android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kutch News : કચ્છના પ્રતિબંધિત વિસ્તારમાંથી જમ્મુ-કાશ્મીરના 2 શખ્સ ઝડપાયા, પોલીસે ગુનો નોંધી તપાસ કરી શરૂ
calendar_today January 26, 2026

Kutch News : કચ્છના પ્રતિબંધિત વિસ્તારમાંથી જમ્મુ-કાશ્મીરના 2 શખ્સ ઝડપાયા, પોલીસે ગુનો નોંધી તપાસ કરી શરૂ

જમ્મુ કાશ્મીરના શખ્સો કચ્છના પ્રતિબંધિત વિસ્તારમાં રોકાયા હતા અને નારાયણ સરોવર વિસ્તારમાંથી શખ્સોને SOGએ ઝડપ્યા છે, બંને સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોધવામાં આવ્યો છે. ઝડપાયેલા શખ્સો છેલ્લા કેટલા સમયથી રોકાયા હતા અને અહીંયા શું કરતા હતા તે દિશામાં પોલીસે ધમધમાટ શરૂ કર્યો છે.કચ્છના પ્રતિબંધિત વિસ્તારમાંથી ઝડપાયા 2 શખ્સ ઝડપાયાકચ્છના નાળા વિસ્તારમાં પ્રતિબંધ છે અને આ પ્રતિબંધ વિસ્તારમાંથી 2 શખ્સ ઝડપાયા છે, કોઈની પરવાનગી વિના આ શખ્સ ઘુસ્યા હતા અને એસઓજી પોલીસને જાણ થતા બન્નેની અટકાયત કરી હતી અને ગુનો નોંધ્યો છે, પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આ બન્ને શખ્સો પહેલા ગાંધીધામ આવ્યા હતા અને ત્યારબાદ માંડવીમાં જુદી-જુદી મસ્જિદમાંથી ફાળો પણ ઉઘરાવ્યો હતો અને બન્ને ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા, પોલીસે આ મામલે વધુ તપાસ આદરી છે. બન્ને શખ્સો અલગ-અલગ ટ્રસ્ટમાં કામ કરતા હોવાની વાત સામે આવી પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, બન્ને શખ્સો અલગ અલગ ટ્રસ્ટોમાં કામ કરે છે, બંનેની વધુ પૂછપરછ કરાતાં પોતે નલિયાથી વાયોરવાળા રસ્તે લક્કી નાળા વિસ્તારમાં ગયા હતા. તેમજ જાવીદના મોબાઇલમાં પાકિસ્તાની નંબર મળ્યા હતા, જે અંગે તેણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસેલા આ શખ્સો ખરેખર કેવા ઇરાદે આવ્યા હતા તે માટે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથધરી છે. આ પણ વાંચો : Weather News : ઠંડીની વચ્ચે IMDની 11 રાજયમાં વરસાદની આગાહી, કેરળમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે 

Read Full Story arrow_forward
Republic Day 2026 Live Updates : નવરચિત વાવ-થરાદ જિલ્લામાં થશે 77માં પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી
calendar_today January 26, 2026

Republic Day 2026 Live Updates : નવરચિત વાવ-થરાદ જિલ્લામાં થશે 77માં પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 26 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Weather News : ઠંડીની વચ્ચે IMDની 11 રાજયમાં વરસાદની આગાહી, કેરળમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે
calendar_today January 26, 2026

Weather News : ઠંડીની વચ્ચે IMDની 11 રાજયમાં વરસાદની આગાહી, કેરળમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે

બિહાર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે કેરળમાં ભારે પવન સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે, પવનની ગતિ 50થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે અને પોરબંદર 9 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. રાજકોટમાં 9.2 ડિગ્રી, અમરેલીમાં 9.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 9.5 ડિગ્રી, કેશોદમાં 9.8 ડિગ્રી, નલિયામાં 10.4 ડિગ્રી, ભુજમાં 10 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 10.2 ડિગ્રી, અમદાવાદમાં 14 ડિગ્રી, ગાંધીનગરમાં 13 ડિગ્રી, ડીસામાં 10 ડિગ્રી, મહુવામાં 12.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદની ચેતવણી ઉત્તર પ્રદેશ, હરિયાણામાં ભારે વરસાદની આગાહી IMD દ્વારા કરવામાં આવી છે, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને જમ્મુ અને કાશ્મીર, લદ્દાખમાં વરસાદની આગાહી સાથે સાથે તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, 55થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને 26 જાન્યુ.એ હિમાચલમાં ભારે વરસાદની ચેતવણી કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થવાથી હવામાન બદલાઈ ગયું છે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. હિમાલયના રાજ્યોમાં પણ વરસાદ-બરફવર્ષાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હિમાચલના સિમલા-મનાલીમાં સિઝનની પ્રથમ બરફવર્ષા થઈ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 26 જાન્યુઆરીના રોજ બીજું મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થશે. જેના કારણે ઉત્તર ભારતના 9 રાજ્યોમાં વરસાદ અને પહાડી રાજ્યોમાં હિમવર્ષા થઈ શકે છે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની આશંકા છે. રાજસ્થાનનું પિલાની દેશનું સૌથી ઠંડુ શહેર રહ્યુંહતું તે દિલ્હીના આયાનગરમાં પારો ૨.૯ ડિગ્રી રેકોર્ડ થયો હતો. હવામાન વિભાગના અનુસાર દિલ્હીના લોકોને ઓછામાં ઓછા બે દિવસ ઠંડીથી રાહત નહીં મળે. દેશના ઘણા મેદાન વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ બનાવી રહ્યું છે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે. કેમ આ વર્ષે શિયાળો ‘નરમ’ રહ્યો? હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે. ગુજરાત સહિત દેશભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર ખુબ ઝડપથી વધી રહી છે છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે. આ પણ વાંચો : Republic Day 2026 Live Updates : નવરચિત વાવ-થરાદ જિલ્લામાં થશે 77માં પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી

Read Full Story arrow_forward