android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : નિર્માણ હાઇસ્કૂલ વસ્ત્રાપુર ખાતે T20 વર્લ્ડ કપની ઓફિશિયલ ટ્રોફીનું ભવ્ય આગમન થશે, ભૂતપૂર્વ વિદ્યાર્થી જસપ્રીત બુમરાહના સન્માનમાં યોજાશે કાર્યક્રમ
calendar_today January 27, 2026

Ahmedabad : નિર્માણ હાઇસ્કૂલ વસ્ત્રાપુર ખાતે T20 વર્લ્ડ કપની ઓફિશિયલ ટ્રોફીનું ભવ્ય આગમન થશે, ભૂતપૂર્વ વિદ્યાર્થી જસપ્રીત બુમરાહના સન્માનમાં યોજાશે કાર્યક્રમ

ભારતીય ક્રિકેટ ટીમને 17 વર્ષના લાંબા વિરામ બાદ પ્રાપ્ત થયેલી ICC T20 વર્લ્ડ કપની ઓફિશિયલ ટ્રોફી તારીખ 28/01/2026, બુધવારના રોજ નિર્માણ હાઇસ્કૂલ, વસ્ત્રાપુર ખાતે પ્રદર્શિત થનાર છે.જસપ્રીત બુમરાહની માતૃ સંસ્થા આ ટ્રોફી નિર્માણ હાઇસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી ભારતીય સ્ટાર ક્રિકેટર અને વિશ્વવિખ્યાત બોલર જસપ્રીત બુમરાહના સન્માનમાં તેમની માતૃ સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.  જસપ્રીત બુમરાહની માતા હાજર રહેશે આ ઐતિહાસિક ટ્રોફીના સન્માન માટે યોજાયેલા કાર્યક્રમમાં જસપ્રીત બુમરાહના માતા દલજીત કૌર, તેમના અન્ડર-19 મુસ્તાક અલી ચેમ્પિયન કોચ રાજીવ દેસાઈ, રણજીત ટ્રોફીના કોચ સાઇગલ સર અને હિતેશ સર, અજયભાઈ પટેલ (સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ, ઓલિમ્પિક ગેમ્સ ઓફ ઇન્ડિયા),  અનિલ પટેલ (સેક્રેટરી, GCA) તેમજ ગુજરાતી સાહિત્યના શિરમોર કુમારપાળભાઈ દેસાઈ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.  ટ્રોફી નિહાળવાની વ્યવસ્થા કરાઇ આ T20 વર્લ્ડ કપની ઓફિશિયલ ટ્રોફી સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધી શાળાના વિદ્યાર્થીઓ, આમંત્રિત મહેમાનો અને શાળા પરિવારના સભ્યોના દર્શનાર્થે મૂકવામાં આવશે. ત્યારબાદ બપોરે 12:00 થી 1:30 વાગ્યા સુધી અન્ય શાળાના વિદ્યાર્થીઓ તેમજ તમામ ક્રિકેટપ્રેમીઓ માટે ટ્રોફી નિહાળવા ખુલ્લી રાખવામાં આવશે. ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક પ્રસંગ નિર્માણ હાઇસ્કૂલ માટે આ પ્રસંગ ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક બની રહેશે, જેમાં એક વિદ્યાર્થીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટાર સુધીની સફરની પ્રેરણાદાયક કહાની નવી પેઢી સમક્ષ રજૂ થશે.આ પણ વાંચો----     Gandhinagar : ઠાકોર સમાજનું મહાસંમેલન, સમાજે બંધારણ બનાવ્યું છે તે પાળીશું તેવી પ્રતિજ્ઞા લેવાઇ

Read Full Story arrow_forward
Vadodara ના માર્ગો પર મોતનું ચક્ર, એક જ સપ્તાહમાં બીજી વાર ચાલુ વાહને હાર્ટ એટેકે લીધો જીવ
calendar_today January 27, 2026

Vadodara ના માર્ગો પર મોતનું ચક્ર, એક જ સપ્તાહમાં બીજી વાર ચાલુ વાહને હાર્ટ એટેકે લીધો જીવ

સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી અચાનક આવતા હાર્ટ એટેકનું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું છે. ખાસ કરીને ચાલુ વાહને હાર્ટ એટેક આવવાની વધતી ઘટનાઓએ વાહનચાલકો અને તંત્રમાં ફફડાટ ફેલાવી દીધો છે. આવી જ એક હૃદયદ્રાવક ઘટનામાં, એક 50 વર્ષીય રિક્ષાચાલકનું ચાલુ રિક્ષાએ હાર્ટ એટેક આવતા કરુણ મોત નીપજ્યું છે. રિક્ષા હંકારતા આવ્યો હાર્ટ એટેક મળતી માહિતી પ્રમાણે શહેરના ભરચક માર્ગ પર જ્યારે આ રિક્ષાચાલક પોતાની રોજગારી માટે રિક્ષા હંકારી રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલા હાર્ટ એટેકે તેમને સંભળવાનો મોકો પણ ન આપ્યો. 50 વર્ષની વયના આ પ્રૌઢને ચાલુ રિક્ષાએ છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો અને જોતજોતામાં રિક્ષાના સ્ટીયરિંગ પર જ તેઓ ઢળી પડ્યા હતા. આસપાસના લોકો અને રાહદારીઓ મદદ માટે દોડે તે પહેલા જ તેમનું ઘટનાસ્થળે નિધન થયું હતું. આ દ્રશ્ય એટલું આઘાતજનક હતું કે ત્યાં હાજર સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. અઠવાડિયામાં બીજી ઘટના બની સૌથી વધુ ચિંતાની વાત એ છે કે વડોદરામાં માત્ર એક જ અઠવાડિયામાં વાહન ચલાવતી વખતે હાર્ટ એટેક આવવાની આ બીજી ઘટના છે. હજુ ગણતરીના દિવસો પહેલા જ એક કારચાલકને રસ્તા પર વાહન ચલાવતી વખતે એટેક આવ્યો હતો. રસ્તા પર વાહન ચલાવતી વખતે આવતા આવા હુમલાઓ માત્ર ચાલક માટે જ જીવલેણ નથી, પરંતુ તે રસ્તા પરના અન્ય નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓ માટે પણ મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. શા માટે વધી રહી છે આ ઘટનાઓ? નિષ્ણાંતોના મતે, બદલાતી જીવનશૈલી, માનસિક તણાવ, વાયુ પ્રદૂષણ અને ખાનપાનની આદતો આ માટે જવાબદાર હોઈ શકે છે. ખાસ કરીને મધ્યમ વયના પુરુષોમાં બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના કારણે હાર્ટ પર લોડ વધી રહ્યો છે. આ પણ વાંચોઃ Gujarat Weather: રાજ્યમાં ઠંડીથી મળશે આંશિક રાહત, તાપમાનમાં ઘટાડો થતા રહેશે હૂંફાળું વાતાવરણ 

Read Full Story arrow_forward
Rajkot: RMC સીટી બસમાં મોતની સવારી, હેન્ડબ્રેક હોવા છતાં દોડી રહી છે બસો, ડ્રાઈવરે જ વીડિયો વાયરલ કરી ખોલી પોલ
calendar_today January 27, 2026

Rajkot: RMC સીટી બસમાં મોતની સવારી, હેન્ડબ્રેક હોવા છતાં દોડી રહી છે બસો, ડ્રાઈવરે જ વીડિયો વાયરલ કરી ખોલી પોલ

રાજકોટ મહાનગરપાલિકા (RMC) સંચાલિત સીટી બસ સેવા ફરી એકવાર વિવાદોના વંટોળમાં ફસાઈ છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ મુસાફરોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઇલેક્ટ્રિક સીટી બસમાં હેન્ડબ્રેક લાગેલી હોવા છતાં પણ બસ આસાનીથી રસ્તા પર દોડી રહી છે.વીડિયો બસના ડ્રાઈવર દ્વારા જ બનાવવામાં આવ્યોચોંકાવનારી વાત એ છે કે આ વીડિયો બસના ડ્રાઈવર દ્વારા જ બનાવવામાં આવ્યો છે. ડ્રાઈવરે તંત્રની બેદરકારીને ખુલ્લી પાડવા માટે આ વીડિયો વાયરલ કર્યો હોવાનું મનાય છે. વીડિયોમાં તે બતાવે છે કે બ્રેક સિસ્ટમ સદંતર નિષ્ફળ ગઈ છે, જે કોઈ પણ ક્ષણે મોટા અકસ્માતને નિમંત્રણ આપી શકે છે.ભૂતકાળની દુર્ઘટનામાંથી કોઈ પાઠ નહીંયાદ રહે કે થોડા સમય પહેલા જ રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે આવી જ એક ટેકનિકલ ખામીને કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બ્રેક ફેલ થવાને કારણે સર્જાયેલા એ અકસ્માતમાં 5 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આટલી મોટી હોનારત બાદ એવી અપેક્ષા હતી કે RMC અને બસ કોન્ટ્રાક્ટર દ્વારા તમામ બસોનું ફિટનેસ ચેકિંગ કરવામાં આવશે, પરંતુ આ વાયરલ વીડિયો સાબિત કરે છે કે સ્થિતિ હજુ પણ 'જૈસે થે' જ છે.આ પણ વાંચો: Surat જિલ્લા પંચાયતનો આકરો નિર્ણય, 18 વર્ષથી સેવા આપતા 50 થી વધુ કર્મચારીઓને એકાએક છૂટા કરાયા

Read Full Story arrow_forward