Rajkot મનપાની કડક ચેતવણી, મિલકત વેરો ભરો, નહીં તો...
'પહેલા પ્રેમથી અને પછી નોટિસ પણ ન સુધર્યા તો હવે સીધી કડક કાર્યવાહી' - આ ફિલ્મની લાઈનો નથી, પણ રાજકોટ મનપાની કામગીરી કરવાની સ્ટાઈલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા ભરવાનો બાકી હોય તેવા 5000 રૂપિયાથી વધુ રકમનો વેરો બાકી હોય તેવા એકમો સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે.મિલકત વેરો વસૂલવા માટે ઝૂંબેશ આવા બાકીદારો સામે રાજકોટ મનપા હવે કડક કાર્યવાહીનું મન બનાવી લીધું હોય તેમ જણાઈ રહ્યું છે. બે દિવસ પહેલા એટલે કે 22 જાન્યુઆરીના રોજ રાજકોટ મનપા દ્વારા મિલકત વેરો બાકી હોય તેવા 47 મિલકત ધારકોની મિલકત સીલ કરવામાં આવી હતી. રાજકોટ મનપા દ્વારા માર્ચ પહેલા બાકી મિલકત વેરો વસૂલવા માટે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.ખાલી થયેલી તિજોરી ભરવા માટે તંત્રના આકરા તેવર આર્થિક વર્ષના અંતિમ મહિનાઓ નજીક આવતા જ રાજકોટ મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે. રાજકોટ મનપાની ખાલી થયેલી તિજોરી ભરવા માટે હવે તંત્રએ બાકીદારો સામે આકરા તેવર અપનાવ્યા છે. રાજકોટ શહેરમાં કરોડો રૂપિયાનો મિલકત વેરો બાકી હોવાથી રાજકોટ મનપા દ્વારા હવે જાહેરમાં હોર્ડિંગ્સ લગાવીને મિલકત ધારકોને કડક ચેતવણી આપવામાં આવી રહી છે. જાહેરમાં હોર્ડિંગ્સ અને ચેતવણી રાજકોટના મુખ્ય વિસ્તારો જેવા કે બાલ ભવન ચોક, રેસકોર્સ અને ખુદ રાજકોટ મનપા કચેરીની બહાર મોટા હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યા છે. આ બોર્ડમાં સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપવામાં આવી છે કે, જો બાકી વેરો ભરવામાં નહીં આવે, તો મિલકત ધારકોના નળ કનેક્શન કાપી નાખવામાં આવશે. એટલું જ નહીં, મિલકત જપ્તી, સીલિંગ અને જરૂર પડ્યે હરરાજી સુધીના કડક પગલાં લેવાની તૈયારી પણ રાજકોટ મનપાએ કરી લીધી છે. 22 જાન્યુઆરીની મોટી કાર્યવાહી રાજકોટ મનપાના ટેક્સ વિભાગ દ્વારા 22 જાન્યુઆરીના રોજ સપાટો બોલાવવામાં આવ્યો હતો. રૂપિયા 5,000 થી વધુનો વેરો બાકી હોય તેવા ધારકો સામે ઝુંબેશ ચલાવીને 47 જેટલી મિલકતોને સીલ કરી દેવામાં આવી છે. ખાસ કરીને કોમર્શિયલ એકમો કે જેમનો વેરો લાંબા સમયથી બાકી છે, તેમની સામે વધુ કડક કાર્યવાહી કરવાની રણનીતિ ઘડાઈ છે. માર્ચ પહેલા ટાર્ગેટ પૂરો કરવાની તૈયારી માર્ચ એન્ડિંગ પહેલા રૂપિયા 5,000 થી રૂપિયા 1 લાખ સુધીના તમામ બાકીદારો પાસેથી વસૂલાત કરવા માટે વેરા વિભાગે કમર કસી છે. રાજકો઼ટ મનપાના અધિકારીઓના જણાવ્યા મુજબ, વારંવારની નોટિસ છતાં વેરો ન ભરનારાઓ સામે હવે કોઈ પણ પ્રકારની રહેમરાહ રાખવામાં આવશે નહીં. રાજકોટના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, કાયદાકીય કાર્યવાહી અને અગવડતાથી બચવા માટે વહેલી તકે પોતાનો લેણો વેરો ભરી દે. આ પણ વાંચો - Rajkot News: સિંગતેલમાં ભેળસેળની આશંકાએ 16 વેપારીઓને ત્યાં ચેકિંગ, આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા
Read Full Story arrow_forward