android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Valsad: ધરમપુરમાં આદિવાસી સગીરાના અપહરણથી રોષ, સાંસદ અને ધારાસભ્યએ પોલીસ વડા સમક્ષ કડક રજૂઆત કરી
calendar_today January 24, 2026

Valsad: ધરમપુરમાં આદિવાસી સગીરાના અપહરણથી રોષ, સાંસદ અને ધારાસભ્યએ પોલીસ વડા સમક્ષ કડક રજૂઆત કરી

ધરમપુર તાલુકામાં બનેલી આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અરવિંદભાઈ પટેલ, તથા જિલ્લા પ્રમુખ હેમંતભાઈ સહિતના અગ્રણીઓ તાત્કાલિક એક્શનમાં આવ્યા છે. આ તમામ નેતાઓએ જિલ્લા પોલીસ વડા (SP) સાથે સીધું સંકલન સાધીને સગીરાને સત્વરે શોધી કાઢવા અને ગુનેગાર સામે દાખલારૂપ પગલાં લેવા માટે દબાણ કર્યું છે.'લવ જેહાદ' ના આક્ષેપ સાથે આકરી ટીકાસાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કોઈપણ સમાજની દીકરીને લલચાવી-ફોસલાવીને કરવામાં આવતું આવું કૃત્ય ક્યારેય સહન કરવામાં નહીં આવે. આદિવાસી યુવતીઓને નિશાન બનાવતા આવા તત્વો સામે કાયદાકીય સકંજો કસવા અને સમાજમાં દાખલો બેસે તેવી કડક સજા અપાવવાની માંગ તેમણે કરી છે. ==વિરોધ પક્ષો અને આદિવાસી નેતાઓ પર પ્રહારઆ મામલે સાંસદ ધવલ પટેલે વિરોધ પક્ષો અને આદિવાસી હિત રક્ષક હોવાનો દાવો કરતા અન્ય નેતાઓને પણ આડેહાથ લીધા હતા. તેમણે તીખા સવાલ ઉઠાવતા કહ્યું કે, "જ્યારે આદિવાસી દીકરી સાથે આવો અન્યાય થાય છે અથવા નવસારીના દાભેલ જેવી હત્યાની ઘટનાઓ બને છે, ત્યારે આ કહેવાતા મસીહાઓ કેમ મૌન સેવે છે?" તેમણે આક્ષેપ કર્યો કે કેટલાક નેતાઓ માટે આદિવાસી સમાજ માત્ર 'વોટ બેંક' પૂરતો મર્યાદિત છે.આ પણ વાંચો: Gir Somnath: વહેલી સવારે યુવતીના અપહરણનો પ્રયાસ, હિંમતભર્યા પ્રતિકારથી અજાણ્યો શખ્સ ભાગ્યો

Read Full Story arrow_forward
Surendranagar News: દસાડા પોલીસે વર્તાવ્યો કાળો કેર, મહિલાઓ સાથે કર્યું અમાનવીય કૃત્ય
calendar_today January 24, 2026

Surendranagar News: દસાડા પોલીસે વર્તાવ્યો કાળો કેર, મહિલાઓ સાથે કર્યું અમાનવીય કૃત્ય

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાનું વાલેવડા ગામ હાલ પોલીસ છાવણીમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગામમાં દારૂબંધી કરાવવા માટે નીકળેલા જાગૃત નાગરિકો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થયું છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, પોલીસ બુટલેગરોને પકડવાને બદલે તેમને છાવરી રહી છે અને રજૂઆત કરનારા નિર્દોષ લોકોને નિશાન બનાવી રહી છે.જનતા રેડ બાદ વિવાદ વકર્યો સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગામમાં ખુલ્લેઆમ વેચાતા દારૂના દૂષણને ડામવા ગ્રામજનોએ 'જનતા રેડ' કરી દારૂ પકડ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પીઆઈ ઉપાધ્યાય સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જોકે, પોલીસે બુટલેગરો સામે કાર્યવાહી કરવાને બદલે ફરિયાદ કરનારા યુવાનોની જ અટકાયત શરૂ કરી હતી. બુટલેગર મહિલા 'રમલી'એ તો ત્યાં સુધી કહી દીધું કે, "અમે હપ્તા આપીએ છીએ, પોલીસ અમારું કંઈ નહીં બગાડી શકે." આ ઘટનામાં પુરૂષ પોલીસ કર્મીઓ દ્વારા સ્થાનિક મહિલાઓને માર મારવામાં આવતા મામલો બિચકાયો હતો. PI એ રિવોલ્વર કાઢી આપી ધમકી ઘર્ષણ દરમિયાન ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પીઆઈ ઉપાધ્યાયે પોતાની સર્વિસ રિવોલ્વર કાઢી હવામાં લહેરાવી હતી અને ગ્રામજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, વણોદ બીટ જમાદાર હમીરભાઈ સોલંકીએ એક મહિલાના વાળ ખેંચી તેને માર માર્યો હોવાનો પણ વીડિયો પુરાવા સાથે આક્ષેપ થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, મહિલાના કપાળના ભાગે અને ગાલ પર ઈજા પહોંચી છે. પુરૂષ પોલીસ કર્મચારી દ્વારા મહિલાને માર મારવાના કારણે ગ્રામજનો ઉશ્કેરાયા હતા અને હોબાળો મચાવ્યો હતો. ઘરમાં ઘૂસીને માર માર્યાનો આક્ષેપ એક પીડિત સ્થાનિકે જણાવ્યું કે, પોલીસ અધિકારીઓએ તેમના ઘરમાં ઘૂસી અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. ત્યારબાદ તેને, તેની પત્નીને અને તેની વૃદ્ધ માતાને લાકડીઓ વડે ઢોર માર માર્યો હતો. પીઆઈ ઉપાધ્યાયે યુવકના કપાળે બંદૂકનો પાછળનો ભાગ મારી ઈજા પહોંચાડી હતી અને ધમકી આપી હતી કે, "રિવોલ્વરમાં 6 ગોળી છે અને તમે 3 જણા છો, ચૂપ રહેજો નહીંતર વાર નહીં લાગે." હાલ આ સમગ્ર મામલે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દસાડામાં પીએસઆઈ પઠાણનું બુટલેગરોનો પીછો કરતા સમયે માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. બુટલેગરો આટલી હદ વટાવી ગયા હોવા છતા પોલીસ બુટલેગરોને કેમ છાવરી રહી છે એ મોટો સવાલ છે. આ સાથે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ આ મામલે શું કાર્યવાહી કરે છે, તે જોવું રહ્યું.આ પણ વાંચો - Dasada: સોશિયલ મીડિયામાં બંધૂક સાથે ફોટો મૂકનાર દસાડાના યુવાન સામે કાર્યવાહી

Read Full Story arrow_forward
Bhavnaga: બગદાણા મારપીટ કેસ, SIT ની તપાસમાં જયરાજ આહિરની સંડોવણી સાબિત થતા ધરપકડ
calendar_today January 24, 2026

Bhavnaga: બગદાણા મારપીટ કેસ, SIT ની તપાસમાં જયરાજ આહિરની સંડોવણી સાબિત થતા ધરપકડ

ભાવનગર જિલ્લાના બગદાણામાં નવનીત બાલધીયા પર થયેલા હુમલાના કેસમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જાણીતા લોકસાહિત્યકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિરની SIT દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસને આ મામલે જયરાજ વિરુદ્ધ મજબૂત પુરાવાઓ મળતા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.જયરાજ આહિરની SIT દ્વારા ધરપકડનવનીત બાલધીયાને માર મારવાના કેસની તપાસ માટે ખાસ રચાયેલી SITની ટીમે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં જયરાજ આહિરની સંડોવણીના અનેક પાસાઓ સામે આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર પુરાવાઓને આધારે ધરપકડ કરવામાં આવી છે.પુરાવાઓની કડી અને SITની કાર્યવાહી ઘટનાસ્થળ અને તેની આસપાસની પરિસ્થિતિઓ જયરાજની હાજરી અથવા સૂચના તરફ ઈશારો કરે છે. ધરપકડ કરાયેલા અન્ય આરોપીઓ અને જયરાજ વચ્ચેના ફોન કોલ્સ અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ પોલીસને મળી આવ્યા છે.કેસ સાથે સંકળાયેલા સાક્ષીઓ અને અન્ય આરોપીઓના નિવેદનોમાં જયરાજનું નામ ખુલવા પામ્યું છે.પોલીસનું કહેવું છે કે નવનીત બાલધીયાને માર મારવાના ષડયંત્રમાં જયરાજ આહિરની સંડોવણી સ્પષ્ટપણે દેખાઈ આવે છે.કાયદાનો ગાળિયો કસાયોતાજેતરમાં જ જયરાજ આહિરે નિવેદન આપ્યું હતું કે તે તપાસમાં સહયોગ આપશે, પરંતુ SIT દ્વારા એકત્ર કરવામાં આવેલી ટેકનિકલ અને અન્ય ડિટેઈલ્સ તેના વિરુદ્ધ જતા પોલીસે મોડી રાત્રે તેની ધરપકડ કરી લીધી છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં જયરાજની ધરપકડ થતા સમગ્ર સૌરાષ્ટ્રમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ પણ વાંચો: ધરમપુરમાં આદિવાસી સગીરાના અપહરણથી રોષ, સાંસદ અને ધારાસભ્યએ પોલીસ વડા સમક્ષ કડક રજૂઆત કરી

Read Full Story arrow_forward