android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: બુલેટ ટ્રેનના બ્રિજની કામગીરી સમયે સર્જાયો અકસ્માત, લોખંડની પ્લેટ પડતા પિતા-પુત્રીના કરુણ મોત
calendar_today January 24, 2026

Surat: બુલેટ ટ્રેનના બ્રિજની કામગીરી સમયે સર્જાયો અકસ્માત, લોખંડની પ્લેટ પડતા પિતા-પુત્રીના કરુણ મોત

સુરતના કઠોર વિસ્તારમાં તાપી નદી પર ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. બ્રિજની કામગીરી સમયે લોખંડની મહાકાય પ્લેટ નીચેથી પસાર થતી બોટ પર પડતા પિતા અને પુત્રીના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.તાપી નદીમાં બુલેટ ટ્રેન માટે બ્રિજ બનાવવાની કામગીરીમળતી માહિતી મુજબ, સુરતના કઠોર ગામ પાસેથી પસાર થતી તાપી નદીમાં બુલેટ ટ્રેન માટે બ્રિજ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન નદીના પાણીમાં બોટ દ્વારા પિતા અને પુત્રી પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક બ્રિજ પરથી લોખંડની એક ભારેખમ પ્લેટ બોટ ઉપર પડી હતી. પ્લેટ એટલી વજનદાર હતી કે પિતા-પુત્રીને સંભાળવાની તક પણ મળી નહોતી અને બંને પ્લેટ નીચે દબાઈ જવાથી મોતને ભેટ્યા હતા.તંત્ર અને પોલીસની કામગીરીઅકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો અને પ્રોજેક્ટના કર્મચારીઓ દોડી આવ્યા હતા. બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંનેના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ અકસ્માત પ્રોજેક્ટ સાઈટ પર સુરક્ષાના અભાવે થયો છે કે કેમ, તે દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો: DGGI અમદાવાદનો મોટો સપાટો, 1403 કરોડના ફેક બિલિંગ કૌભાંડનો પર્દાફાશ, 252 કરોડની ખોટી ITC ઝડપાઈ

Read Full Story arrow_forward
Kutch: સરહદે BSFની સતર્કતાથી પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પૂછપરછ શરૂ
calendar_today January 24, 2026

Kutch: સરહદે BSFની સતર્કતાથી પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પૂછપરછ શરૂ

ગુજરાતની સંવેદનશીલ ગણાતી કચ્છ સરહદ પરથી ફરી એકવાર પાકિસ્તાની નાગરિક ઘુસણખોરી કરતા ઝડપાયો છે. સીમા સુરક્ષા બળ (BSF) ના જવાનોએ નિયમિત પેટ્રોલિંગ દરમિયાન સરહદ પરથી આ શખ્સને દબોચી લીધો હતો. ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર સતર્કતા વધારી દેવામાં આવી છે.પેટ્રોલિંગ દરમિયાન થઈ ધરપકડમળતી માહિતી મુજબ, કચ્છ સરહદ પર પીલર નંબર 1076 અને 1077 પાસે BSFના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન એક શંકાસ્પદ હિલચાલ નજરે પડતા જવાનોએ ઘેરો ઘાલ્યો હતો અને એક પાકિસ્તાની નાગરિકને ગેરકાયદેસર રીતે ભારતીય સરહદમાં પ્રવેશતા ઝડપી પાડ્યો હતો.સુરક્ષા એજન્સીઓ તપાસમાં વ્યસ્તઝડપાયેલો શખ્સ પાકિસ્તાનથી ભારત કેમ આવવા માંગતો હતો અને તેની પાછળ કોઈ જાસૂસી કે અન્ય કોઈ ષડયંત્ર છે કે કેમ, તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ આ ઘુસણખોરને સંયુક્ત પૂછપરછ કેન્દ્ર (JIC) પર લઈ જવામાં આવ્યો છે, જ્યાં અલગ-અલગ સુરક્ષા એજન્સીઓ તેની સઘન પૂછપરછ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં તેની પાસેથી કોઈ વાંધાજનક વસ્તુ મળી છે કે કેમ તે અંગેની સત્તાવાર માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી.આ પણ વાંચો: બુલેટ ટ્રેનના બ્રિજની કામગીરી સમયે સર્જાયો અકસ્માત, લોખંડની પ્લેટ પડતા પિતા-પુત્રીના કરુણ મોત

Read Full Story arrow_forward
Bhavnagar: જયરાજ આહીરની ધરપકડ બાદ નવનીત બાલધિયાની પ્રતિક્રિયા, ન્યાયતંત્ર પર વિશ્વાસ વધ્યો, કાવતરાખોરોને છોડવામાં ન આવે
calendar_today January 24, 2026

Bhavnagar: જયરાજ આહીરની ધરપકડ બાદ નવનીત બાલધિયાની પ્રતિક્રિયા, ન્યાયતંત્ર પર વિશ્વાસ વધ્યો, કાવતરાખોરોને છોડવામાં ન આવે

ભાવનગરના ચકચારી મારપીટ કેસમાં મુખ્ય આરોપી જયરાજ આહીરની ધરપકડ થતા જ પીડિત નવનીત બાલધિયાએ સંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે આ લડાઈમાં સાથ આપનાર તમામ લોકો અને તપાસ એજન્સીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.સમાજ અને સરકારનો માન્યો આભારનવનીત બાલધિયાએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે, આ મુશ્કેલ સમયમાં તેમની પડખે ઉભા રહેલા કોળી સમાજ અને સમાજના તમામ આગેવાનોનો તેઓ આભાર માને છે. આ સાથે જ તેમણે સ્થાનિક ધારાસભ્યો, મંત્રીઓ અને રાજ્ય સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો, જેમણે ન્યાય અપાવવા માટે જરૂરી હસ્તક્ષેપ કર્યો હતો.SIT ની કામગીરી પર સંતોષ અને વધુ તપાસની માંગબાલધિયાએ SITની કામગીરીને બિરદાવતા કહ્યું કે, પોલીસ પ્રશાસને ખૂબ જ તટસ્થ રહીને આ કાર્યવાહી કરી છે. જોકે, તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ કેસમાં માત્ર જયરાજ આહીર જ નહીં, પરંતુ જે કોઈ લોકોએ પડદા પાછળ રહીને આ આખું કાવતરું ઘડ્યું છે, તેમની પણ તપાસ કરી ધરપકડ કરવામાં આવે."મને જે રીતે ન્યાય મળ્યો છે, તે રીતે સમાજના અન્ય પીડિતોને પણ ન્યાય મળતો રહે તેવી મારી ઈચ્છા છે," તેમ બાલધિયાએ ઉમેર્યું હતું.આ પણ વાંચો: સાબરમતી રિવરફ્રન્ટ દેશભક્તિના સૂરથી ગુંજી ઉઠ્યો, વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે આર્મી બેન્ડનું ભવ્ય આયોજન

Read Full Story arrow_forward