android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dwarka : ખંભાળિયા નગરપાલિકામાં લેટર કાંડ, સભ્યોની ખોટી સહીઓથી મંત્રી સુધી પહોંચ્યું બદલીનું કાવતરું!
calendar_today January 27, 2026

Dwarka : ખંભાળિયા નગરપાલિકામાં લેટર કાંડ, સભ્યોની ખોટી સહીઓથી મંત્રી સુધી પહોંચ્યું બદલીનું કાવતરું!

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયાની નગરપાલિકામાં હાલમાં એક પત્રેએ ભારે ચર્ચા જગાવી છે. આ પત્ર સામાન્ય નથી, પરંતુ પાલિકાના આંતરિક રાજકારણ અને વહીવટી ખટપટનો જીવતો જાગતો પુરાવો બનીને સામે આવ્યો છે. ચીફ ઓફિસરની બદલી કરાવવા માટે રચાયેલા એક કથિત કાવતરામાં હવે પાલિકાના જ કર્મચારીઓની સંડોવણી બહાર આવતા મામલો વધુ ગંભીર બન્યો છે. મંત્રી કનુભાઈ દેસાઈને સંબોધીને લખાયો હતો પત્ર થોડા સમય પૂર્વે રાજ્યના શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈને સંબોધીને એક પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્ર નગરપાલિકાના સત્તાવાર લેટર પેડ પર લખાયો હતો, જેમાં પાલિકાના ચીફ ઓફિસરની તાત્કાલિક અસરથી બદલી કરવાની માંગ કરવામાં આવી હતી. પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે સત્તાપક્ષના સભ્યો ચીફ ઓફિસરની કામગીરીથી નારાજ છે અને આ માંગણીમાં તમામ સભ્યોની સંમતિ છે. ખોટી સહીઓનો પર્દાફાશ જ્યારે આ પત્ર સાર્વજનિક થયો અને તેની જાણ સત્તાપક્ષના અન્ય સભ્યોને થઈ, ત્યારે મોટો ઘટસ્ફોટ થયો હતો. અનેક સદસ્યોએ સ્પષ્ટ કર્યું કે તેઓએ આવા કોઈ પત્ર પર સહી કરી નથી. તપાસમાં જાણવા મળ્યું કે લેટર પેડ પર પાલિકાના અનેક સભ્યોની ખોટી સહીઓ કરવામાં આવી હતી. ચૂંટાયેલા પ્રતિનિધિઓના નામે ખોટા દસ્તાવેજો ઊભા કરી મંત્રી સુધી પહોંચાડવાની આ હિંમત જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તપાસની સોય ઇજનેર તરફ આ લેટર કાંડમાં પાલિકાના જ કોઈ આંતરિક સૂત્રનો હાથ હોવાની શંકા દ્રઢ બની હતી. પ્રાથમિક તપાસમાં પાલિકાના વોટર વર્કસ ઇજનેર નંદાણીયા તરફ શંકાની સોય તાકવામાં આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે વહીવટી જૂથબંધીના કારણે ચીફ ઓફિસરને હટાવવા માટે આ પત્ર તૈયાર કરવામાં આવ્યો હોઈ શકે છે. તંત્રની કડક કાર્યવાહી આ ઘટનાને ગંભીરતાથી લઈને વહીવટી તંત્ર દ્વારા વોટર વર્કસ ઇજનેરને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. તેમને 14 દિવસની અંદર આ બાબતે લેખિત ખુલાસો રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. જો સંતોષકારક જવાબ નહીં મળે તો તેમની સામે કાયદેસરની અને શિસ્તભંગની કડક કાર્યવાહી થઈ શકે છે. આ પણ વાંચોઃ Vadodara ના માર્ગો પર મોતનું ચક્ર, એક જ સપ્તાહમાં બીજી વાર ચાલુ વાહને હાર્ટ એટેકે લીધો જીવ 

Read Full Story arrow_forward
Surat News: એક માર ખાય અને આઠ લોકો મારે તે મર્દાનગી ના કહેવાય, આવી દાદાગીરી સહન નહીં થાય: ધારાસભ્ય હીરા સોલંકી
calendar_today January 27, 2026

Surat News: એક માર ખાય અને આઠ લોકો મારે તે મર્દાનગી ના કહેવાય, આવી દાદાગીરી સહન નહીં થાય: ધારાસભ્ય હીરા સોલંકી

ભાવનગરના બગદાણામાં નવનીત બાલધિયાને માર મારવાની ઘટનામાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજને જેલ ભેગો કરવામાં આવ્યો છે.આ ઘટના બાદ સુરત ખાતે કોળી સમાજની એક બેઠક મળી હતી. આ બેઠકમાં ધારાસભ્ય હીરા સોલંકીએ આક્રમક અંદાજમાં નિવેદન આપ્યું હતું. તેમણે આડકતરી રીતે હવે કોળી સમાજ કોઈની દાદાગીરી સહન નહીં કરે તેવો પડકાર ફેંક્યો હતો. માર ખાવો અને માર મારવો એને મર્દાનગી કહેવાય સુરતમાં કોળી સમાજની બેઠકમાં ધારાસભ્ય હીરા સોલંકીએ કહ્યું હતું કે, માર ખાવો અને માર મારવો એને મર્દાનગી કહેવાય પણ એક માર ખાય અને આઠ લોકો મારે તેને મર્દાનગી ના કહેવાય. એક યુવાનને આઠ આઠ લોકો માર મારીને વીડિયો બનાવતા હતાં અને તેનાથી દહેશત ઉભી કરવા માંગતા હતાં. સ્વાભાવિક રીતે માર ખાવા વાળા વીડિયો ઉતારતા હોય છે. આ કેસમાં પોતે મારે છે અને વીડિયો ઉતારે છે. આજ પછી આવી દાદાગીરી સહન નહીં થાય આ બાબત મારા મગજમાં ખટકી ગઈ હતી. આજ પછી આવી દાદાગીરી સહન નહીં થાય. ચાહે કોઈ પણ હોય ખોટી દાદાગીરી સહન કરી લેવામાં નહીં આવે. આપણે તો ભડનો દીકરો માર ખાઈને પણ માફી નથી માગી આવ્યો. એ તેની મર્દાનગી છે. મને આ ઘટનાને લઈને ફોન આવ્યો અને મેં કહ્યું કાલે આવું છું. ત્યાર બાદ સમાજના અનેક યુવાનો સ્વયંભૂ ભેગા થયા હતાં. આ પણ વાંચોઃ Sports: શું અમેરિકામાં ફિફા વર્લ્ડકપ થશે રદ્દ, આ ટુર્નામેન્ટનો કરશે બોયકોટ!

Read Full Story arrow_forward
Botad : રાણપુરમાં મતદાર યાદી મુદ્દે હોબાળો, જીવિત હોવા છતાં 112 નાગરિકોને નામ કમીની નોટિસ
calendar_today January 27, 2026

Botad : રાણપુરમાં મતદાર યાદી મુદ્દે હોબાળો, જીવિત હોવા છતાં 112 નાગરિકોને નામ કમીની નોટિસ

બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં મતદાર યાદી સુધારણા કામગીરી દરમિયાન ગંભીર ગેરરીતિ સામે આવતાં ભારે હોબાળો સર્જાયો છે.જીવિત હોવા છતાં 112 નાગરિકોને નામ કમીની નોટિસ જીવિત અને નિયમિત મતદાન કરનાર હોવા છતાં 112 નાગરિકોને ફોર્મ નં. 7 હેઠળ ખોટી રીતે નામ કમી માટે નોટિસ ફટકારવામાં આવી હોવાનું સામે આવ્યું છે. 112 નાગરિકોની સંયુક્ત લેખિત અરજી આ ઘટનાથી રોષે ભરાયેલા રહીશો રાણપુર મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને 112 નાગરિકોની સંયુક્ત લેખિત અરજી આપી કડક રજૂઆત કરી હતી. તટસ્થ તપાસ થવી જરૂરી રહીશોએ આક્ષેપ કર્યો કે, વાંધા અરજી કરનાર વ્યક્તિ દ્વારા ખોટી માહિતી આપી નામ કમી માટે કાર્યવાહી કરાવવામાં આવી છે, જેની તટસ્થ તપાસ થવી જરૂરી છે. તમામ 112 નાગરિકોના નામ યથાવત્ રખાય રહિશોએ સ્પષ્ટ માંગ કરી હતી કે, ખોટી રીતે રદ કરાયેલા તમામ 112 નાગરિકોના નામ યથાવત્ મતદાર યાદીમાં પુનઃસ્થાપિત કરવામાં આવે. સાથે જ જવાબદાર તત્વો સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે. આવતા દિવસોમાં ઉગ્ર આંદોલન આ મુદ્દે રાણપુર મામલતદાર કચેરી દ્વારા સમગ્ર મામલે તપાસ કરવાની ખાતરી આપવામાં આવી છે. જોકે, રહીશોએ ચીમકી આપી છે કે જો યોગ્ય અને ન્યાયસંગત કાર્યવાહી નહીં થાય તો આવતા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ પણ વાંચો----    Gandhinagar : ઠાકોર સમાજનું મહાસંમેલન, સમાજે બંધારણ બનાવ્યું છે તે પાળીશું તેવી પ્રતિજ્ઞા લેવાઇ

Read Full Story arrow_forward