android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News :  સુરતમાંથી 2.30 કરોડના ડ્રગ્સ સાથે નાઇઝેરિયન મહિલા ઝડપાવાનો કેસ, મહિલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડીકેટની સભ્ય હોવાની શંકા
calendar_today January 26, 2026

Surat News : સુરતમાંથી 2.30 કરોડના ડ્રગ્સ સાથે નાઇઝેરિયન મહિલા ઝડપાવાનો કેસ, મહિલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડીકેટની સભ્ય હોવાની શંકા

સુરત DRI મહિલાને લઇ વિદેશ મંત્રાલયને જાણ કરશે અને મહિલા પાસેથી જે ડ્રગ્સ મળ્યુ તે સૌથી ઘાતક હોવાનું ખુલ્યું છે, 2.30 કરોડના મેથામ્ફેટામાઇન-કોકેઇન ઝડપાયુ હતું. ડ્રગ્સ માફિયાઓ સામે ચાલી રહેલી ઝુંબેશમાં DRI ની સુરત ટીમને મોટી સફળતા મળી છે. સુરત રેલ્વે સ્ટેશન પરથી એક વિદેશી મહિલાને કરોડોની કિંમતના માદક પદાર્થો સાથે ઝડપી પાડીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. નાઇઝેરિયન મહિલા જે ડ્રગ્સ સાથે પકડાઈ તે સૌથી ઘાતક DRIએ ટ્રેનમાં બેસેલી મહિલાને 2.30 કરોડના મેથામ્ફેટામાઇન અને કોકેઇન સાથે ઝડપતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટની આશંકા સેવાઈ રહી છે અને ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં ફરીદાબાદથી મુંબઈ જઈ રહેલી નાઇઝેરિયન મહિલાની ધરપકડ કરવામાં આવી છે, 50 લાખની કિંમતનું 50 ગ્રામ કોકેઈન અને 900 ગ્રામ મેથામ્ફેટામાઇન મળી કુલ 2.30 કરોડની કિંમતનું ડ્રગ્સ મળ્યું હતું. કોઈ મોટી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ કામ કરી રહી હોય તેવી પ્રબળ શક્યતાઓ છે. નાઇઝેરિયન મહિલાની ધરપકડ કર્યા બાદ તેની જાણકારી વિદેશ મંત્રાલયને કરવામાં આવશે DRI ને મળેલી ચોક્કસ બાતમીના આધારે, મુંબઈથી અમૃતસર જતી ગોલ્ડન ટેમ્પલ મેઈલ ટ્રેનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ટ્રેન જ્યારે સુરત સ્ટેશન પર પહોંચી ત્યારે તેના ફર્સ્ટ ક્લાસ એસી કોચમાં મુસાફરી કરી રહેલી વિદેશી મહિલા અગફેડો ઓસાટાહેવમેન જોયને અટકાવી તેની તલાશી લેવામાં આવી હતી. આ પણ વાંચો : Surat News : સુરતમાં વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 1.71 કરોડ પડાવનાર આરોપીની સાયબર ક્રાઈમે કરી ધરપકડ 

Read Full Story arrow_forward
Vav Tharad : ભાભરમાં લગ્ન પ્રસંગની ઉજવણીમાં ભમરાના ઝૂંડનો હુમલો, મહેમાનોને ડંખ માર્યા, અફરા તફરીનો માહોલ
calendar_today January 26, 2026

Vav Tharad : ભાભરમાં લગ્ન પ્રસંગની ઉજવણીમાં ભમરાના ઝૂંડનો હુમલો, મહેમાનોને ડંખ માર્યા, અફરા તફરીનો માહોલ

વાવ થરાદ જિલ્લાના ભાભર ખાતે એક લગ્ન પ્રસંગે અચાનક ભમરાના ઝુંડે હુમલો કરી મહેમાનોને ડંખ મારતા અફરા તફરી અને નાસભાગ મચી ગઇ હતી. ઘાયલોને તત્કાળ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.ઠક્કર સમાજની વાડીમાં લગ્નની ઉજવણી ચાલી રહી હતી મળેલી માહિતી મુજબ ભાભરમાં આવેલી ઠક્કર સમાજની વાડીમાં લગ્નની ઉજવણી ચાલી રહી હતી, ત્યારે અચાનક ભમરાનું ઝૂંડ ધસી આવ્યું હતું અને લગ્નપ્રસંગમાં રહેલા લોકો પર હુમલો કરી ડંખ માર્યા હતા. નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા  તાત્કાલિક સારવાર માટે ઘાયલોને નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાના સમયે મહેમાનો ઉત્સાહપૂર્વક ઉજવણી કરી રહ્યા હતા, પરંતુ ભમરાના હુમલાને કારણે લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. ઘાયલોની સારવાર શરુ કરાઇ સરકારી હોસ્પિટલમાં ઘાયલોની સારવાર શરુ કરાઇ છે. લગ્ન પ્રસંગમાં ભમરાના ઝૂંડે અચાનક હુમલો કરતા ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો. આ પણ વાંચો---    Republic Day 2026 : વાવ–થરાદમાં રાજ્યકક્ષાની 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું ધ્વજ વંદન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત

Read Full Story arrow_forward
Gandhinagar News : ગાંધીનગરના ચિલોડામાં વરઘોડામાં ગાડી હટાવવાને લઈ થયું ધીંગાણું, પોલીસે મામલો થાળે પાડયો
calendar_today January 26, 2026

Gandhinagar News : ગાંધીનગરના ચિલોડામાં વરઘોડામાં ગાડી હટાવવાને લઈ થયું ધીંગાણું, પોલીસે મામલો થાળે પાડયો

એક જૂથે ઘરમાં ઘૂસીને હુમલો કરી તોડફોડ કરી હતી અને વરઘોડા સમયે ગાડી લેવાનું કહેતા થઇ હતી બબાલ અને મહિલા અને તેના ભાઇ પર કરાયો હતો હુમલો અને હુમલા મુદ્દે ફરિયાદ કરતા ફરી ઘર પર કરાયો હતો હુમલો ગામમાં નીકળેલા એક વરઘોડા દરમિયાન માત્ર રસ્તામાં નડતી કાર હટાવવાનું કહેવા જેવી સામાન્ય બાબતે બે કોમ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.વરરાજાના પક્ષના ઘરોમાં તોડફોડ કરી તો ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, આ વિવાદ એટલો વધ્યો હતો કે વરરાજાના પક્ષના લોકોના ઘરમાં તોડફોડ કરાઈ હતી અને ગામમાં ભયનો માહોલ ફેલાવ્યો હતો, ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી, ગામમાં કોઈ સ્થિતિ વણસે નહી તેને લઈ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.કાર માલિક તેમજ જાનૈયાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ શરૂ થયું હતું ગાંધીનગરના ચિલોડામાં એક ગામમાં લગ્ન પ્રસંગ હતો અને લગ્નનનો વરઘોડો નિકળી રહ્યો હતો તે દરમિયાન રસ્તામાં એક કાર હતી અને તે કાર હટાવવાનું કહેતા મામલો બિચકયો હતો જેમાં જાનૈયાઓ કાર માલિક વચ્ચે બોલાચાલી થઈ અને ત્યારબાદ લોકો સામસામે આવી ગયા હતા, તો સ્થાનિકો પણ વચ્ચે પડયા હતા અને પણ મગજમારી એ હદે વણસી કે જાનૈયાઓના 3 થી 4 ઘરમાં તોડફોડ કરવામાં આવી અને રોડ માથે લીધો હતો, તોફાની તત્વોએ ચાર જેટલા રહેણાંક મકાનોને નિશાન બનાવી બારી-બારણાં અને ઘરવખરીની તોડફોડ કરી હતી. આ પણ વાંચો : Porbandar News : પોરબંદરના દરિયામાં લહેરાયો તિરંગો, સ્વિમિંગ ક્લબના તરવૈયાઓ દ્વારા કડકડતી ઠંડીમાં ધ્વજવંદન કરી પ્રજાસત્તાક પર્વની કરાઈ ઉજવણી

Read Full Story arrow_forward