android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amreli News : અમરેલીમાં સાયબર ફ્રોડ કેસમાં ઐતિહાસિક ચુકાદો,‘સરપ્રાઈઝ ગિફ્ટ’ના બહાને છેતરપિંડી આચરનાર નાઇજીરીયન મહિલાને 7 વર્ષની કેદ થઈ
calendar_today January 24, 2026

Amreli News : અમરેલીમાં સાયબર ફ્રોડ કેસમાં ઐતિહાસિક ચુકાદો,‘સરપ્રાઈઝ ગિફ્ટ’ના બહાને છેતરપિંડી આચરનાર નાઇજીરીયન મહિલાને 7 વર્ષની કેદ થઈ

ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી 'સરપ્રાઈઝ ગિફ્ટ'ના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર નાઇજીરીયન મહિલા આરોપીને અદાલતે ૭ વર્ષની કેદની મહત્તમ સજા અને દંડ ફટકાર્યો છે. બનાવની હકીકત એવી હતી કે, જૂન ૨૦૨૩માં ફરિયાદી પિયુષભાઈ થુંમર સાથે ઇન્સ્ટાગ્રામ દ્વારા સંપર્ક કરી નાઇજીરીયન મહિલા આરોપીએ પોતાની ઓળખ વિદેશી મિત્ર તરીકે આપી હતી. ગૂગલ લોગિન વિગતોના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કરાયું લંડનથી કિંમતી ગિફ્ટ મોકલવાની લાલચ આપી, 'Skye Elite Logistics' નામની નકલી કુરિયર સર્વિસના ઈમેઈલ અને વિવિધ મોબાઈલ નંબરો દ્વારા ફરિયાદીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કસ્ટમ ડયુટી, ઇન્કમ ટેક્સ અને કરન્સી કન્વર્ઝન જેવા ખોટા બહાના હેઠળ ફરિયાદી પાસેથી કુલ રૂ. ૧૪,૦૯,૦૦૦ પડાવી લેવામાં આવ્યા હતા. અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ કેસમાં અત્યંત જટિલ અને ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી. ગુનામાં ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ તપાસીને શંકાસ્પદ મોબાઈલ નંબરોના CDR/SDR અને ગૂગલ લોગિન વિગતોના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કરાયું. આરોપી દ્વારા અપાયેલા તમામ દસ્તાવેજો નકલી હતા જેમાં ઇન્ટરનેશનલ કનેક્શન બહાર આવ્યું. તપાસમાં ખુલેલું કે આરોપીએ ગુરુગ્રામ (હરિયાણા) ખાતે નકલી પાસપોર્ટ પર ટાટા પ્લે બ્રોડબેન્ડ કનેક્શન મેળવી આ કૌભાંડ આચર્યું હતું. સાયબર ટીમ દ્વારા ગુરુગ્રામથી આરોપીની ધરપકડ કરી, તેની પાસેથી ૬ મોબાઈલ ફોન, ૧ લેપટોપ અને ૨ બોગસ પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ફોરેન્સિક સાયન્સ લેબ ગાંધીનગરના રિપોર્ટ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) તેમજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) જેવી સંસ્થાઓ સાથે પત્રવ્યવહાર કરી સાબિત કરવામાં આવ્યું કે આરોપી દ્વારા અપાયેલા તમામ દસ્તાવેજો નકલી હતા. નામદાર કોર્ટ, અમરેલીએ આ કેસમાં મહત્વનો આદેશ આપ્યો જેમાં આરોપીને IPCની કલમ ૪૨૦ હેઠળ ૭ વર્ષની સાદી કેદ અને દંડ, તેમજ કલમ ૪૬૭, ૪૬૮, ૪૭૧ અને આઈ.ટી. એક્ટની કલમ ૬૬(ડી) હેઠળ દોષિત ઠેરવવામાં આવી છે. સરકારી વકીલશ્રી દ્વારા રજૂ કરાયેલા ૧૧ સાક્ષીઓ અને ૧૪૨ દસ્તાવેજી પુરાવાઓ તેમજ NCRBના ડેટા સાથેની ધારદાર રજૂઆતના આધારે અદાલતે આ કડક સજા ફટકારી છે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ગુજરાતની જનતાની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષા માટે અમારી પોલીસ સજ્જ છે. આ ચુકાદો સાયબર ગુનેગારો માટે એક કડક ચેતવણી સમાન છે. ગમે તેટલો શાણો ગુનેગાર હોય, તે પોલીસની નજરથી બચી શકશે નહીં. હરિયાણાથી આરોપીને પકડી લાવી સજા અપાવવી એ ગુજરાત પોલીસની કાર્યક્ષમતા દર્શાવે છે અમે નાગરિકોને સુરક્ષિત ડિજિટલ વાતાવરણ આપવા કટિબદ્ધ છીએ. કાયદા રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું છે કે, મજબૂત ઇન્વેસ્ટિગેશન અને અસરકારક કાયદાકીય રજૂઆતને કારણે આ ઐતિહાસિક સજા શક્ય બની છે. નકલી દસ્તાવેજો અને વિદેશી ઓળખ પાછળ છુપાયેલા ગુનેગારને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે. આ કેસમાં તપાસ કરનાર અમરેલી પોલીસની સમગ્ર ટીમ અને ન્યાયપાલિકા સાથે સંકળાયેલી સમગ્ર ટીમને નાયબ મુખ્યમંત્રી તેમજ કાયદા રાજ્ય મંત્રીએ અભિનંદન પાઠવ્યા છે. આ પણ વાંચો : Dwarka News : દ્વારકાના અલગ-અલગ 21 ટાપુઓ પર અવરજવર પર પ્રતિબંધ લગાવાયો, ગેરપ્રવૃત્તિ અને શાંતિ ભંગ ન થાય તે માટે કલેકટરનો નિર્ણય

Read Full Story arrow_forward
Suratના ડિંડોલીમાં પાણી માફિયાઓનો આતંક, રોડ પર બેફામપણે દોડતી ઘાતકી ટેન્કરોના કારણે લોકો પર જોખમ
calendar_today January 24, 2026

Suratના ડિંડોલીમાં પાણી માફિયાઓનો આતંક, રોડ પર બેફામપણે દોડતી ઘાતકી ટેન્કરોના કારણે લોકો પર જોખમ

સુરતના ડિંડોલી વિસ્તારમાં ટેન્કર માફિયાઓનો ત્રાસ વધી રહ્યો છે. પાણીની ટેન્કરો બેફામ રીતે રોડ પર દોડતી હોવાથી નાગરિકો માટે સતત જોખમ ઉભુ થયું છે. આ તમામ ટેન્કરો ગેરકાયદેસર ચાલતા હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે.20 જેટલા પાણીના ટેન્કર ગેરકાયદે હોવાનો આરોપ સુરતના ડિંડોલી વિસ્તારમાં રસ્તાઓ પર 20 જેટલા ગેરકાયદેસર ચાલતા હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે. બેફામપણે દોડતા પાણીના ટેન્કરોના કારણે લોકો ત્રસ્ત થઈ રહ્યા છે. ટેન્કરો બેફામ રીતે રોડ પર દોડે છે સ્થાનિક લોકોનું જણાવવું છે કે, ટેન્કરો બેફામ રીતે રોડ પર દોડે છે અને અવાર નવાર અકસ્માતો પણ બને છે અને તેના કારણે સ્થાનિકોને જોખમ ઉભુ થયું છે. તંત્ર તરફથી અત્યાર સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, પાણીના ટેન્કરોને કારણે રોજબરોજના જીવનમાં પરેશાની વધી છે અને કેટલીકવાર અકસ્માતની ઘટના પણ બની રહી છે. તેમ છતાં તંત્ર તરફથી અત્યાર સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. આ પણ વાંચો-----     Vadodara : અકોટા બ્રિજ પાસે બાઈક અકસ્માતમાં યુવકના થયેલા મોતમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, યુવકે તેના મોંઢા પર પ્લાસ્ટિકની કોથળી કેમ બાંધી ?.

Read Full Story arrow_forward
Petrol Diesel Price Today: પેટ્રોલ ડીઝલની કિંમતમાં આવ્યો ફેરફાર, જાણી લો 1 લિટરનો લેટેસ્ટ રેટ
calendar_today January 24, 2026

Petrol Diesel Price Today: પેટ્રોલ ડીઝલની કિંમતમાં આવ્યો ફેરફાર, જાણી લો 1 લિટરનો લેટેસ્ટ રેટ

પેટ્રોલ અને ડીઝલ આ બંને એવી વસ્તુ છે કે જેની રોજેરોજ જરૂર પડે.  તેની કિંમતોમાં જો ફેરફાર થયા તો તેની સીધી જ અસર આપણા બજેટ પર પડે. ત્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં રોજબરોજ ફેરફાર આવતો રહે છે. ત્યારે  આજે 24 જાન્યુઆરી 2026 ના રોજ ભારતના મુખ્ય શહેરો માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. જો કે હજી સુધી તો પેટ્રોલ ડિઝલના ભાવમાં કોઇ ફેરફાર ખાસ આવ્યો નથી. પરંતુ વિવિધ શહેરોમાં તેના ભાવમાં વધ ઘટ જોવા મળી શકે છે. ત્યારે આવો જાણીએ ગુજરાતના વિવિધ શહેરોમાં શું છે આજનો લેટેસ્ટ ભાવદેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ? દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 104.21 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.15 રૂપિયા પ્રતિ લિટર છે. કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે. ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.75 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.34 રૂપિયા પ્રતિ લિટર છે. ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ? (ગુડ રિટર્ન અનુસાર)શહેર પેટ્રોલ (રૂ.) ડીઝલ (રૂ.)અમદાવાદ 94.29 89.95ભાવનગર 96.19 91.86ગાંધીનગર 94.60 90.27રાજકોટ 94.26 89.95વડોદરા 94.52 90.20એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવઈન્ડિયન ઓઈલ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો. ભારત પેટ્રોલિયમ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9223112222 પર SMS કરો. હિન્દુસ્તાન પેટ્રોલિયમ: 9222201122 નંબર પર તમારા શહેરનો HPP કિંમત અને પિનકોડ SMS કરો. ` Shani Gochar : આ 3 રાશિના લોકોનો વટ પડી જશે! શનિ દેવ વરસાવશે કૃપા

Read Full Story arrow_forward