Rajkot : મિલકત વેરા વસૂલાત માટે મનપાની કડક કાર્યવાહી, મિલકત જપ્તી, સિલીંગ સુધીના કડક પગલાંની ચેતવણી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં બાકી રહેલા મિલકત વેરા વસૂલ કરવા માટે કડક પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. મનપા દ્વારા તાત્કાલીક અસરથી બાકી વેરો ભરી દેવા બાબતે શહેરના અલગ અલગ વિસ્તારમાં હોર્ડિંગ-બોર્ડ લગાવવામાં આવ્યા છે.હોર્ડિંગ-બોર્ડ લગાવવામાં આવ્યા કોર્પોરેશન દ્વારા બાકી વેરો ભરવાની તાકીદ કરતા બાલ ભવન ચોક, રેસકોર્સ, મનપા કચેરી સહિતના સ્થળોએ હોર્ડિંગ-બોર્ડ લગાવવામાં આવ્યા છે. મિલકતના નળ કનેક્શન કાપી નાખવા, જપ્તી સહિતની કાર્યવાહી કરાશે હોર્ડિંગ-બોર્ડમાં સ્પષ્ટ રીતે ચેતવણી આપવામાં આવી છે કે, વેરા બાકી રહેવાના સ્થિતીમાં મિલકતના નળ કનેક્શન કાપી નાખવા, મિલકત જપ્તી, સિલીંગ અને હરરાજી જેવી કાર્યવાહી હાથ ધરાશે. મનપા તંત્રએ નાગરિકોને આ મામલે સતર્ક રહેવાની આપી છે. તમામ મિલકતધારકો પોતાના બાકી વેરા ચૂકવી દે ઉલ્લેખનિય છે કે પાલિકાની તિજોરી ખાલી થઇ રહી છે અને હવે માર્ચ એન્ડિગ પણ નજીક આવતા તંત્ર બાકી વેરાની વસૂલાત માટે ગંભીર બન્યું છે. મનપા ઈચ્છે છે કે તમામ મિલકતધારકો પોતાના બાકી વેરા ચૂકવી દે અને આકરાં પગલાંથી બચે.આ પણ વાંચો---- Vadodara : અકોટા બ્રિજ પાસે બાઈક અકસ્માતમાં યુવકના થયેલા મોતમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, યુવકે તેના મોંઢા પર પ્લાસ્ટિકની કોથળી કેમ બાંધી ?
Read Full Story arrow_forward