Surendranagar: હાડ થીજાવતી ઠંડીમાં શહેરીજનોની ધમાલગલીમાં મોજ
રોટરી કલબ ઓફ વઢવાણ મેટ્રો, રોટરેકટ કલબ ઓફ વઢવાણ મેટ્રો, ઈન્ટરેકટ કલબ ઓફ વઢવાણ મેટ્રો, લીટલ સ્ટેપ સ્કુલના સંયુકત ઉપક્રમે મેકસન ફાર્મા કંપની અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સહકારથી રવિવારે સવારે 6-30 કલાકે શહેરના 80 ફુટ રોડ પર આવેલ ઘુઘરીપાર્કના મેદાનમાં ધમાલગલી-2026નું આયોજન કરાયુ હતુ. જેમાં હાડ થીજાવતી ઠંડીમાં પણ મોટી સંખ્યામાં શહેરીજનો અને ખાસ કરીનો બાળકો જોડાયા હતા. જેમાં મ્યુઝીકના તાલ સાથે ઝુમ્બા ડાન્સ કરીને લોકોએ ઉર્જા મેળવી હતી. જયારે વરિષ્ઠ નાગરિકોએ રસ્સાખેંચ, ભમરડા, લખોટી, કબડ્ડી, ખો-ખો જેવી વિસરાતી જતી રમતો રમી પોતાના બાળપણને યાદ કર્યુ હતુ.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward