android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Republic Day 2026 : કમલમ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષના હસ્તે ધ્વજ વંદન
calendar_today January 26, 2026

Republic Day 2026 : કમલમ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષના હસ્તે ધ્વજ વંદન

ગાંધીનગર કમલમ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ કાર્યાલયમાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આજના પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.પ્રદેશ પ્રમુખ બન્યા બાદ જગદીશ પંચાલે પ્રથમ વખત ધ્વજારોહણનું પવિત્ર કાર્ય કર્યું પ્રદેશ પ્રમુખ બન્યા બાદ જગદીશ પંચાલે પ્રથમ વખત ધ્વજારોહણનું પવિત્ર કાર્ય કર્યું હતું. કાર્યક્રમમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા. આજે વિશ્વના લોકો હવે ભારતની તરફ સન્માનની નજરે જુએ છે આ પ્રસંગે ભાજપના કાર્યકર્તાઓએ દેશપ્રેમ અને ઉજવણીનો ઉત્સાહ પ્રદર્શિત કર્યો હતો. ગુજરાત પ્રદેશ ભાજપના નેતા જગદીશ પંચાલે જણાવ્યું કે, "વિક્સિત દેશોની હરોળમાં ભારત જોડાયું છે. આજે વિશ્વના લોકો હવે ભારતની તરફ સન્માનની નજરે જુએ છે." દેશના 140 કરોડ લોકો વિક્સિત ભારતની દિશામાં આગળ વધી રહ્યા છે કાર્યક્રમમાં સ્ટાર્ટઅપ્સ, લઘુઉદ્યોગ, શિક્ષણ અને 'લખપતિ દીદી' જેવા ક્ષેત્રોમાં દેશના વિકાસની વાત પણ કરવામાં આવી. વિશ્વકર્માએ વધુ જણાવ્યું કે દેશના 140 કરોડ લોકો વિક્સિત ભારતની દિશામાં આગળ વધી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ નિષ્ઠાપૂર્વક રાજ્ય અને દેશના વિકાસ માટે આગળ વધી રહ્યા છે. આર્ટિકલ 370 હટાવવાનો શ્રેય પીએમ નરેન્દ્ર મોદીને જાય છે તેમણે કહ્યું કે આર્ટિકલ 370 હટાવવાનો શ્રેય પીએમ નરેન્દ્ર મોદીને જાય છે, તેમણે રાજ્યના કાર્યકર્તાઓ અને આગેવાનોને 77મા પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.આ પણ વાંચો----    Republic Day 2026 : વાવ–થરાદમાં રાજ્યકક્ષાની 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું ધ્વજ વંદન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત

Read Full Story arrow_forward
Porbandar News : પોરબંદરના દરિયામાં લહેરાયો તિરંગો, સ્વિમિંગ ક્લબના તરવૈયાઓ દ્વારા કડકડતી ઠંડીમાં ધ્વજવંદન કરી પ્રજાસત્તાક પર્વની કરાઈ ઉજવણી
calendar_today January 26, 2026

Porbandar News : પોરબંદરના દરિયામાં લહેરાયો તિરંગો, સ્વિમિંગ ક્લબના તરવૈયાઓ દ્વારા કડકડતી ઠંડીમાં ધ્વજવંદન કરી પ્રજાસત્તાક પર્વની કરાઈ ઉજવણી

પોરબંદર સહિત સમગ્ર ભારતમાં આજે 77મા પ્રજાસતાક દિવસની ઉત્સાહ અને ઉમંગ સાથે ઊજવણી થઈ રહી છે દરેક જિલ્લામાં 77મા પ્રજાસતાક પર્વ નિમિત્તે ધ્વજ વંદન સહિતના કાર્યકમો યોજાઈ રહ્યા છે તો દેશને આઝાદીમાં જેમનો મહત્વનો ફાળો છે એવા રાષ્ટ્રપિતા મહાત્માં ગાંધીજી જન્મભૂમિ પોરબંદરમાં 77માં પ્રજાસતાક દિવસ નિમિત્તે વિશેષ ઉજવણી દર વર્ષે કરાય છે. પોરબંદરમાં મધ દરિયે તિરંગો લહેરાયો શ્રીરામ સ્વિમિંગ ક્લબના તરવૈયાઓ દ્વારા ઘૂઘવાતાં સમૃદ્રમાં કડકડતી ઠંડી વચ્ચે ધ્વજવંદન કરી અનોખી રીતે ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ હતી શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા છેલા 25 વર્ષથી મધદરિયે ધ્વજ વંદન કરી 26મી જાન્યુઆરી અને 15 ઓગસ્ટની ઉજવણી કરવામાં આવે છે મધ દરિયે ધ્વજવંદન કરવાનો હેતુ યુવાનોને સમુદ્ર ભય દૂર થાય અને સમૃદ્ધિ તરણમાં જોડાય. પોરબંદરમાં આજે 100થી વધુ યુવક યુવતીઓ જોડાયા હતા દેશ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે અને ગમે તેવા સાહસવીરો હોય તેને વધુ પ્રેરણા મળે તેવા ઉદ્દેશ્ય સાથે પરંપરાગત રીતે શ્રીરામ સ્વિમિંગ કલબ દ્વારા 25 વર્ષથી સમુદ્રમાં ધ્વજ લહેરાવે છે. પોરબંદરમાં આજે 77માં પ્રજાસતાક દિવસે ભારે ઠંડી અને વહેલી સવારે સમુદ્રના પાણીમાં યુવકો અને યુવતીઓ જીવ હથેળીમાં લઈ મધ દરિયે રાષ્ટ્રગીત ગાઈ સલામી આપી તિરંગો લહેરાવી દેશ પ્રત્યેની લાગણી દર્શાવી હતી. આ પણ વાંચો : Surat News : સુરતમાં વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 1.71 કરોડ પડાવનાર આરોપીની સાયબર ક્રાઈમે કરી ધરપકડ

Read Full Story arrow_forward
Petrol Diesel Price Today: 26 જાન્યુઆરીએ પેટ્રોલ ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો આજનો લેટેસ્ટ રેટ
calendar_today January 26, 2026

Petrol Diesel Price Today: 26 જાન્યુઆરીએ પેટ્રોલ ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો આજનો લેટેસ્ટ રેટ

આજે 26 જાન્યુઆરી 2026 ના રોજ ભારતના મુખ્ય શહેરો માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. જો કે હજી સુધી તો પેટ્રોલ ડિઝલના ભાવમાં કોઇ ફેરફાર ખાસ આવ્યો નથી. પરંતુ વિવિધ શહેરોમાં તેના ભાવમાં વધ ઘટ જોવા મળી શકે છે. ત્યારે આવો જાણીએ ગુજરાતના વિવિધ શહેરોમાં શું છે આજનો લેટેસ્ટ ભાવ દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ? દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 104.21 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.15 રૂપિયા પ્રતિ લિટર છે. કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે. ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.75 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.34 રૂપિયા પ્રતિ લિટર છે. ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ? (ગુડ રિટર્ન અનુસાર) શહેર પેટ્રોલ (રૂ.) ડીઝલ (રૂ.)અમદાવાદ 94.63 90.30ભાવનગર 96.10 91.78ગાંધીનગર 95.05 90.72રાજકોટ 95.17 90.87એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવઈન્ડિયન ઓઈલ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો. ભારત પેટ્રોલિયમ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9223112222 પર SMS કરો. હિન્દુસ્તાન પેટ્રોલિયમ: 9222201122 નંબર પર તમારા શહેરનો HPP કિંમત અને પિનકોડ SMS કરો.

Read Full Story arrow_forward