android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadh : ઈન્ટરનેશનલ મોબાઈલ બિલ વગર વેચતા હોવાની શંકાના આધારે 5 મોબાઇલ વેપારીઓ પર પોલીસ અત્યાચારનો આક્ષેપ
calendar_today January 24, 2026

Junagadh : ઈન્ટરનેશનલ મોબાઈલ બિલ વગર વેચતા હોવાની શંકાના આધારે 5 મોબાઇલ વેપારીઓ પર પોલીસ અત્યાચારનો આક્ષેપ

જુનાગઢ શહેરમાં મોબાઇલ વ્યવસાય કરતા વેપારીઓને પોલીસે બેફામ માર માર્યાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે.ઇન્ટરનેશનલ મોબાઇલ ફોન બિલ વગર વેચાતા હોવાની શંકા મળતી માહિતી પ્રમાણે વેપારીઓ ઇન્ટરનેશનલ મોબાઇલ ફોન બિલ વગર વેચાતા હોવાની શંકાના આધારે પોલીસે કાર્યવાહી કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પાંચ મોબાઇલ વેપારીઓને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો મળતી માહિતી મુજબ, પાંચ મોબાઇલ વેપારીઓને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો, જેમાંથી કેટલાક વેપારીઓને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.  આખી રાત એલસીબી (LCB) ઓફિસમાં રાખી માર મારવામાં આવ્યો હોવાનો આરોપ વેપારીઓના જણાવ્યા અનુસાર, તેમને આખી રાત એલસીબી (LCB) ઓફિસમાં રાખી માર મારવામાં આવ્યો હતો.  ઈલેક્ટ્રીક શોક આપવામાં આવ્યો વેપારીઓએ વધુમાં આક્ષેપ કર્યો છે કે પૂછપરછ દરમિયાન ગુપ્તાંગમાં ઈલેક્ટ્રીક શોક આપવામાં આવ્યો હતો, જેના કારણે તેમની હાલત વધુ ગંભીર બની હતી. આ ઘટનાને લઈ વેપારી સમાજમાં ભારે રોષ ફેલાયો છે.  વેપારીઓના ઘરે પણ તપાસ પોલીસે આ કાર્યવાહી બાદ વેપારીઓના ઘરે પણ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. જોકે, સમગ્ર મામલે પોલીસ તરફથી સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું નથી. પોલીસ સામે ફરિયાદ નોંધાવવાનો મક્કમ નિર્ણય આ ઘટનાને લઈને પીડિત વેપારીઓ પોલીસ સામે ફરિયાદ નોંધાવવાનો મક્કમ નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો પોલીસ તંત્ર માટે આ મામલો ગંભીર બની શકે છે.આ પણ વાંચો----    Dhandhuka: બગોદરા નજીક એસટી બસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Read Full Story arrow_forward
Chhota Udepur News : બાળકો રામ ભરોસે, સંખેડા તાલુકાના સારંગપુરમાં તૈયાર થયેલું આંગણવાડીનું નવું નંદઘર આજે પણ લોકાર્પણની રાહ જોઈ રહ્યું છે
calendar_today January 24, 2026

Chhota Udepur News : બાળકો રામ ભરોસે, સંખેડા તાલુકાના સારંગપુરમાં તૈયાર થયેલું આંગણવાડીનું નવું નંદઘર આજે પણ લોકાર્પણની રાહ જોઈ રહ્યું છે

મકાન પર રંગરોગાન,લાઇટ ફિટિંગ સહિતના તમામ કામ પૂર્ણ થયા છે, પરંતુ સામાન્ય કામ અને “નંદઘર” નામ લખવાનું બાકી હોવાને કારણે છેલ્લા ત્રણ વર્ષથી આ મકાન શરૂ થઈ શક્યું નથી.પરિણામે ગામના નાનાં બાળકો આજે પણ તેડાઘર બહેનના ઘરે બેસવા મજબૂર છે. આ છે સંખેડા તાલુકાના સારંગપુર ગામનું તૈયાર થયેલું આંગણવાડીનું મકાન.સરકાર દ્વારા નંદઘર તરીકે બનાવાયેલ આ મકાનમાં કલરકામ, લાઇટ ફિટિંગ સહિતની તમામ સુવિધાઓ પૂરી કરવામાં આવી છે. મકાન તૈયાર હોવા છતાં ગામના લગભગ 46 બાળકોને આજે પણ વૈકલ્પિક વ્યવસ્થામાં બેસાડવામાં આવે છે પરંતુ સામાન્ય લાગતી એક બાબત,એટલે કે “નંદઘર” નામ લખવાનું કામ ન થવાને કારણે આ મકાનનું લોકાર્પણ થઈ શક્યું નથી. તેવું ગામના લોકો નું કહેવું છે.છેલ્લા ત્રણ વર્ષથી આ મકાન બંધ હાલતમાં છે. મકાન તૈયાર હોવા છતાં ગામના લગભગ 46 બાળકોને આજે પણ વૈકલ્પિક વ્યવસ્થામાં બેસાડવામાં આવે છે. તેડાઘર બહેનના ઘરે આ બાળકોને ભણતર અને પોષણ આપવામાં આવે છે,જ્યાં પૂરતી જગ્યા અને જરૂરી સુવિધાઓનો અભાવ જોવા મળે છે.નવા નંદઘરથી વંચિત રહેતા બાળકોના માતા-પિતામાં પણ રોષ અને ચિંતા જોવા મળી રહી છે. તંત્રને વારંવાર રજૂઆત કરી પણ કોઈ નિરાકરણ આવતું નથી ગામના સરપંચનું કહેવું છે કે, વારંવાર તંત્રમાં રજૂઆત કરી છે પણ બાળકોની કોઈ ચિંતા કરતા નથી. હાલ બાળકોને તેડાઘર બહેનના ઘરે બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ ત્યાં વાલીઓ બાળકોને મોકલતા ગભરાય છે કારણ કે મકાન કાચું છે. આ સમગ્ર બાબતે હવે ગામના લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે તૈયાર મકાન હોવા છતાં ત્રણ વર્ષથી લોકાર્પણ કેમ નથી થયું?આ બેદરકારી માટે જવાબદાર કોણ ? નાના બાળકોના ભવિષ્ય સાથે જોડાયેલા આ પ્રશ્ન પર તંત્રની નિષ્કાળજી ખુલ્લેઆમ સામે આવી રહી છે.વાલીઓ દ્વારા વહેલી તકે નંદઘર શરૂ કરવાની માગ કરવામાં આવી રહી છે. ગામના કાચા મકાનમાં બાળકોને બેસાડવામાં આવે છે જ્યાં ગામના કાચા મકાનમાં બાળકોને બેસાડવામાં આવે છે ત્યાંની આંગણવાડી બહેનનું કહેવું છે કે, બાળકોને અહીં આવવું દૂર પડે છે બાળકોની 46 છે પણ હવે ફક્ત 16 બાળકો આવે છે.આંગણવાડી બહેને પણ તંત્રમાં જાણ કરી છે. આ બાબતે તાલુકા વિકાસ અધિકારીનું કહેવું છે મકાનનું કામ પૂર્ણતાને આરે છે પેન્ટિંગના ફિશીંગના લેવલનું કામ બાકી છે ગામ પંચાયતમાં ઘણા સમય સુધી વહીવટદાર રહ્યા જેને લઈ સપોર્ટ મળ્યો ના હતો. સરપંચની ચૂંટણી થઈ ગઈ છે અને આ કામ મનરેગાનું કામ છે જે હવે પૂર્ણ કરી દેવામાં આવશે. નંદઘરનું આ મકાન હજી વધુ સમય સુધી લોકાર્પણની રાહ જોતું રહેશે ! સંપૂર્ણ રીતે કહી શકાય તેવી રીતે આંગણવાડીનું મકાન તૈયાર છે.તમામ સુવિધાથી સંપન્ન છે છતાં સામાન્ય કહી શકાય તેમ નંદઘર લખવાનું બાકી હોવાને લઈ છેલ્લા ત્રણ વર્ષથી આ મકાન બંધ હાલતમાં છે. મકાન ઉપર તાળા લટકી રહ્યા છે. આ સ્થિતિ અધિકારીઓની બેદરકારી તરફ ઈશારો કરી રહી છે અને બાળકોને તેડાઘર બહેનના ઘરે બેસવું પડે છે. સરકાર એક તરફ નંદઘર જેવી યોજનાઓ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસની વાત કરે છે, તો બીજી તરફ તૈયાર મકાન હોવા છતાં માત્ર નામના અભાવે બાળકો ત્રણ વર્ષથી સુવિધાથી વંચિત રહે છે. હવે જોવાનું રહ્યું કે વાલીઓ અને ગામલોકોની માગ બાદ તંત્ર જાગે છે કે પછી નંદઘરનું આ મકાન હજી વધુ સમય સુધી લોકાર્પણની રાહ જોતું રહેશે. આ પણ વાંચો : WEF 2026 News : દાવોસમાં ગુજરાતનો ડંકો, નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વમાં 58થી વધુ ઉચ્ચ સ્તરીય બેઠકો દ્વારા વૈશ્વિક રોકાણકારો સાથે ગુજરાતના અતૂટ વિશ્વાસનું જોડાણ

Read Full Story arrow_forward
Junagadh : માળીયા હાટીના વિસ્તારમાં ગેરકાયદે ખોદકામ પર ખનીજ વિભાગ ત્રાટક્યુ, અમરાપુર ગીરમાં દરોડા
calendar_today January 24, 2026

Junagadh : માળીયા હાટીના વિસ્તારમાં ગેરકાયદે ખોદકામ પર ખનીજ વિભાગ ત્રાટક્યુ, અમરાપુર ગીરમાં દરોડા

જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના વિસ્તારમાં ગેરકાયદે ખોદકામની ફરિયાદોને પગલે ખનીજ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે.ગેરકાયદે ખનન કરતા તત્વો સામે કાર્યવાહી અમરાપુર ગીર વિસ્તારમાં મામલતદાર અને પોલીસની સંયુક્ત ટીમે દરોડા પાડી ગેરકાયદે ખનન કરતા તત્વો સામે કાર્યવાહી કરી હતી. વાહનો જપ્ત કરાયા દરોડા દરમિયાન ગેરકાયદે ખનન કરવામાં વપરાતું એક જેસીબી મશીન જપ્ત કરવામાં આવ્યું છે. ઉપરાંત રેતી ચોરીમાં સંડોવાયેલા બે ટ્રેક્ટરો પણ ખનીજ વિભાગ દ્વારા કબજે લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. કાનૂની કાર્યવાહી આગળ વધારવામાં આવશે.  લાંબા સમયથી આ વિસ્તારમાં ગેરકાયદે ખનન થતું હોવાની ફરિયાદો તંત્રને મળતી હતી, જેને આધારે અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી બાદ ખનનકારોને ચેતવણી આપવામાં આવી છે અને નિયમ મુજબ કાનૂની કાર્યવાહી આગળ વધારવામાં આવશે. ખનન અને રેતી ચોરીમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ આ કાર્યવાહીથી ગેરકાયદે ખનન અને રેતી ચોરીમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદે ખોદકામ સામે ભવિષ્યમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રહેશે.આ પણ વાંચો----    Dhandhuka: બગોદરા નજીક એસટી બસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Read Full Story arrow_forward