android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadh: મેડિકલ કોલેજ પાછળ હથિયાર સાથે ફરતો શખ્સ ઝડપાયો, SOGએ તમંચો અને કાર્તૂસ કબજે કર્યા
calendar_today January 23, 2026

Junagadh: મેડિકલ કોલેજ પાછળ હથિયાર સાથે ફરતો શખ્સ ઝડપાયો, SOGએ તમંચો અને કાર્તૂસ કબજે કર્યા

શહેરમાં ગુનાખોરી પર લગામ કસવા અને ગેરકાયદેસર હથિયારોના દૂષણને ડામવા માટે પોલીસ સક્રિય બની છે. જૂનાગઢ એ. ડિવિઝન પોલીસ મથક હેઠળ આવતી મેડિકલ કોલેજ પાછળના વિસ્તારમાં હથિયાર સાથે આંટાફેરા કરતા એક શખ્સને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ દબોચી લીધો છે.હથિયાર સાથે આંટાફેરા કરતો ઝડપાયોજૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડિયા અને એસપી સુબોધ ઓડેદરાની સૂચના હેઠળ SOG ની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન હેડ કોન્સેબલ મેણસીભાઈ અખેડ અને કોન્સેબલ રોહિતભાઈ ધાધલને ચોક્કસ માહિતી મળી હતી કે, એક શખ્સ હથિયાર સાથે મેડિકલ કોલેજ પાછળ આંબાવાડી વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં ફરી રહ્યો છે.હથિયારોના દૂષણને ડામવા માટે પોલીસ સક્રિયબાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી રસીયાદખાન નાસીરખાન યુસુફજઈ નામના શખ્સને અટકાવી તેની તલાશી લીધી હતી. રૂ. 10,000ની કિંમતનો એક હાથ બનાવટનો તમંચો. રૂ. 300ની કિંમતના 3 નંગ લાઈવ કાર્તૂસ. કુલ મુદ્દામાલ: રૂ. 10,300. તેની પાસેથી મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે આર્મ્સ એક્ટ (હથિયાર ધારો) મુજબ ગુનો દાખલ કર્યો છે. આ પણ વાંચો: ગુજરાતી રંગભૂમિના તેજસ્વી તારા રાજુ બારોટનું નિધન, કલા જગતમાં શોકની લહેર

Read Full Story arrow_forward
Dwarka News : જિલ્લાના ૨૧ ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
calendar_today January 23, 2026

Dwarka News : જિલ્લાના ૨૧ ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ

દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્વિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે.જિલ્લામાં ૨૪ ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર ૦૨ ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે. જયારે ૨૨ ટાપુઓ માનવ વસાહત રહિત છે. જે પૈકી નરારા ટાપુ માટે તા.૧૯/૧૨/૧૬ના સુધારા જાહેરનામામાં જણાવેલ શરતોને આધિન પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની લેખિત પરવાનગી લેવામાંથી મુક્તિ આપવામાં આવેલ છે. નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલ હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે શ્રધ્ધાળુઓ અવર જવર કરતા હોય છે. ઇસમો નિર્જન ટાપુઓ પર આશ્રય મેળવે છે આ શ્રધ્ધાળુઓ સાથે રાષ્ટ્રવિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃતિઓ કરતા ઇસમો નિર્જન ટાપુઓ પર આશ્રય મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેની શકયતા નકારી શકાય નહી. ત્રાસવાદી જૂથો, સંગઠનો દ્વારા દેશના મહત્વના ચાવીરૂપ સંસ્થાઓ તેમજ મહત્વના ધાર્મિક સ્થાનો, ભીડવાળા સ્થળોએ હુમલા કરી ભાંગફોડ તથા હિંસા કરે તેવી શકયતા રહેલી છે. આવી પ્રવૃતિઓના કારણે જન સલામતી ન જોખમાય તેમજ જાહેર સુલેહ શાંતીનો ભંગ ન થાય તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકાએ તેમને મળેલ સતાની રૂએ એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે. જિલ્લામાં આવેલ ૨૧ ટાપુઓ પર પ્રતિબંધ જિલ્લામાં આવેલ ૨૧ ટાપુઓ જેવા કે (૧) ધાની ઉર્ફે ડની ટાપુ, (૨) ગાંધીયોકડો ટાપુ, (૩) કાલુભાર ટાપુ, (૪) રોઝી ટાપુ, (૫) પાનેરો ટાપુ, (૬) ગડુ (ગારૂ) ટાપુ, (૭) સાનબેલી (શિયાળી) ટાપુ, (૮) ખીમરોઘાટ ટાપુ, (૯) આશાબાપીર ટાપુ (૧૦) ભૈદર ટાપુ (૧૧) ચાંક ટાપુ (૧૨) ધબધબો (દબદબો) ટાપુ (૧૩) દીવડી ટાપુ (૧૪) સામીયાણી ટાપુ (૧૫) નોરૂ ટાપુ (૧૬) માન મરૂડી ટાપુ (૧૭) લેફા મરૂડી ટાપુ (૧૮) લંધા મરૂડી ટાપુ (૧૯) કોઠાનું જંગલ ટાપુ (ર૦) ખારા મીઠા ચુષ્ણા ટાપુ (ર૧) કુડચલી ટાપુ ઉપર જે તે ટાપુની મહેસુલી હકુમત ધરાવતા પ્રાંત અધિકારી અને સબ – ડિવીઝનલ મેજીસ્ટ્રેટની લેખિત પૂર્વ મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામું તા.૨૫/૦૧/૨૦૨૬થી તા.૨૫/૦૩/૨૦૨૬ (બંન્ને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે. આ પણ વાંચોઃ Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય, વિવિધ આવાસ યોજનાઓમાં દંડનીય વ્યાજ માફી

Read Full Story arrow_forward
Vadodara : સંગમ ચાર રસ્તા પાસે પાણીની લાઈન જોડાણ કામગીરી, 27 જાન્યુઆરીએ કારેલીબાગ વિસ્તારમાં પાણી પુરવઠો બંધ
calendar_today January 23, 2026

Vadodara : સંગમ ચાર રસ્તા પાસે પાણીની લાઈન જોડાણ કામગીરી, 27 જાન્યુઆરીએ કારેલીબાગ વિસ્તારમાં પાણી પુરવઠો બંધ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં-4માં સંગમ ચાર રસ્તા નજીક નવી પાણીની લાઈન જોડવાની કામગીરી કરવામાં આવશે. જેથી મંગળવાર તા. 27 જાન્યુઆરીના રોજ કારેલીબાગ પાણીની ટાંકીના કમાન્ડ વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે.સવારે 6 થી 11 વાગ્યા સુધી પાણી વિતરણ બંધ રહેશે મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સંગમ ચાર રસ્તા પાસે લાલ બહાદુર સ્કૂલ નજીક આવેલી હાલની 500 મી.મી. વ્યાસની પાઈપલાઈનને નવી નાખવામાં આવેલી 450 મી.મી. વ્યાસની પાઈપલાઈન સાથે જોડવાની કામગીરી હાથ ધરાશે. આ કામ દરમિયાન તા. 27/01/26 ના રોજ સવારે 6 થી 11 વાગ્યા સુધી પાણી વિતરણ બંધ રહેશે. તેમજ ત્યારબાદના દિવસે પણ સમય કરતાં મોડું અને ઓછા દબાણથી પાણી પુરવઠો કરવામાં આવશે. આ વિસ્તારોમાં રહેશે પાણીનો કાપ કારેલીબાગ પાણીની ટાંકીના કમાન્ડ વિસ્તાર હેઠળ આવતા કારેલીબાગ ટાંકીથી સંગમ ચાર રસ્તા સુધીનો વિસ્તાર, એરપોર્ટ સર્કલથી ફતેગંજના ફતેપુરા ચાર રસ્તા સુધીનો વિસ્તાર, સંગમ સોસાયટી તેમજ વિજયનગર તરફનો સમગ્ર વિસ્તાર પાણી પુરવઠાની અસર હેઠળ રહેશે.  લાખો નાગરિકોને પાણીની અસુવિધા સહન કરવી પડશે આ કામગીરીને કારણે વિસ્તારના લાખો નાગરિકોને પાણીની અસુવિધા સહન કરવી પડશે. મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગે નાગરિકોને પૂર્વ તૈયારી રૂપે પાણીનો સંગ્રહ રાખવા તેમજ કામગીરી દરમિયાન સહકાર આપવા અપીલ કરી છે.આ પણ વાંચો----   Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય, વિવિધ આવાસ યોજનાઓમાં દંડનીય વ્યાજ માફી

Read Full Story arrow_forward