android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
India Weather Forecast: ફરી વધશે ઠંડી, ઉત્તર ભારતમાં શીતલહેરની શક્યતા, હવામાન વિભાગનું એલર્ટ
calendar_today January 24, 2026

India Weather Forecast: ફરી વધશે ઠંડી, ઉત્તર ભારતમાં શીતલહેરની શક્યતા, હવામાન વિભાગનું એલર્ટ

ખાસ કરીને ઉત્તર પ્રદેશ, દિલ્હી-એનસીઆર, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને બિહારના કેટલાક વિસ્તારોમાં કડકડતી ઠંડી અનુભવાઈ શકે છે. ઠંડા પવન સાથે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા નીચે જવાની સંભાવના છે, જેના કારણે લોકો હાડ થીજાવતી ઠંડીનો સામનો કરી શકે છે.ઉત્તર-પશ્ચિમ દિશાથી આવતા ઠંડા પવનોની ઝડપ વધશે હવામાન વૈજ્ઞાનિકો જણાવે છે કે ઉત્તર-પશ્ચિમ દિશાથી આવતા ઠંડા પવનોની ઝડપ વધશે અને પહાડી વિસ્તારોમાં થઈ રહેલી બરફવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં પણ જોવા મળશે. હિમાલય ક્ષેત્રમાંથી આવતી ઠંડી હવાઓ તાપમાનને વધુ ઘટાડે તેવી શક્યતા છે. સવાર અને રાતના સમયે ઠંડી વધુ તીવ્ર રહેશે, જ્યારે અનેક જગ્યાએ ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે, જેના કારણે દૃશ્યતા પર અસર પડી શકે છે.હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. શીતલહેર દરમિયાન વૃદ્ધો, બાળકો અને પહેલેથી બીમાર લોકોને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ખુલ્લામાં લાંબા સમય સુધી રહેવાનું ટાળવું, ગરમ કપડાં પહેરવા અને ગરમ પીણાં લેવાં યોગ્ય રહેશે. ખેડૂતોને પણ સાવચેત રહેવા માટે ચેતવણી આપવામાં આવી છે, કારણ કે ઠંડી અને પાળાનો પાક પર નકારાત્મક અસર પડી શકે છે. નિષ્ણાતોના કહેવા મુજબ ખેતરોમાં હલકી સિંચાઈ કરવી અને પાકને ઢાંકી રાખવા જેવા પગલાં નુકસાન ઘટાડવામાં મદદરૂપ બની શકે છે.ધુમ્મસની શક્યતાને કારણે માર્ગ અને રેલ પરિવહન પર પણ અસર ધુમ્મસની શક્યતાને કારણે માર્ગ અને રેલ પરિવહન પર પણ અસર પડી શકે છે. વાહનચાલકોને ધીમે ગતિએ વાહન ચલાવવાની અને ફોગ લાઈટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. હવાઈ મુસાફરોને પણ મુસાફરી પહેલાં તેમની ફ્લાઇટની સ્થિતિ ચકાસવાની જરૂર પડી શકે છે. ઉત્તર ભારતમાં ફરી એક વખત શિયાળાએ મજબૂત અસર દર્શાવી શકે છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ચેતવણીઓનું પાલન કરવું અને જરૂરી સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે.આ પણ વાંચો: Weather Update: ઠંડી અને ધુમ્મસના કહેર વચ્ચે હવે રાજધાનીમાં કમોસમી વરસાદ, જનજીવન પર માઠી અસર

Read Full Story arrow_forward
Ahmedabad News : અમદાવાદમાં 22 તળાવ રૂ.217 કરોડના ખર્ચે ઈન્ટરલિંક કરાશે, ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા માટે પ્રોજેક્ટ હાથ ધરાયો
calendar_today January 24, 2026

Ahmedabad News : અમદાવાદમાં 22 તળાવ રૂ.217 કરોડના ખર્ચે ઈન્ટરલિંક કરાશે, ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા માટે પ્રોજેક્ટ હાથ ધરાયો

47.60 કરોડના ખર્ચે 10 તળાવના ઈન્ટરલિંગની પ્રોસેસ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 36 તળાવોને ઈન્ટરલિંક કરી દેવાયા છે, 30 જેટલા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યામાં ઘટાડો થશે અને શહેરમાંથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા હળવી થશે અને ભૂગર્ભ જળસ્તર ઊંચા આવતા પાણીની અછત દૂર થશે.ઈન્ટરલિકિંગની કામગીરી માટે ટેન્ડર પ્રોસેસ હાય ધરાઈ રહી છે AMC હારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાવાને કારણે નાગરિકોને વેઠવી પડતી હાલાકી હળવી કરવા. વરસાઠી પાલીથી તળાવો ભરવા, શહેરના પર્યાવરણમાં સુધારો કરવા અને ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવાના હેતુસર તળાવો ઈન્ટરલિંક કરવામાં આવી રહ્યા છે. શહેરના તળાવોમાં બારેમાસ પાણી ભરાવેલું રહે તે હેતુસર AMC દ્વારા રૂ. ૨૧૭ કરોડના ખર્ચે ૨૨ તળાવો ઈન્ટરલિક કરવાનું આયોજન હાથ ધરાયું છે. AMC દ્વારા અત્યાર સુધીમાં ૩૯ તળાવોનું ઈન્ટરલિંકિંગ કરવામાં આવ્યું છે અને રૂ. ૪૭ કરોડ, ૨૦ લાખના ખર્ચ ૧૦ તળાવોના ઈન્ટરલિકિંગની કામગીરી માટે ટેન્ડર પ્રોસેસ હાય ધરાઈ રહી હોવાનું જાણવા મળે છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા તળાવોને ઈન્ટરલિકિંગ કરવા મોટાપાયે આયોજન હાથ ધરાયું છે શહેરના વિવિધ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીને સ્ટ્રોમ વોટર મારફતે તળાવોમાં પહોંચાડી તેમજ એક તળાવમાંથી વધારાનું પાણી અન્ય તળાવમાં પહોંચાડવા માટે મ્યુનિ. દ્વારા તળાવોના ઇન્ટરલીકીંગનું આયોજન કરવામાં આવ્યું છે. AMC દ્વારા હાલ ૨૨ જેટલા તળાવોને ઇન્ટરલીંકીંગ કરવાની કામગીરી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, AMC દ્વારા કરોડોના ખર્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા તળાવોને ઈન્ટરલિકિંગ કરવા મોટાપાયે આયોજન હાથ ધરાયું છે અને આ હેતુસર કેન્દ્ર સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત જંગી રકમની પણ ગ્રાન્ટ આપવામાં આવશે. શહેરના 22 તળાવોના ઈન્ટરલિંકિંગની ચાલી રહેલી કામગીરી AMC દ્વારા ઇન્ટરલીંકીંગ કરવા માટે ચાલી રહેલી કામગીરી અંતર્ગત શહેરના ૨૨ તળાવોમાં પુનિયા, કણજિયું, બેદાર, શકરી, આઝાદનગર, રતનપુર, વડુ, સાત તલાવડી રોમાલ, ખોડિયાર તળાવ, મહાલક્ષ્મી તળાવ, રોપડા તળાવ, વાનરવટ તળાવ, લાંભા તળાવ, અરલાલી તળાવ વગેરે તળાવોનો સમાવેશ થાય છે. આ તળાવો ઇન્ટરલીંકીંગ કરવાની કામગીરીમાં કેટલાકમાં ૪૦ ટકા જેટલી કામગીરી પુર્ણ થઇ છે. ગોતા- ગોધાવી, સાબરમતી, ખારીકટ કેનાલ સાથે ઈન્ટરલિંક શહેરના જુદા જુદા વિસ્તારોમાં ૩૬ તળાવોને ગોતા- ગોધાવી, સાબરમતી, ખારીકટ કેનાલ સાથે ઈન્ટરલિંક કરવાની કામગીરી હાથ ધરાઈ છે અને તેના પરિણામે તળાવોની આસપાસના વિસ્તારોમાં ૩૦ જગ્યાએ વરસાદી પાણી ભરાવાની સમસ્યા મહદઅંશે નિવારી શકાઈ છે અને તેના લીધે ભૂગર્ભ તળ સ્તર ઉંચા આવશે તેમજ કુદરતી સૌંદર્યમાં વધારો થશે. નિકોલ તળાવને ખારીકટ કેનાલ સાથે જોડવામાં આવ્યા છે ખોરજ, ત્રાગડ, છારોડી, જગતપુર, વેસ્ટર્ન પ્રાઇમ, ગોતા, કાળી, ચેનપુર, રાણીપ, ચાંદલોડીયા, યદુડી, દેવસીટી, આરસી ટેકનીકલ, ભાડજ, ઉમા ગ્રીનલેન્ડ, ઉગતી, ગુલમહોર ગ્રીન, વેસ્ટર્ન પ્રાઇમથી ઓગણજથી કોપરણથી કાગમેર થી સોલા તળાવ સહિત ૧૫ તળાવને ઇન્ટલીકીંગ કરી તેને ગોતા ગોધાવી કેનાલ સાથે જોડવામાં આવ્યા છે. સોલા, એબીડી, થલતેજ, મહિલા, આંબલી, મુમદપુરા, મકરબા, સરખેજ, વિવેકાનંદ, આરએમએસ, વસ્ત્રાપુર, પાંચા, રોપડા સહિત ૧૩ તળાવનું જોડાણ સાબરમતી નદી સાથે કરાયું છે. શાલિગ્રામ-૨, શાલિગ્રામ-૧, સુરભી, નિકોલ તળાવને ખારીકટ કેનાલ સાથે જોડવામાં આવ્યા છે. આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં ફરી ઠંડીએ પકડયું જોર, બીજી તરફ IMDએ વરસાદની સાથે ઠંડીની આપી ચેતવણી

Read Full Story arrow_forward
Ahmedabad News : અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ પર, 26 જાન્યુઆરીને લઈને સુરક્ષા એલર્ટ અપાયું અને મુસાફરો માટે મહત્વની એડવાઈઝરી જાહેર
calendar_today January 24, 2026

Ahmedabad News : અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ પર, 26 જાન્યુઆરીને લઈને સુરક્ષા એલર્ટ અપાયું અને મુસાફરો માટે મહત્વની એડવાઈઝરી જાહેર

મુસાફરોને ફ્લાઇટના નિયત સમય કરતા વહેલા પહોંચવા સૂચના આપવામાં આવી છે અને ફ્લાઈટમાં બેસતા પહેલાં પણ મુસાફરોનું ચેકિંગ થશે અને હેન્ડ લગેજ અને લગેજનું બે વખત ચેકિંગ કરાશે જેમાં મુસાફરોની બેગ સ્કેન અને રેન્ડમ તપાસ કરાશે. ચેક-ઈન કાઉન્ટર 60 મિનિટ પહેલા બંધ થશે અને બોર્ડિગ ગેટ ફલાઈટ 25 મિનિટ પહેલા બંધ થશે તેવી વાત સામે આવી છે.દરેક એરલાઈન્સે મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી મુસાફરોની સુરક્ષા માટે અને 26 જાન્યુઆરીને લઈ દરેક એરલાઈન્સે એડવાઈઝરી જાહેર કરી હોવાની વાત સામે આવી છે, વધારાની તપાસને લઈ થોડો સમય લાગી શકે છે એટેલે મુસાફરોએ ઘરેથી પણ વહેલું નિકળવું પડશે, ચેક-ઇન કાઉન્ટર ફ્લાઇટના 60 મિનિટ પહેલાં બંધ થશે અને બોર્ડિંગ ગેટ ફ્લાઇટની 25 મિનિટ પહેલાં બંધ થશે. મુસાફરોને સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાની ચેક-ઇન બેગ સિવાય ફક્ત 7 કિલો વજનની એક જ હેન્ડબેગ સાથે રાખે. અમદાવાદ એરપોર્ટે ટેકનિકલ, ઓપરેશનલ તૈયારીઓ કરી શિયાળાની ઋતુમાં ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીને કારણે ફ્લાઇટ્સમાં થતા વિક્ષેપને રોકવા માટે અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) સંપૂર્ણ સજ્જ થઈ ગયું છે. એરપોર્ટ પ્રશાસને મુસાફરોની સુવિધા અને સુરક્ષિત મુસાફરી માટે અત્યાધુનિક ટેકનિકલ અને ઓપરેશનલ તૈયારીઓ પૂર્ણ કરી છે. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદમાં 22 તળાવ રૂ.217 કરોડના ખર્ચે ઈન્ટરલિંક કરાશે, ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા માટે પ્રોજેક્ટ હાથ ધરાયો

Read Full Story arrow_forward