android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Suratમાં ઝોલા છાપ ડોક્ટરને કોઇની બીક ન હતી, જેલમાંથી છૂટીને પાછો પ્રેક્ટિસ કરી દેતો, આખરે પોલીસે તેને પાસામાં ધકેલી દીધો
calendar_today January 24, 2026

Suratમાં ઝોલા છાપ ડોક્ટરને કોઇની બીક ન હતી, જેલમાંથી છૂટીને પાછો પ્રેક્ટિસ કરી દેતો, આખરે પોલીસે તેને પાસામાં ધકેલી દીધો

સુરત પોલીસ દ્વારા પકડાયેલો નકલી ડોક્ટર પોલીસ ગિરફ્તમાંથી છુટ્યા પછી પણ પોતાની નકલી તબીબની પ્રેક્ટીસ ચાલુ રાખતા આખરે સુરત પોલીસ દ્વારા આ નકલી તબીબ સામે કડક કાર્યવાહી કરાઇ છે નકલી ડોક્ટર કમલેશ રામદેવ રાયને પાસા સરથાણા પોલીસ દ્વારા નકલી ડોકટર કમલેશ રામદેવ રાય પર મોટી કાર્યવાહી કરાઇ છે. નકલી ડોક્ટર કમલેશ રામદેવ રાયને પાસા હેઠળ પોલીસે અટકાયત કરી છે. પોલીસે તેને ભુતકાળમાં પણ પકડ્યો હતો  પોલીસના જણાવ્યા અનુસાર કમલેશ રાય પાસે કોઇ ડિગ્રી ન હોવા છતાં તે વારંવાર લોકોને દવાઓ આપીને તેમના આરોગ્ય સાથે છેતરપીંડી કરતો હતો. પોલીસે તેને ભુતકાળમાં પણ પકડ્યો હતો.  જેલમાંથી છૂટી જાય કે તુરત જ તે ફરી નકલી ડોક્ટરની પ્રેક્ટીસ શરુ કરી દેતો ચોંકાવનારી બાબત એ છે કે, નકલી ડોક્ટર કમલેશ અગાઉ પણ પ્રેક્ટીસ કરતા પોલીસના હાથે ઝડપાયો હતો પણ જેવો જેલમાંથી છૂટી જાય કે તુરત જ તે ફરી નકલી ડોક્ટરની પ્રેક્ટીસ શરુ કરી દેતો હતો. કમલેશ પાસે કોઈ પણ યોગ્ય ડિગ્રી નહોતી પોલીસે જણાવ્યું કે, કમલેશ પાસે કોઈ પણ યોગ્ય ડિગ્રી નહોતી છતાં તેઓ પ્રેક્ટિસ ચલાવતો હતો અને વારંવાર પોતાની પ્રેક્ટીસ શરુ કરી દેતો હતો જેથી પોલીસે તેની પાસા હેઠળ અટકાયત કરી છે. આ પણ વાંચો-----    Junagadh : ઈન્ટરનેશનલ મોબાઈલ બિલ વગર વેચતા હોવાની શંકાના આધારે 5 મોબાઇલ વેપારીઓ પર પોલીસ અત્યાચારનો આક્ષેપ

Read Full Story arrow_forward
Dwarka News : દ્વારકાના અલગ-અલગ 21 ટાપુઓ પર અવરજવર પર પ્રતિબંધ લગાવાયો, ગેરપ્રવૃત્તિ અને શાંતિ ભંગ ન થાય તે માટે કલેકટરનો નિર્ણય
calendar_today January 24, 2026

Dwarka News : દ્વારકાના અલગ-અલગ 21 ટાપુઓ પર અવરજવર પર પ્રતિબંધ લગાવાયો, ગેરપ્રવૃત્તિ અને શાંતિ ભંગ ન થાય તે માટે કલેકટરનો નિર્ણય

દ્વારકામાં સુરક્ષા કારણોસર કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવાયો છે, નરારા ટાપુ પર લેખિત પરવાનગીમાંથી મુક્તિ અપાઈ છે અને ગેરપ્રવૃત્તિ અને શાંતિ ભંગ ન થાય તે માટે નિર્ણય લેવામાં આવ્યા છે. ટાપુઓ પરથી થતી ગેકપ્રવૃતિઓને ડામવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, અગાઉ પણ આવો નિર્ણય લેવામાં આવ્યો હતો. દ્વારકાના 2 ટાપુઓ પર માનવ વસ્તી વસવાટ કરે છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 21 ટાપુઓ પર અવરજવર માટે મનાઇ ફરમાવતુ જાહેરનામું તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરાયું છે, ભારતની પશ્રિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગર કાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. અને જિલ્લામાં કુલ 24 ટાપુઓ આવેલા છે જેમાં માત્ર 2 ટાપુઓ પર માનવ વસ્તી વસવાટ કરે છે. 22 ટાપુઓ પર માનવ માનવ વસાહત રહિત છે જેમાં નરારા ટાપુ પર સુધારેલા જાહેરનામામાં લેખિત પરવાનગીમાંથી મુક્તિ આપવામાં આવી છે. દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર અવર-જવર પર પ્રતિબંધ લગાવાયો નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલા હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગે શ્રદ્ધાળુઓ દર્શનાર્થે અવર જવર કરતા હોય છે અને શ્રદ્ધાળુઓ સાથે રાષ્ટ્રવિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઇસમો નિર્જન ટાપુઓ પર આશ્રય મળ્યો મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેવી શક્યતા નકારી શકાય નહીં. ત્રાસવાદી જુથો સંગઠનો દ્વારા દેશના મહત્ત્વના ચાવીરૂપ સંસ્થાઓ તેમજ મહત્વના ધાર્મિક સ્થળોએ હુમલા કરી ભાંગફોડ તથા હિંસા કરે તેવી શક્યતા રહેલી છે. ગેર પ્રવૃતિઓના કારણે જન સલામતીના જોખમાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ ના થાય તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર નામું પ્રસિદ્ધ કરી દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર તારીખ 21 જાન્યુઆરી થી તારીખ 25 માર્ચ સુધી અવર જવર પર રોક લગાવી. આ પણ વાંચો : Bhavnagar News : બગદાણાના નવનીત બાલધિયાને માર મારવાનો કેસ, 1 ફેબ્રુઆરીએ કોળી સમાજની ન્યાય મહાસભા યોજાશે

Read Full Story arrow_forward
Ahmedabad News : નવરંગપુરાના PGમાં રહેતી યુવતીને લગ્નની જાળમાં ફસાવી યુવકે આચર્યું દુષ્ક, પોલીસે ફરિયાદ નોંધી
calendar_today January 24, 2026

Ahmedabad News : નવરંગપુરાના PGમાં રહેતી યુવતીને લગ્નની જાળમાં ફસાવી યુવકે આચર્યું દુષ્ક, પોલીસે ફરિયાદ નોંધી

અમદાવાદના એજ્યુકેશન હબ ગણાતા નવરંગપુરા વિસ્તારમાં એક યુવતી સાથે વિશ્વાસઘાત અને દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. શહેરના પોશ વિસ્તારમાં આવેલા એક PG (પેઈંગ ગેસ્ટ)માં રહીને પોતાનું ભવિષ્ય બનાવતી યુવતીને એક યુવકે પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. યુવકે યુવતીને વિશ્વાસમાં લઈ લગ્ન કરવાની ખોટી લાલચ આપી હતી અને તેની સાથે અનેકવાર શારીરિક સંબંધો બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું. જ્યારે યુવતીએ લગ્ન માટે દબાણ કર્યું, ત્યારે યુવકે પીછેહઠ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે.પ્રેમનો દેખાડો અને પછી બળાત્કાર યુવતીએ આખરે હિંમત દાખવી નવરંગપુરા પોલીસ મથકે નરાધમ યુવક વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ પોલીસને જણાવ્યું કે આરોપીએ તેને લગ્નના પવિત્ર બંધનમાં બંધાવાનું વચન આપીને તેની મરજી વિરુદ્ધ શરીર સુખ માણ્યું હતું. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી મેડિકલ તપાસ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે તેવી ખાતરી આપી છે. આ પણ વાંચો : Surat News : પાંડેસરામાં પાડોશી યુવકે 14 વર્ષની કિશોરીની આબરૂ લૂંટી, પોલીસે નરાધમને દબોચ્યો

Read Full Story arrow_forward