android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkotના મુસાફરો નોંધ લેજો: 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં હવાઈ પરેડને કારણે ફ્લાઈટના સમયમાં ફેરફાર
calendar_today January 23, 2026

Rajkotના મુસાફરો નોંધ લેજો: 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં હવાઈ પરેડને કારણે ફ્લાઈટના સમયમાં ફેરફાર

આગામી 26મી જાન્યુઆરીએ દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. દિલ્હીમાં યોજાનારી ભવ્ય પરેડ અને વાયુસેનાના કરતબોને કારણે હવાઈ ટ્રાફિક પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે, જેની સીધી અસર રાજકોટના હીરાસર (રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ) થી દિલ્હી જતી ફ્લાઈટ્સ પર પડી છે. 26મી જાન્યુઆરીના રોજ રાજકોટ-દિલ્હી ફ્લાઈટ તેના નિયત સમય કરતાં એક કલાક મોડી ઉડાન ભરશે.હીરાસર એરપોર્ટથી 11.10 વાગ્યે ઉપડશે ફ્લાઇટ 26મી જાન્યુઆરીએ દિલ્હીના આકાશમાં સવારે 10:30 થી બપોરે 12:00 વાગ્યા સુધી ભારતીય વાયુસેના દ્વારા ભવ્ય 'ફ્લાય પાસ્ટ' એટલે કે હવાઈ પરેડ યોજવામાં આવશે. સુરક્ષા અને પ્રોટોકોલના કારણોસર આ સમયગાળા દરમિયાન દિલ્હી એરપોર્ટ પર અન્ય પેસેન્જર ફ્લાઈટ્સના ઉતરાણ અને ઉડાન પર પ્રતિબંધ રહેશે. આ ફેરફારને કારણે હીરાસર એરપોર્ટથી દિલ્હી માટે જે ફ્લાઈટ સામાન્ય રીતે સવારે 10:10 વાગ્યે ઉપડે છે, તે 11:10 વાગ્યે ઉડાન ભરશે. 26મીએ દિલ્હીમાં 12.00 વાગ્યા સુધી હવાઇ પરેડ એરપોર્ટ સત્તાધીશો દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ બદલાયેલા સમયની નોંધ લે અને એરલાઇન્સ તરફથી મળતા મેસેજ કે નોટિફિકેશન ચેક કરીને જ એરપોર્ટ પર પહોંચે. હવાઈ પરેડ દરમિયાન દિલ્હીનું હવાઈ ક્ષેત્ર સંપૂર્ણપણે સુરક્ષિત રાખવામાં આવતું હોવાથી દર વર્ષે પ્રજાસત્તાક પર્વ પર ફ્લાઈટ્સના શેડ્યૂલમાં આવા ફેરફારો કરવામાં આવતા હોય છે. મુસાફરોને પડનારી હાલાકી બદલ એરલાઇન્સ દ્વારા પણ આગોતરી જાણકારી આપવામાં આવી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surat: ક્રાઈમ બ્રાન્ચે સાઉથ આફ્રિકાથી ચાલતા ઇન્ટરનેશનલ મોબાઈલ ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો, પોલીસે બે શખ્સોની ધરપકડ કરી
calendar_today January 23, 2026

Surat: ક્રાઈમ બ્રાન્ચે સાઉથ આફ્રિકાથી ચાલતા ઇન્ટરનેશનલ મોબાઈલ ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો, પોલીસે બે શખ્સોની ધરપકડ કરી

 સુરતમાં ગુનાખોરીના નેટવર્ક હવે સાત સમુંદર પાર સુધી ફેલાયા છે. તાજેતરમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે એક એવા ચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જેનું સંચાલન છેક સાઉથ આફ્રિકાથી કરવામાં આવતું હતું. પોલીસે આ મામલે બે શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ક્રાઈમ બ્રાન્ચે ચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યોસુરત ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે પોલીસે જાળ બિછાવી હતી અને બે રીઢા ગુનેગારોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓના નામ  સાહીદ અરાફત ઉર્ફે અલ્ફાજ રહેમાન શેખ, જુલકરનેન ગફાર સૈયદ છે.પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ મોંઘા મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 20,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.કેવી રીતે ચાલતું હતું આ 'ગ્લોબલ' નેટવર્ક?આ સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઈન્ડ સાઉથ આફ્રિકામાં બેઠેલો જકવાન સૈયદ નામનો શખ્સ છે. તપાસમાં બહાર આવ્યું છે કે જકવાન સાઉથ આફ્રિકામાં રહીને સુરતના સ્થાનિક મોબાઈલ ચોરોના સંપર્કમાં રહેતો હતો. તે ચોરીના મોબાઈલ ફોન સસ્તા ભાવે ખરીદી લેતો અને ચોરોને તે ફોન સુરતમાં રહેતા તેના ભાઈ જુલકરનેન સૈયદને સોંપી દેવા સૂચના આપતો હતો. જ્યારે સુરતમાં ચોરીના મોબાઈલનો જથ્થો (આશરે 20-30 ફોન) ભેગો થાય, ત્યારે જકવાન આફ્રિકાથી ભારત આવતા-જતા માણસોનો સંપર્ક કરતો. તે કુરિયર તરીકે આ માણસો દ્વારા મોબાઈલ આફ્રિકા મંગાવી લેતો હતો.અગાઉ 30થી વધુ ફોન આફ્રિકા મોકલાયાપ્રાથમિક પૂછપરછમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ગેંગ અત્યાર સુધીમાં સુરતમાંથી ચોરી થયેલા 30 જેટલા મોબાઈલ ફોન સફળતાપૂર્વક સાઉથ આફ્રિકા મોકલી ચૂકી છે. વિદેશમાં ભારતીય મોબાઈલ ફોન ટ્રેસ કરવા મુશ્કેલ હોવાથી આરોપીઓ આ પદ્ધતિ અપનાવતા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચે હાલ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નેટવર્કમાં બીજા કેટલા સ્થાનિક ચોરો સંડોવાયેલા છે અને અત્યાર સુધીમાં કુલ કેટલા રૂપિયાના ફોન વિદેશ મોકલવામાં આવ્યા છે.આ પણ વાંચો: વાસણામાં SMCનો સપાટો, 41.50 લાખના હાઈબ્રિડ ગાંજા સાથે બે શખ્સોની ધરપકડ

Read Full Story arrow_forward
Rajkot News: સિંગતેલમાં ભેળસેળની આશંકાએ 16 વેપારીઓને ત્યાં ચેકિંગ, આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા
calendar_today January 23, 2026

Rajkot News: સિંગતેલમાં ભેળસેળની આશંકાએ 16 વેપારીઓને ત્યાં ચેકિંગ, આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા

ગુજરાતમાં અનેક વખત ઘી અને પનીરમાં ભેળસેળ હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે રાજકોટમાં ખાદ્યતેલનો મોટો બિઝનેસ હોવાથી તેલમાં પણ ભેળસેળ હોવાની આશંકા સેવાઈ રહી છે. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે માર્કેટમાં ચેકિંગ હાથ ધર્યું હતું. સિંગતેલમાં ભેળસેળની આશંકાએ નમૂના લેવામાં આવ્યા હતાં. રાજકોટમાં ખાદ્યતેલના વેપારીઓને ત્યાં ચેકિંગ રાજકોટમાં સિંગતેલના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. બીજી બાજુ વેપારીઓ દ્વારા ભેળસેળ કરવામાં આવતી હોવાની આશંકા સેવાઈ રહી છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આજે તેલના વેપારીઓ પર તવાઈ બોલાવાઈ હતી. સિંગતેલમાં ભેળસેળની આશંકાએ તેલના 16 વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું. ઓમ અને શ્રી રામ એજન્સીમાંથી તેલના નમૂના લેવામાં આવ્યા હતાં. આરોગ્ય વિભાગના ચેકિંગને લઈને વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ પણ વાંચોઃ Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય, વિવિધ આવાસ યોજનાઓમાં દંડનીય વ્યાજ માફી

Read Full Story arrow_forward