android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Halvad News: ટીકર ગામે બ્રાહ્મણી નદીનો પુલ બન્યો ભયજનક, મસમોટું ગાબડું પડતા 15 ગામોનો સંપર્ક જોખમાયો
calendar_today January 23, 2026

Halvad News: ટીકર ગામે બ્રાહ્મણી નદીનો પુલ બન્યો ભયજનક, મસમોટું ગાબડું પડતા 15 ગામોનો સંપર્ક જોખમાયો

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા ટીકર ગામે બ્રાહ્મણી નદી પરના પુલ પર મસમોટું ગાબડું પડવાની ઘટના સામે આવી છે. આ પુલ આશરે 20 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો, જે અત્યારે અત્યંત જર્જરિત અવસ્થામાં છે. આ પુલ ટીકર સહિત આસપાસના અંદાજે 15 જેટલા ગામોને જોડતો મુખ્ય માર્ગ હોવાથી, પુલની આ સ્થિતિને કારણે સ્થાનિક વાહન વ્યવહાર અને જનજીવન પર માઠી અસર પડી છે.15 ગામને જોડતા પુલ પર ગાબડું પડયું મહત્વની વાત એ છે કે, આ પુલ અગાઉથી જ જર્જરિત હોવાને કારણે તંત્ર દ્વારા તેને વાહન વ્યવહાર માટે સત્તાવાર રીતે બંધ કરવામાં આવ્યો હતો. તેમ છતાં, પુલ પર પડેલા નવા અને મોટા ગાબડાએ તંત્રની કામગીરી અને પુલની ગુણવત્તા સામે સવાલો ઉભા કર્યા છે. 15 ગામોના લોકોને અવરજવર માટે આ પુલ અનિવાર્ય હોવાથી, તેને બંધ રાખવામાં આવતા ગ્રામજનોને લાંબો ફેરો ખાવાની ફરજ પડી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પુલના નવીનીકરણ કે સમારકામ માટે વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. વાહન વ્યવહાર માટે બંધ કરેલા પુલ પર ગાબડું હાલમાં પુલ પર ગાબડું પડવાના કારણે તે ગમે ત્યારે ધરાશાયી થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. ચોમાસા દરમિયાન નદીમાં પાણીની આવક વધે ત્યારે આ જોખમ અનેકગણું વધી જાય છે. ગ્રામજનોની માંગ છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં સરકાર દ્વારા આ પુલનું નવેસરથી નિર્માણ કરવામાં આવે અથવા યુદ્ધના ધોરણે મજબૂત સમારકામ કરવામાં આવે, જેથી ખેડૂતો અને વિદ્યાર્થીઓને પડતી હાલાકીનો અંત આવે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
સાળંગપુરના દ્વારે પરિમલ નથવાણી, કષ્ટભંજનદેવના દર્શન અને પૂજન કરી ધન્યતા અનુભવી
calendar_today January 23, 2026

સાળંગપુરના દ્વારે પરિમલ નથવાણી, કષ્ટભંજનદેવના દર્શન અને પૂજન કરી ધન્યતા અનુભવી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર અને આંધ્રપ્રદેશના રાજ્યસભા સાંસદ પરિમલ ડી. નથવાણીએ આજે વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીના શરણોમાં શીશ ઝુકાવ્યું હતું. આ પવિત્ર અવસરે તેમણે દાદાના દિવ્ય સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમણે દાદાના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક ધજા અર્પણ કરી હતી. આ સાથે પરિમલ નથવાણીએ દાદાના પૂજન-અર્ચનનો લ્હાવો પણ લીધો હતો.પરિમલ નથવાણીનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું આ પ્રસંગે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા પરિમલ નથવાણીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને સ્મૃતિ ચિહ્ન રૂપે 'કિંગ ઓફ સાળંગપુર'ની ભવ્ય મૂર્તિ અર્પણ કરી આશીર્વાદ આપ્યા હતા. પરિમલ નથવાણીએ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસરમાં બિરાજમાન હનુમાનજી દાદાની વિરાટ પ્રતિમાના દર્શન કર્યા હતા. આ દિવ્ય અનુભૂતિ બદલ તેમણે હર્ષ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સમગ્ર પરિસર ભક્તિમય માહોલમાં રંગાયું હતું. આ પણ વાંચો - ધનુર્માસ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને દિવ્ય શણગાર કરવામાં આવ્યો

Read Full Story arrow_forward
Rajkot: અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર, ટૂંક સમયમાં જેલમુક્તિ
calendar_today January 23, 2026

Rajkot: અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર, ટૂંક સમયમાં જેલમુક્તિ

રીબડાના યુવાન અમિત ખૂંટ આપઘાત કેસમાં લાંબા સમયથી જેલવાસ ભોગવી રહેલા રાજદીપસિંહ જાડેજાને કાયદાકીય રાહત મળી છે. ગોંડલ કોર્ટ દ્વારા રાજદીપસિંહના જામીન મંજૂર કરવામાં આવ્યા છે, જેને પગલે હવે તેઓ ટૂંક સમયમાં જેલમાંથી બહાર આવશે.રીબડાના યુવાન અમિત ખૂંટ આપઘાત કેસરીબડા ગામના રહેવાસી અમિત ખૂંટ નામના યુવકે આપઘાત કરી લેતા સ્થાનિક રાજકારણ અને સામાજિક ક્ષેત્રે મોટો હોબાળો મચ્યો હતો. આ કેસમાં આપઘાત માટે મજબૂર કરવાના આક્ષેપો સાથે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ જાડેજા અને અન્ય લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પોલીસે કાર્યવાહી કરતા રાજદીપસિંહની ધરપકડ કરી હતી અને ત્યારથી તેઓ જેલના સળિયા પાછળ હતા.રાજદીપસિંહ જાડેજાને કાયદાકીય રાહત મળી રાજદીપસિંહ જાડેજા વતી તેમના વકીલો દ્વારા ગોંડલની કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અને કેસની હાલની સ્થિતિને ધ્યાને રાખીને ગોંડલ કોર્ટે રાજદીપસિંહના જામીન મંજૂર કરવાનો આદેશ કર્યો છે.જેલમુક્તિની તૈયારીજામીન મંજૂર થવાના આદેશ સાથે જ તેમના સમર્થકો અને પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજદીપસિંહ જાડેજાની ટૂંક સમયમાં જેલમુક્તિ કરવામાં આવશે.આ પણ વાંચો: સેવાલિયામાં ખનીજ માફિયાઓ પર ગાંધીનગરથી દરોડો, ગેરકાયદે માઈન્સ પરથી કરોડોના મશીનો જપ્ત

Read Full Story arrow_forward