android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: ગોતામાં AMTSના અકસ્માતનો કેસ, કંપનીને 50 હજારનો દંડ ફટકારાયો
calendar_today January 23, 2026

Ahmedabad News: ગોતામાં AMTSના અકસ્માતનો કેસ, કંપનીને 50 હજારનો દંડ ફટકારાયો

અમદાવાદમાં માત્ર ધનકુબેરોના નબીરા જ નહીં પણ સ્માર્ટ સિટીના તંત્રના કર્મચારીઓ પણ બેફામ ડ્રાઈવિંગ કરી રહ્યાં છે. શહેરમાં AMTS બસના ડ્રાઈવરો દ્વારા બેફામ ડ્રાઈવિંગના અનેક કિસ્સા સામે આવ્યાં છે. ત્યારે આજે ગોતા સિરામીક માર્કેટ પાસે બેફામ ગતિએ આવતા AMTSના ડ્રાઈવરે સ્કૂલ વાન, રિક્ષા અને ટેમ્પોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે લોકોને ઈજા પહોંચી હતી. જ્યારે સ્કૂલના બાળકોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનામાં મનપાની કાર્યવાહીમાં કુણુ વલણ સામે આવ્યું છે. માત્ર દંડ અને નોટીસની કાર્યવાહી કરાઈ છે. ચાર્ટડ સ્પીડ કંપનીને માત્ર 50 હજારનો દંડ ફટકારાયો અમદાવાદના ગોતામાં AMTS બસ દ્વારા થયેલા અકસ્માતમાં ડ્રાઈવરે સ્કૂલવાન, રિક્ષા અને ટેમ્પોને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ખતરનાક હતી કે, વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. જ્યારે બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. સદનસીબે સ્કૂલના બાળકોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનામાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા બસ ઓપરેટર ચાર્ટડ સ્પીડ કંપનીને માત્ર 50 હજારનો દંડ ફટકારાયો છે અને નોટીસ આપવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર મામલે ખુલાસો પણ માંગવામાં આવ્યો છે.

Read Full Story arrow_forward
Gandhinagar News : દહેગામમાં સરદાર સાહેબની પ્રતિમાને ટોપી પહેરાવનાર બાળક નીકળ્યો, પોલીસનો દાવો
calendar_today January 23, 2026

Gandhinagar News : દહેગામમાં સરદાર સાહેબની પ્રતિમાને ટોપી પહેરાવનાર બાળક નીકળ્યો, પોલીસનો દાવો

ગાંધીનગર જિલ્લાના દહેગામમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સાથે ચેડાં કરવાની અણછાજતી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. કોઈ અજ્ઞાત તત્વો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ટોપી પહેરાવવામાં આવી હતી. જેના સમાચાર વાયુવેગે પ્રસરતા પાટીદાર સમાજ અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ ઘટનાને ગંભીર ગણાવીને પાટીદાર સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ મુદ્દે પોલીસ દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. બાળકે રમતમાં સરદારની પ્રતિમાને ટોપી પહેરાવી હતી પોલીસની તપાસમાં સરદાર પટેલની પ્રતિમાને ટોપી પહેરાવનાર એક બાળક નીકળ્યો છે. 12 વર્ષના બાળકે સરદાર પટેલની પ્રતિમાને ટોપી પહેરાવી હોવાનો પોલીસે દાવો કર્યો છે. બાળકો રમતમાં સરદાર પટેલની પ્રતિમાને ટોપી પહેરાવી હોવાનું પોલીસની પુછપરછમાં સામે આવ્યું છે. શાકભાજીના વ્યાપારીના દિકરાએ સરદાર પટેલની પ્રતિમાને ટોપી પહેરાવી હતી. દહેગામ પોલીસે કહ્યું હતું કે, બાળકો ટોપી રમતમાં પહેરાવતા કોઈ ગુનાહિત કૃત્ય નથી. પોલીસ તપાસમાં પુછપરછ કરતા બહાર આવી વિગતો પોલીસે બાળકના પિતા પાસે એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં બાળકનો પિતા કહે છે કે, મારો દિકરો રમતો હતો અને તેની એક ટોપી સરદાર સાહેબની પ્રતિમા પર પહેરાવી દીધી હતી. આમાં મારો કે મારા બાળકનો કોઈ ખોટો ઈરાદો નહોતો. તેણે રમત રમતમાં આ ટોપી પહેરાવી હતી. હું આ પ્રતિમા પાસે શાકભાજી અને ફ્રૂટની લારી ચલાવી મારૂ ગુજરાન ચલાવુ છું. આ પણ વાંચોઃ Rajkot News: સિંગતેલમાં ભેળસેળની આશંકાએ 16 વેપારીઓને ત્યાં ચેકિંગ, આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા

Read Full Story arrow_forward
Botad ટ્રાફિક પોલીસની લાલ આંખ: વાહનોમાં લગાડેલી ગેરકાયદે સફેદ LED લાઈટો ઉતારવા ખાસ ડ્રાઈવ
calendar_today January 23, 2026

Botad ટ્રાફિક પોલીસની લાલ આંખ: વાહનોમાં લગાડેલી ગેરકાયદે સફેદ LED લાઈટો ઉતારવા ખાસ ડ્રાઈવ

બોટાદ શહેરમાં વાહનચાલકો દ્વારા નિયમ વિરુદ્ધ લગાડવામાં આવતી સફેદ LED લાઈટોને કારણે સર્જાતા અકસ્માતોને રોકવા માટે ટ્રાફિક પોલીસે કડક વલણ અપનાવ્યું છે. બોટાદ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના મુખ્ય વિસ્તારોમાં ગેરકાયદે લાઈટો સામે એક વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઈવ અંતર્ગત શહેરના વ્યસ્ત ગણાતા જ્યોતિગ્રામ સર્કલ અને એસ.ટી. ડેપો સહિતના વિવિધ પોઈન્ટ્સ પર નાકાબંધી કરીને વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.જ્યોતિગ્રામ સર્કલ, એસ.ટી. ડેપોમાં કાર્યવાહી પોલીસ કાર્યવાહી દરમિયાન અનેક ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોમાં કંપની ફિટિંગ સિવાયની વધારાની તીવ્ર સફેદ LED લાઈટો જોવા મળી હતી. ટ્રાફિક પોલીસની ટીમે સ્થળ પર જ આવા વાહનોમાંથી ગેરકાયદે લાઈટો ઉતારી લીધી હતી અને ટ્રાફિક નિયમોના ભંગ બદલ વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી દંડ વસૂલ્યો હતો. રાત્રિના સમયે આવી લાઈટો સામેથી આવતા વાહનચાલકોની આંખોમાં અંજાપો લાવતી હોય છે, જે ગંભીર અકસ્માતનું કારણ બને છે. અનેક વાહનોમાંથી લાઈટો ઉતારી લેવામાં આવી ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, વાહનોમાં નિયત ધોરણો કરતા વધુ તીવ્રતા વાળી લાઈટો લગાડવી એ ગુનો છે. પોલીસે વાહનચાલકોને અપીલ કરી છે કે તેઓ પોતાની અને અન્યોની સુરક્ષા માટે આવી લાઈટોનો ઉપયોગ ટાળે. આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આ પ્રકારની ડ્રાઈવ સતત ચાલુ રાખવામાં આવશે તેવી ચીમકી પોલીસે આપી છે. આ કામગીરીથી નિયમ ભંગ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward