android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: ઝાલાવાડના 50થી વધુ કર્મચારીઓની જિ. પંચાયત કચેરીએ લેખિતમાં રજૂઆત
calendar_today January 23, 2026

Surendranagar: ઝાલાવાડના 50થી વધુ કર્મચારીઓની જિ. પંચાયત કચેરીએ લેખિતમાં રજૂઆત

સમગ્ર રાજયમાં ઈ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેકટ હેઠળ 1500થી વધુ કર્મીઓ ફરજ બજાવી રહ્યા છે. વર્ષ 2007થી શરૂ થયેલ આ યોજનાના સમગ્ર રાજયના કર્મીઓને એકાએક છુટા કરવાનો પરિપત્ર થતા કર્મીઓમાં રોષ ફેલાયો છે. આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરીએ શુક્રવારે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.વર્ષ 2007માં હાલના પીએમ નરેન્દ્ર મોદી જયારે રાજયના સીએમ હતા ત્યારે તેઓએ ગ્રામ્ય વિસ્તારના લોકો, ખેડુતો, છાત્રો ડીજીટલ યુગમાં શહેરીજનો સાથે કદમ મીલાવી ચાલે તે માટે ઈ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેકટ અમલમાં મુકયો હતો. જેમાં દરેક ગ્રામ પંચાયતને કોમ્પ્યુટર સેટ ફાળવાયા હતા અને તાલુકા લેવલે પ્રોજેકટ હેઠળ કર્મીઓની નીમણુંક કરાઈ હતી. હાલ સમગ્ર રાજયમાં 1500 સહિત ઝાલાવાડમાં 50થી વધુ કર્મીઓ આ પ્રોજેકટ હેઠળ કામ કરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં પરીપત્ર કરીને આ કર્મીઓને આગામી 1-2થી છુટ્ટા કરવાનું જાહેર થતા કર્મીઓમાં રોષ ફેલાયો છે. આ કર્મીઓમાંથી અમુક કર્મીઓ તો વર્ષ 2007થી ફરજ બજાવી રહ્યા છે. હાલ તેમની વય પણ 40થી ઉપર થઈ ગઈ છે. ત્યારે તેઓને બીજી નોકરી મેળવવાની વય પણ પુરી થઈ ગઈ છે. બીજી તરફ આ નીર્ણયથી આ પરિવારજનો માથે મોટુ આર્થીક સંકટ તોળાઈ રહ્યુ છે. આથી ઈ-ગ્રામ પ્રોજેકટના કર્મીઓએ શુક્રવારે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે લેખિત રજૂઆત કરી આ નિર્ણયને પાછો ખેંચવા માંગ કરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: મહેતા માર્કેટમાંથી 900 કિલો સીંગલ યુઝ પ્લાસ્ટીક જપ્ત
calendar_today January 23, 2026

Surendranagar: મહેતા માર્કેટમાંથી 900 કિલો સીંગલ યુઝ પ્લાસ્ટીક જપ્ત

સુરેન્દ્રનગર મહાનગરપાલીકા દ્વારા મનપા વિસ્તારમાં સીંગલ યુઝ પ્લાસ્ટીકની ઝુંબેશ ચલાવાઈ રહી છે. ત્યારે મનપાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે બાતમીને આધારે મહેતા માર્કેટમાં આવેલ નીલકંઠ ટ્રેડીંગના ગોડાઉનમાં રેડ કરી હતી. જેમાં પ્રતીબંધીત સીંગલ યુઝ પ્લાસ્ટીકમાં પ્લાસ્ટીકની થેલી, કપ, પ્લેટ વગેરેનો 900 કિલો જથ્થો જપ્ત કર્યો હતો. મનપા દ્વારા સીંગલ યુઝ પ્લાસ્ટીક મુકત શહેર માટે સતત અભીયાન ચલાવાઈ રહ્યુ છે. તેમ છતાં હજુ અનેક વેપારીઓ પોતાને ત્યાં આવો પ્રતીબંધીત જથ્થો સંગ્રહ કરીને બેઠા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dhandhuka: પંથકમાં હવામાનમાં અચાનક પલટો, ઠંડીમાં વધારો
calendar_today January 23, 2026

Dhandhuka: પંથકમાં હવામાનમાં અચાનક પલટો, ઠંડીમાં વધારો

અમદાવાદ જિલ્લાના ધંધૂકા પંથકના વાતાવરણમાં અચાનક પલટો નોંધાયો છે. શુક્રવારે સવારથી જ વિસ્તારમાં પવન ફુંકાતા ઠંડીમાં વધારો જોવા મળ્યો છે. સાથે જ વાદળો છવાતા આકાશ સંપૂર્ણ રીતે વાદળછાયું બની ગયું છે.હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી વચ્ચે બદલાયેલા હવામાનથી ખેડૂતોની ચિંતા વધતી જઈ રહી છે. ખાસ કરીને હાલ પાકની કાપણી અને તૈયાર પાક ખેતરમાં પડયો હોવાથી વરસાદ પડવાની શક્યતા ખેડૂતો માટે નુકસાનકારક બની શકે છે. ધંધૂકા - ધોલેરા પંથકના અનેક ગામોમાં સવારથી વાતાવરણમાં ઠંડક અને પવનની તીવ્રતા વધતા લોકોમાં પણ ગરમ કપડાંનો ઉપયોગ શરૂ થયો છે. જો માવઠું થાયતો ઘઉં, જીરૂ, ડુંગળી સહિતના પાકોને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતો દ્વારા તૈયાર પાકને સુરક્ષિત રાખવા તેમજ કાપણી કાર્ય ઝડપથી પૂર્ણ કરવા માટે તૈયારી હાથ ધરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward