android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ajit Pawar Plane Crash : જાણો અજીત પાવર જે પ્લેનમાં સવાર હતા તે કઈ કંપનીનું હતું...
calendar_today January 28, 2026

Ajit Pawar Plane Crash : જાણો અજીત પાવર જે પ્લેનમાં સવાર હતા તે કઈ કંપનીનું હતું...

મહારાષ્ટ્રના રાજકારણમાંથી અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અજિત પવારનું ચાર્ટર્ડ વિમાન બારામતી રનવે પર લેન્ડિંગ કરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ ભયાનક અકસ્માતમાં અજિત પવાર સહિત વિમાનમાં સવાર તમામ પાંચ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. તેઓ મુંબઈથી બારામતી ખાતે આગામી જિલ્લા પંચાયતની ચૂંટણીના કાર્યક્રમોમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા ત્યારે આ હોનારત સર્જાઈ હતી.મહારાષ્ટ્રમાં શોકનો માહોલ દુર્ઘટનાગ્રસ્ત થયેલું વિમાન ઓપરેટર VSR નું લિયરજેટ 45 (Learjet 45) હતું, જેનો રજીસ્ટ્રેશન નંબર VT-SSK હતો. વિમાનમાં અજિત પવારની સાથે તેમના પી.એસ.ઓ., એક એટેન્ડન્ટ અને બે ક્રૂ મેમ્બર્સ (પાયલટ-ઈન-કમાન્ડ અને ફર્સ્ટ ઓફિસર) સવાર હતા. લેન્ડિંગ એપ્રોચ દરમિયાન થયેલા આ અકસ્માતે સમગ્ર દેશમાં હડકંપ મચાવી દીધો છે. અજિત પવાર મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા હતા અને છઠ્ઠી વખત નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા હતા. હાલ આ અકસ્માત પાછળના ટેકનિકલ કારણો જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ પણ વાંચો : Ajit Pawar Plane Crash : સોશિયલ મીડિયા પોસ્ટના અડધા કલાકમાં જ હોનારત, વિમાન દુર્ઘટનાની અંદરની વિગતો

Read Full Story arrow_forward
જે પ્લેનમાં બેઠા હતા અજિત પવાર તેમાં આવી ટેક્નિકલ ખામી, જુઓ હચમચાવી નાંખતી તસવીરો
calendar_today January 28, 2026

જે પ્લેનમાં બેઠા હતા અજિત પવાર તેમાં આવી ટેક્નિકલ ખામી, જુઓ હચમચાવી નાંખતી તસવીરો

બુધવારે સવારે મહારાષ્ટ્રના બારામતીમાં NCP નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારને લઈ જતું વિમાન ઉતરાણ કરવાનો પ્રયાસ કરતી વખતે ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં અજિત પવાર સહિત પાંચ લોકોના મોત થયા હતા.

Read Full Story arrow_forward
Ajit Pawar Plane Crash : મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારે કેટલો કર્યો હતો અભ્યાસ?
calendar_today January 28, 2026

Ajit Pawar Plane Crash : મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારે કેટલો કર્યો હતો અભ્યાસ?

અકસ્માત થતા તેમનું પ્લેન ક્રેશમાં કરૂણ મોત થયુ હતુ. રાજનીતિમાં તેમના યોગદાનને હંમેશા યાદ રખાશે. અજિત પવાર NCPના સંસ્થાપક શરદ પવારના ભત્રીજા હતા. ફક્ત રાજનીતિ સુધી જ અજિત પવારનું નામ ન રહ્યુ તેમણે સંગઠન પર જબરદસ્ત પકડ બનાવી હતી. તેમના અનુભવે પાર્ટીને એક અલગ જ ઉંચાઇ પર પહોંચાડી હતી. અજિત પવારે કેટલો અભ્યાસ કર્યો હતો અને સંઘર્ષ કર્યા પછી સત્તાના શિખર સર કર્યા હતા.અજિત પવાર : શિક્ષણ અને રાજકીય સફર મહારાષ્ટ્રની રાજનીતિમાં અજિત પવાર એક અનુભવી અને પ્રભાવશાળી નેતા તરીકે ઓળખાય છે. તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા છે અને સંગઠનાત્મક કુશળતા તથા પ્રશાસનિક અનુભવ માટે જાણીતા છે. શિક્ષણ: અજિત પવારની શરૂઆતની શિક્ષા બારામતીમાં થઈ હતી. તેમણે વર્ષ 1973-74માં મહારાષ્ટ્ર એજ્યુકેશન સેકન્ડરી હાઈસ્કૂલ, બારામતીમાંથી 12માની (HSC)ની પરીક્ષા પાસ કરી હતી. વિદ્યાર્થી જીવનથી જ તેમનો ઝુકાવ સામાજિક અને જાહેર જીવન તરફ રહ્યો. રાજનીતિમાં પ્રવેશ: યુવા વયથી જ તેઓ રાજનીતિ સાથે જોડાયા. સંગઠનાત્મક કાર્યોથી શરૂઆત કરીને તેઓ ધીમે ધીમે જનતા સાથે મજબૂત જોડાણ બનાવતા ગયા. ઝડપી નિર્ણયક્ષમતા અને પ્રશાસનિક સમજ તેમના મુખ્ય ગુણોમાં સામેલ છે. ઉપમુખમંત્રી તરીકે રેકોર્ડ: અજિત પવાર મહારાષ્ટ્રમાં સૌથી વધુ વખત ઉપમુખમંત્રી બનનારા નેતાઓમાં સામેલ છે. વિવિધ સરકારોમાં તેમણે આ જવાબદારી સંભાળી છે, જે એક મહત્વપૂર્ણ રાજકીય સિદ્ધિ માનવામાં આવે છે. આ પણ વાંચો: Ajit Pawar Plane Crash : પ્લેન ક્રેશ પહેલા મહારાષ્ટ્રના ડિપ્ટી CM અજિત પવારની અંતિમ પોસ્ટ, કોને કર્યા હતા યાદ?

Read Full Story arrow_forward