android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
ATS DIG સુનિલ જોશીનો ખુલાસો, નવસારીમાં સિલાઈ કામ કરતો ફૈઝાન કેવી રીતે બન્યો કટ્ટરપંથી? ATS એ પિસ્તોલ સાથે દબોચ્યો
calendar_today January 27, 2026

ATS DIG સુનિલ જોશીનો ખુલાસો, નવસારીમાં સિલાઈ કામ કરતો ફૈઝાન કેવી રીતે બન્યો કટ્ટરપંથી? ATS એ પિસ્તોલ સાથે દબોચ્યો

ગુજરાત આતંકવાદ વિરોધી દળ (ATS) એ નવસારી પોલીસ સાથે મળીને એક મોટા આતંકવાદી કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. દેશવિરોધી પ્રવૃત્તિઓ અને ટાર્ગેટેડ કિલિંગના ઈરાદે ઘાતક હથિયારો એકત્ર કરનાર મૂળ ઉત્તર પ્રદેશના 22 વર્ષીય યુવક ફૈઝાન શકીલ સલમાનીની નવસારીના ઝારાવાડ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે.ગુપ્ત બાતમી અને ટેકનિકલ સર્વેલન્સ ATS ના નાયબ પોલીસ અધીક્ષક હર્ષ ઉપાધ્યાયને ચોક્કસ બાતમી મળી હતી કે, નવસારીમાં દરજી કામ કરતો ફૈઝાન નામનો ઈસમ સોશિયલ મીડિયા દ્વારા કટ્ટરપંથી વિચારધારા ફેલાવી રહ્યો છે. ટેકનિકલ એનાલિસિસ દરમિયાન તેનું ઇન્સ્ટાગ્રામ આઈડી 'al.faizangaza' મળી આવ્યું હતું, જેના પરથી તે પ્રતિબંધિત સંગઠનોના સંપર્કમાં હોવાનું અને કાશ્મીરને ભારતથી અલગ કરવાના જેહાદી કાવતરામાં સામેલ હોવાનું જણાયું હતું. ઝડપાયેલા ઈસમ પાસેથી મળી આવેલી શંકાસ્પદ સામગ્રી 01 પિસ્તોલ અને 06 જીવતા કારતૂસ. ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ પર 'જૈશ-એ-મોહમ્મદ' અને 'અલ-કાયદા'ને સમર્થન આપતા ઉશ્કેરણીજનક વીડિયો. ભારતનો એવો નકશો જેમાં કાશ્મીર સિવાયનો ભાગ કાળો બતાવી કાશ્મીરમાં 'આઝાદ કાશ્મીર'નો ઝંડો દર્શાવ્યો હતો. દિલ્હીના કેટલાક નામાંકિત વ્યક્તિઓની યાદી અને તેમને "કૂતરાની મોતે મારવાની" ધમકી આપતું લખાણ. 'શા માટે અલ-કાયદા?' (Why Al-Qaeda?) શીર્ષક હેઠળના 29 પાનાના ઉર્દૂ અને અરબી દસ્તાવેજો મળી આવ્યા. ટાર્ગેટેડ કિલિંગનું ભયાનક કાવતરું પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તે છેલ્લા 6-7 મહિનાથી 'મોહમ્મદ અબુ બકર' નામના શખ્સના સંપર્કમાં હતો. જે વ્યક્તિઓએ પયગંબર સાહેબ વિષે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હોય, તેમની ઓળખ કરી 'ટાર્ગેટેડ કિલિંગ' (લક્ષિત હત્યા) કરવા માટે તેણે હથિયારો વતન ઉત્તર પ્રદેશથી મેળવ્યા હતા. તે મૌલાના મસૂદ અઝહરના ઉશ્કેરણીજનક બયાનથી પ્રભાવિત હતો અને યુવાનોને જેહાદ માટે ઉશ્કેરવાનું કામ કરતો હતો. કાયદેસરની કાર્યવાહી આરોપી ફૈઝાન અને વોન્ટેડ અબુ બકર વિરુદ્ધ ભારત સરકાર સામે સશસ્ત્ર બળવો કરવા, આતંક ફેલાવવા અને દેશની અખંડિતતાને નુકસાન પહોંચાડવાના ગુના હેઠળ UAPA (અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ), ભારતીય ન્યાય સંહિતા અને આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ પણ વાંચો : 

Read Full Story arrow_forward
India-EU Trade Deal : 90 ટકાથી વધુ પ્રોડેક્ટસ પર ટેરિફમાં થશે ઘટાડો, સામાન્ય માણસને કેટલો થશે ફાયદો?
calendar_today January 27, 2026

India-EU Trade Deal : 90 ટકાથી વધુ પ્રોડેક્ટસ પર ટેરિફમાં થશે ઘટાડો, સામાન્ય માણસને કેટલો થશે ફાયદો?

ભારત અને યુરોપ વચ્ચે એક ઐતિહાસિક વેપાર કરાર પર હસ્તાક્ષર થયા છે. લગભગ 2 દાયકાની તૂટક તૂટક વાટાઘાટો પછી, આ કરાર ભારતને ધીમે ધીમે તેના વિશાળ અને કડક રીતે નિયંત્રિત બજારને EU સાથે મુક્ત વેપાર માટે ખોલવાની મંજૂરી આપશે. આ વેપાર કરાર લગભગ 90 ટકા EU ઉત્પાદનો પરના ટેરિફને દૂર કરે છે અથવા ઘટાડે છે. ઘટાડેલા ટેરિફને કારણે ભારતમાં બીયર અને વાઈન પણ સસ્તા થશે.યુરોપથી આયાત કરાયેલો દારૂ સસ્તો થશે ભારતે 27 EU દેશોમાંથી આયાત થતા વાઈન અને બીયર પરના ટેરિફ ઘટાડ્યા છે. બીયર પરનો ટેક્સ ઘટાડીને 50% અને સ્પિરિટ પરનો ટેક્સ ઘટાડીને 40% કરવામાં આવ્યો છે. વધુમાં, વાઈન પરનો ટેક્સ ઘટાડીને 20-30% કરવામાં આવ્યો છે. આનાથી દેશમાં વિદેશી દારૂ, ખાસ કરીને યુરોપથી આયાત કરાયેલો દારૂ સસ્તો થશે. આ સાથે જ ભારતે બીયર અને વાઈન પરના ટેક્સ ઘટાડ્યા છે, જ્યારે કેટલાક ઉત્પાદનો પરના ટેરિફને શૂન્ય કરી દીધા છે. ઓલિવ તેલ, માર્જરિન અને વનસ્પતિ તેલ પરના ટેક્સને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યા છે. ફળોના રસ અને પ્રોસેસ્ડ ફૂડ પરના કરની પણ જાહેરાત કરવામાં આવી છે. પાસ્તા અને ચોકલેટ પરના ટેક્સ પણ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યા છે. શું કાર અને દવાઓ પણ થશે સસ્તી? વેપાર સોદામાં સૌથી મોટી જાહેરાત કાર પરના ટેરિફને લગતી હતી. ભારતે યુરોપથી આયાત થતી લક્ઝરી કાર અને મોટર વાહનો પરના ટેક્સમાં 110% થી ઘટાડો કરીને 10% કરવાની જાહેરાત કરી છે. જોકે, 2,50,000 વાહનોની મર્યાદા લાદવામાં આવી છે. વધુમાં, મશીનરી પરના 44% ટેક્સમાંથી મોટાભાગના ટેક્સને દૂર કરવામાં આવ્યો છે. કેમિકલ પરના 22% ટેક્સમાંથી મોટાભાગના ટેક્સને દૂર કરવામાં આવશે. ફાર્માસ્યુટિકલ્સ પરનો 11% ટેક્સ પણ દૂર કરવામાં આવ્યો છે. વધુમાં, લગભગ તમામ વિમાન અને અવકાશયાન ઉત્પાદનો પરના ટેક્સને દૂર કરવામાં આવ્યા છે. ભારતને 4,500 કરોડ રૂપિયાનું બજેટ મળશે મુક્ત વેપાર કરાર હેઠળ ભારતને ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવામાં મદદ કરવા માટે આગામી બે વર્ષમાં EU તરફથી €500 મિલિયન (આશરે 4,500 કરોડ) પ્રાપ્ત થશે. EU ટ્રેડમાર્ક્સ, ડિઝાઈન્સ, કોપીરાઈટ્સ અને વેપાર રહસ્યોને મજબૂત કાનૂની રક્ષણ મળશે. ઓનલાઈન વાણિજ્ય સલામત, ન્યાયી અને વિશ્વસનીય રહે તે સુનિશ્ચિત કરવા માટે ડિજિટલ વેપાર માટે એક ખાસ પ્રકરણ હશે. નાણાકીય અને દરિયાઈ સેવાઓમાં EU સેવા કંપનીઓને ભારતમાં વિશેષ વિશેષાધિકારો પ્રાપ્ત થશે. બજારની સુલભતામાં સુધારો નવા વ્યવસાય અને રોજગારની તકો ખોલશે. આ પણ વાંચો : India EU Trade Deal: 'મધર ઓફ ઓલ ડીલ' મામલે પત્રકાર પરિષદ, બન્ને દેશ વચ્ચે શરુ થયો નવો અધ્યાય

Read Full Story arrow_forward
ટાઈમપાસના બહાને Cafeમાં બેસવાનું માંડી વાળજો, થશે આટલા હજારને દંડ !
calendar_today January 27, 2026

ટાઈમપાસના બહાને Cafeમાં બેસવાનું માંડી વાળજો, થશે આટલા હજારને દંડ !

આજના ડિજિટલ યુગમાં કાફે માત્ર કોફી પીવાની જગ્યા નથી રહી. ખાસ કરીને બેંગલુરુ જેવા IT અને સ્ટાર્ટઅપ હબમાં, કાફે ધીમે ધીમે અનૌપચારિક ઓફિસ, મીટિંગ રૂમ અને મિત્રોની લાંબી ચર્ચાનું એક સ્પોર્ટ બની ગયું છે. લોકો એક કપ કોફીની જોડે લેપટોપ ખોલી કલાકો સુધી ટેબલ પર બેસી રહે છે. પરંતુ હવે આ રીતે બસેવું મોંઘુ પડી શકે છે. લગાવવામાં આવેલી નોટિસ તાજેતરમાં બેંગલુરુના એક રેસ્ટોરન્ટમાં લગાવવામાં આવેલી નોટિસે ભારે ચર્ચા ઊભી કરી છે. નોટિસ મુજબ, કાફેમાં મીટિંગ કરવાની મંજૂરી નથી અને જો કોઈ ગ્રાહક એક કલાકથી વધુ સમય માટે બેસે છે તો તેની પાસેથી પ્રતિ કલાક ₹1,000 વધારાનો ચાર્જ લેવામાં આવશે. આ નોટિસનો ફોટો સોશિયલ મીડિયા પર એક વ્યક્તિ દ્વારા શેર કર્યો હતો, જે થોડા જ મિનિટોમાં વાયરલ થઈ ગયો. ‘ગ્રાહકો પ્રત્યે કઠોર’ ઘણા વપરાશકર્તાઓએ આ નિર્ણયને ‘ગ્રાહકો પ્રત્યે કઠોર’ ગણાવ્યો. લોકોનું કહેવું છે કે કાફે હંમેશાં વાતચીત, ફ્રેશ થવા , મિત્રો સાથે ટાઇમ વિતાવવા અને મીટિંગ્સ માટેની ખુલ્લી જગ્યા રહી છે. ખાસ કરીને ફ્રીલાન્સર્સ, સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને વર્ક-ફ્રોમ-કાફે સંસ્કૃતિ અપનાવનારા લોકો માટે કાફે મહત્વપૂર્ણ છે. તેમના મતે, આવા નિયમો કાફેની આત્માને નષ્ટ કરે છે.  વ્યવસાય માલિકોએ આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો પરંતુ બીજી તરફ, ઘણા લોકો અને વ્યવસાય માલિકોએ આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો. રેસ્ટોરન્ટ માલિકોનું કહેવું છે કે જ્યારે ગ્રાહકો લાંબા સમય સુધી એક જ ટેબલ પર બેસી રહે છે અને ઓછો ઓર્ડર આપે છે, ત્યારે તેમને નુકસાન થાય છે. નવા ગ્રાહકો બેઠકો ન મળવાથી પાછા જતા રહે છે, જે સીધો વ્યવસાય પર પ્રભાવ પાડે છે. ખાસ કરીને ભાડું, સ્ટાફ ખર્ચ અને વીજળી જેવા ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું મુશ્કેલ બને છે. કાફેના નિયમ પૂરતો નથી આ વિવાદ ફક્ત એક કાફેના નિયમ પૂરતો સીમિત નથી. આ બદલાતી શહેરી જીવનશૈલી, વર્ક-ફ્રોમ-કાફે કલ્ચર અને નાના વ્યવસાયોની આર્થિક હકીકત વચ્ચેના સંઘર્ષને દર્શાવે છે. એક તરફ ગ્રાહકો કાફેને આરામદાયક અને ખુલ્લી જગ્યા તરીકે જુએ છે, તો બીજી તરફ રેસ્ટોરન્ટ માલિકો દરેક ટેબલને આવક સાથે જોડીને જુએ છે. ભવિષ્યમાં શક્ય છે કે કાફે અને ગ્રાહકો વચ્ચે નવી સમજણ વિકસે – જેમ કે અલગ વર્ક ઝોન, મિનિમમ ઓર્ડર પોલિસી અથવા સમય આધારિત ચાર્જ. હાલ માટે, આ નિર્ણયે કાફે કલ્ચર પર નવી ચર્ચા શરૂ કરી છે અને લોકોને વિચારવા મજબૂર કર્યા છે કે શું કાફે ખરેખર ઓફિસ બની શકે? આ પણ વાંચો : પ્રજાસત્તાક દિવસે રિલીઝ થઈ અને ઇતિહાસ રચ્યો! box office હલાવી દેનારી 7 ફિલ્મો, હવે OTT પર જુઓ

Read Full Story arrow_forward