Ajit Pawar Plane Crash : મહારાષ્ટ્રના બારામતીમાં પ્લેન ક્રેશની ઘટનામાં DYCM અજીત પવારનું મોત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 28 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Suratમાં સહારા દરવાજા બ્રિજ પર જ્વલનશીલ પદાર્થ ઢોળાયો, અનેક વાહનચાલકો લપસ્યા
calendar_today January 28, 2026

Suratમાં સહારા દરવાજા બ્રિજ પર જ્વલનશીલ પદાર્થ ઢોળાયો, અનેક વાહનચાલકો લપસ્યા

સુરત શહેરના સહારા દરવાજા બ્રિજ પર આજે સવારે જવનશીલ પ્રદાર્થ ઢોળાતા અનેક વાહનો લપસ્યા અને કેટલાક વાહન ચાલકો નીચે પટકાયા હતા જેથી અફરા તફરીનો માહોલ સર્જાયો હતોસદનસીબે મોટી દૂર્ઘટના અટકી ગઇ તાત્કાલિક અસર સાથે જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ભયજનક સ્થિતિને કાબૂમાં લેવા માટે જલદી પગલાં લીધા. સદનસીબે મોટી દૂર્ઘટના અટકી ગઇ હતી પાણીનો મારો ચલાવી પદાર્થ દૂર કરવા પ્રયાસો અધિકારીઓ દ્વારા જણાવાયું છે કે પાણીનો મારો ચલાવી પદાર્થ દૂર કરવા પ્રયાસો ચાલુ છે. પ્રાથમિક તપાસ મુજબ આ પ્રદાર્થ કોઈ ટેન્કરમાંથી ઢોળાયો હોવાનું સંશય છે. વધુ વિગતો માટે તપાસ ચાલુ છે.આ પણ વાંચો----    Maharashtra Plane Crash: બારામતીમાં લેન્ડિંગ સમયે પ્લેન ક્રેશ, અજિત પવાર પ્લેનમાં હતા સવાર

Read Full Story arrow_forward
Vadodara News : કમાટીબાગમાં માનવ મહેરામણ વચ્ચે તસ્કરીનો ખેલ, પોલીસે મહિલા ચોરની ધરપકડ કરી
calendar_today January 28, 2026

Vadodara News : કમાટીબાગમાં માનવ મહેરામણ વચ્ચે તસ્કરીનો ખેલ, પોલીસે મહિલા ચોરની ધરપકડ કરી

વડોદરાના પ્રસિદ્ધ સયાજીબાગ (કમાટીબાગ) ખાતે યોજાયેલા બાળમેળાના અંતિમ દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આ જનમેદનીનો ગેરલાભ ઉઠાવવા માટે તસ્કરોની ટોળકી સક્રિય થઈ હતી. મેળાની મજા માણવા આવેલા પરિવારોની ભીડનો લાભ લઈ તસ્કરોએ કિંમતી સામાન અને મોબાઈલ ફોન પર હાથફેરો કરવાનું શરૂ કર્યું હતું. જોકે, તસ્કરો પોતાની યોજનામાં સફળ થાય તે પહેલા જ સતર્ક નાગરિકોની નજરે ચડી ગયા હતા.મહિલા પાસેથી 5 મોબાઈલ મળ્યા ભીડમાં શંકાસ્પદ હલચલ જણાતા લોકોએ તસ્કરોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પકડાયેલા તસ્કરો પૈકી એક મહિલા પાસેથી પોલીસે 5 જેટલા ચોરીના મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. લોકોએ પકડેલા શખ્સોને પોલીસના હવાલે કર્યા હતા, જેના પગલે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે મેળામાં આવતા મુલાકાતીઓમાં પોતાની સુરક્ષાને લઈને ચર્ચા જાગી હતી, પરંતુ પોલીસની ત્વરિત કાર્યવાહીથી મોટી ચોરીની ઘટનાઓ ટળી હતી. આ પણ વાંચો : Ahmedabad News : ઉત્તરાયણની રજાઓમાં સાફ કરી નાખી ફેક્ટરી, મોજશોખ માટે ચોરી કરનારા ત્રણ પટણી મિત્રો જેલભેગા

Read Full Story arrow_forward