android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: WPL મેચ દરમિયાન લાઈવ ઓનલાઇન સટ્ટો રમતા 5 ઝડપાયા, જુગાર કેસમાં વધુ 4 પકડાયા
calendar_today January 23, 2026

Vadodara: WPL મેચ દરમિયાન લાઈવ ઓનલાઇન સટ્ટો રમતા 5 ઝડપાયા, જુગાર કેસમાં વધુ 4 પકડાયા

વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં ચાલી રહેલી વુમન્સ પ્રીમિયર લીગ દરમિયાન લાઈવ મૅચ પર ઓનલાઇન સટ્ટા રમતાં પાંચ વ્યક્તિઓને વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચએ ઝડપી પાડ્યા છે. પકડાયેલા પાસેથી 8 મોબાઇલ ફોન અને રોકડ રૂ. 8,720 સહિત કુલ રૂ. 2,28,720નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.વિંગમાં બેસેલા લોકો તેમના મોબાઇલથી ઓનલાઇન સટ્ટા બેટિંગ કરી રહ્યા હતા LCB ટીમે જણાવ્યું કે, 22 જાન્યુઆરીના રોજ ગુજરાત જાયન્ટ્સ અને યુ.પી. વોરિયર્સ વચ્ચેની મેચ દરમિયાન સ્ટેડિયમની અંદરના વિંગમાં બેસેલા લોકો તેમના મોબાઇલથી ઓનલાઇન સટ્ટા બેટિંગ કરી રહ્યા હતા. આરોપીઓએ ગુગલ ક્રોમ અને વિવિધ વેબસાઇટ્સ દ્વારા રન ફેર સેશનના સોદા કર્યા હતા. આ સટ્ટાબાજો પકડાયા પોલીસે આ મામલે અનિલકુમાર ગણેશપ્રસાદ સોની (મધ્યપ્રદેશ), સચિતાનંદકુમાર સુરેન્દ્રસિંગ યાદવ (બિહાર), ઈમરાન ઈકબાલ જાતે સૈયદ (મહારાષ્ટ્ર), નીતેશકુમાર પાલેરામ સુનાર (હરિયાણા), મોહિત ઉર્ફે અનુજ રામવિલાસ ચૌધરી (રાજસ્થાન)ને ઝડપી લીધા છે અને તમામ સામે પોલીસે આ મામલે જરોદ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે અને આરોપીઓના મોબાઇલમાંથી સટ્ટા આઈડી અને અન્ય વિગતો મળી રહી છે. સાવલીમાં પણ જુગાર રમતા ચાર ઝડપાયા આ સાથે, વડોદરા ગ્રામ્ય LCBએ સાવલી ટાઉન વિસ્તારમાં રેડ કરીને જાહેર જગ્યામાં જુગાર રમતા ચાર વધુ વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. જેમાં અજરુદીન સલિમભાઈ પઠાણ, રવી નટુભાઈ વસાવા,સુરેશભાઈ હસમુખભાઈ શેઠ અને ભાવેશભાઈ મોહનભાઈ રાજપુતનો સમાવેશ થાય છે. આ કેસમાંરૂ. 15,700નો મુદ્દામાલ જપ્ત થયો છે. તમામ આરોપીઓ વિરુદ્ધ વધુ તપાસ ચાલુ છે.આ પણ વાંચો----    Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય, વિવિધ આવાસ યોજનાઓમાં દંડનીય વ્યાજ માફી

Read Full Story arrow_forward
Surendranagar: સાંકળી ગામે ઉપસરપંચના કથિત ત્રાસથી યુવાને જીવન ટુંકાવ્યું, પરિવારનો ગંભીર આક્ષેપ
calendar_today January 23, 2026

Surendranagar: સાંકળી ગામે ઉપસરપંચના કથિત ત્રાસથી યુવાને જીવન ટુંકાવ્યું, પરિવારનો ગંભીર આક્ષેપ

વઢવાણ તાલુકાના સાંકળી ગામે એક યુવાને ઝેરી દવા પીને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતક યુવાનના પરિવારે ગામના જ ઉપસરપંચ પર દાદાગીરી અને માનસિક ત્રાસ આપવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે.સાંકળી ગામે એક યુવાનનો ઝેરી દવા પીને આપઘાતસાંકળી ગામમાં રહેતા જયેશ મેણીયા નામના યુવાને ગત રોજ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું. પરિવારના જણાવ્યા અનુસાર, આ આત્મહત્યા પાછળ ગામના ઉપસરપંચ રાજુ ખાચર જવાબદાર છે.પરિવારના ગંભીર આક્ષેપોમૃતકના પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે  થોડા દિવસો પહેલા ઉપસરપંચ રાજુભાઈ ખાચર અને તેમના સાગરીતોએ જયેશ મેણીયાને ઉઠાવી જઈ ઢોર માર માર્યો હતો. ત્યાર બાદ પણ સતત ધાકધમકી આપી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, જેનાથી કંટાળીને જયેશે આ અંતિમ પગલું ભર્યું છે. પરિવારનો એવો પણ દાવો છે કે અગાઉ જ્યારે માર મારવાની ઘટના બની ત્યારે વઢવાણ પોલીસને જાણ કરવામાં આવી હતી, તેમ છતાં પોલીસે કોઈ નક્કર કાર્યવાહી કરી નહોતી. જો પોલીસે સમયસર પગલાં લીધા હોત તો કદાચ આજે જયેશ જીવિત હોત.પરિવાર અને સમાજના લોકોમાં રોષયુવાનના મોતના સમાચાર મળતા જ પરિવાર અને સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પરિવારે માંગ કરી છે કે જ્યાં સુધી દોષિત ઉપસરપંચ અને તેના સાગરીતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ન્યાય માટે લડત ચાલુ રાખશે. હાલ વઢવાણ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, ઉપસરપંચ સામેના આક્ષેપો બાદ સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે.આ પણ વાંચો: ક્રાઈમ બ્રાન્ચે સાઉથ આફ્રિકાથી ચાલતા ઇન્ટરનેશનલ મોબાઈલ ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો, પોલીસે બે શખ્સોની ધરપકડ કરી

Read Full Story arrow_forward
Vadodara: કરજણના ચોરભુજ ગામે મગરની નિર્દયતાથી હત્યા, વન વિભાગે બે શખ્સોને દબોચ્યા
calendar_today January 23, 2026

Vadodara: કરજણના ચોરભુજ ગામે મગરની નિર્દયતાથી હત્યા, વન વિભાગે બે શખ્સોને દબોચ્યા

પર્યાવરણ અને જળચર સૃષ્ટિ માટે અત્યંત મહત્વના ગણાતા મગરની હત્યાની એક ચોંકાવનારી ઘટના વડોદરાના કરજણ તાલુકાના ચોરભુજ ગામમાં પ્રકાશમાં આવી છે. રાત્રિના અંધકારમાં મૂંગા પ્રાણીને મોતને ઘાટ ઉતારી દેવાના આ ગુનામાં વન વિભાગે બે સ્થાનિક શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મગરની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા ચોરભુજ ગામના તળાવમાં રહેતા એક મગરની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. મગરને મારી નાખ્યા બાદ પુરાવાનો નાશ કરવાના હેતુથી તેનો મૃતદેહ તળાવમાં જ ફેંકી દેવામાં આવ્યો હતો. આ ચકચારી બનાવની જાણ થતાં જ કરજણ ફોરેસ્ટ વિભાગ હરકતમાં આવ્યું હતું અને વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.વન વિભાગની તપાસ અને ધરપકડવન વિભાગે ઝીણવટભરી તપાસ અને સ્થાનિક બાતમીદારોની મદદથી આ ક્રૂર કૃત્યમાં સંડોવાયેલા વિઠ્ઠલભાઈ કાભાઇભાઈ નાયક, બીપીનભાઇ રાવજીભાઈ નાયકબે આરોપીઓને ઝડપી પાડ્યા છે.  વન વિભાગના અધિકારીઓએ રાત્રીના સમયે જ તળાવમાંથી મગરનો મૃતદેહ શોધી કાઢ્યો હતો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પ્રાથમિક તપાસમાં આરોપીઓએ મગરને નિર્દયતાથી મારી નાખ્યો હોવાનું ફલિત થયું છે.હાલમાં બંને આરોપીઓ વિરુદ્ધ વન્યજીવ અપરાધ હેઠળ ગુનો નોંધી જેલભેગા કરવામાં આવ્યા છે અને આ પાછળ તેમનો શું ઈરાદો હતો તે દિશામાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો: Surendranagar: સાંકળી ગામે ઉપસરપંચના કથિત ત્રાસથી યુવાને જીવન ટુંકાવ્યું, પરિવારનો ગંભીર આક્ષેપ

Read Full Story arrow_forward