android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: સુરત સિવિલ હોસ્પિટલમાં પિતા મૃત પુત્રને ખભે ઊંચકી રઝળ્યા
calendar_today January 23, 2026

Surat News: સુરત સિવિલ હોસ્પિટલમાં પિતા મૃત પુત્રને ખભે ઊંચકી રઝળ્યા

સુરતની સિવિલ હોસ્પિટલ હંમેશા દર્દીઓની ભીડથી ઊભરાતી હોય છે, પરંતુ આજે અહીં જે દ્રશ્યો જોવા મળ્યા તેણે પથ્થર હૃદયના માણસને પણ રડાવી દીધા છે. એક લાચાર પિતા પોતાના 7 વર્ષના માસૂમ પુત્રના મૃતદેહને ખભે ઊંચકીને હોસ્પિટલના પરિસરમાં આમ-તેમ ભટકતા જોવા મળ્યા હતા. પુત્રના વિરહમાં પાગલ બનેલા પિતાને જોઈને સિવિલ સ્ટાફ અને અન્ય લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.રાત્રે મોત થયું, સવારે સિવિલ પહોંચ્યા ઘટનાની મળતી માહિતી અનુસાર, સાત વર્ષના માસૂમ બાળકનું મોત ગત રાત્રે જ થઈ ગયું હતું. તેમ છતાં, પુત્ર જીવતો હોવાની આશા અથવા આઘાતમાં પિતા તેને સવારે સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા. સિવિલમાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ બાળકને 'બ્રોટ ડેડ' જાહેર કર્યો હતો. પોતાના વહાલસોયાના મોતના સમાચાર સાંભળતા જ પિતાની શાન ઠેકાણે રહી ન હતી અને તેઓ પુત્રના મૃતદેહને ખભે નાખી હોસ્પિટલમાંથી બહાર નીકળી ગયા હતા. અડધો કિલોમીટર દૂર ગેટ પર સ્ટાફે રોક્યા પુત્રના મૃતદેહને લઈને પિતાને રવાના થતા જોઈ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ હરકતમાં આવ્યો હતો. પિતા એટલા આઘાતમાં હતા કે તેઓ કોઈની વાત સાંભળવા તૈયાર ન હતા. છેક અડધો કિલોમીટર દૂર હોસ્પિટલના મેઈન ગેટ પાસે સ્ટાફે પિતાને અટકાવ્યા હતા. કાયદાકીય પ્રક્રિયા અને બાળકના મોતના કારણને જાણવા માટે પોસ્ટ મોર્ટમ કેટલું જરૂરી છે, તે અંગે પિતાને લાંબી સમજાવટ કરવામાં આવી હતી. સમજાવટ બાદ પોસ્ટ મોર્ટમ રૂમમાં ખસેડાયો સુરત સિવિલ હોસ્પિટલ સ્ટાફની ભારે સમજાવટ બાદ આખરે પિતા માન્યા હતા અને મૃતદેહને ફરી ટ્રોમા સેન્ટર લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ કાયદાકીય કાગળો તૈયાર કરી માસૂમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે ખસેડાયો હતો. આ કરુણ દ્રશ્યો જેણે પણ જોયા તેમના મુખેથી એક જ શબ્દ નીકળ્યો હતો કે, "કુદરત આવી કસોટી કોઈની ના કરે." આ પણ વાંચો - Surat: નશામાં ધૂત અકસ્માત સર્જનાર ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરની ધરપકડ

Read Full Story arrow_forward
Rajkotમાં ગ્રામસેવક તરીકે ફરજ બજાવતી વિંછીયાની યુવતીએ આપઘાત પ્રયાસ કર્યો
calendar_today January 23, 2026

Rajkotમાં ગ્રામસેવક તરીકે ફરજ બજાવતી વિંછીયાની યુવતીએ આપઘાત પ્રયાસ કર્યો

રાજકોટમાં ગ્રામસેવક તરીકે ફરજ બજાવતી વિંછીયાની યુવતીએ આપઘાત પ્રયાસ કર્યો હતો. યુવતી જ્યાં પીજીમાં રહે છે ત્યાં અન્ય મહિલા પણ રહેતી હોય તેના ત્રાસથી પગલું ભર્યાંનું રટણ કર્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.મહિલા સાથે ઝઘડો થયો હતો મળતી માહિતી મુજબ, વિંછીયાની 23 વર્ષીય યુવતી રાજકોટમાં એક કૃષિ વિષયક વિભાગમાં ગ્રામ સેવક તરીકે ફરજ બજાવે છે. રાજકોટમાં પંચનાથ પ્લોટ વિસ્તારમાં પીજીમાં રહે છે. જ્યાં સાથે અન્ય એક પરણિત નોકરિયાત મહિલા પણ રહેતી હોય, જેની સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. બબાલથી કંટાળી યુવતીએ બીમારીની વધુ પડતી ટીકડીઓ ખાઈ લીધી જેથી મહિલાએ તેના પતિને ફોન કરી બોલાવ્યો હતો. આ બધી બબાલથી કંટાળી યુવતીએ બીમારીની વધુ પડતી ટીકડીઓ ખાઈ લીધી હતી. આપઘાત પ્રયાસ કર્યો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો-----    Jamnagar : વસંત પંચમીના દિવસે યુવકની કૃર હત્યા, પ્રેમ પ્રકરણમાં મૃતકના સાળા સહિત ત્રણ શખ્સોએ ચાકૂના ઘા ઝીંકી હત્યા કરી હોવાની આશંકા

Read Full Story arrow_forward
Ahmedabad News : AMTS બસ ઓપરેટર કંપનીને AMCએ માત્ર 50 હજારનો દંડ અને નોટીસ આપી સંતોષ માન્યો
calendar_today January 23, 2026

Ahmedabad News : AMTS બસ ઓપરેટર કંપનીને AMCએ માત્ર 50 હજારનો દંડ અને નોટીસ આપી સંતોષ માન્યો

અમદાવાદમાં માત્ર ધનકુબેરોના નબીરા જ નહીં પણ સ્માર્ટ સિટીના તંત્રના કર્મચારીઓ પણ બેફામ ડ્રાઈવિંગ કરી રહ્યાં છે. શહેરમાં AMTS બસના ડ્રાઈવરો દ્વારા બેફામ ડ્રાઈવિંગના અનેક કિસ્સા સામે આવ્યાં છે. ત્યારે આજે ગોતા સિરામીક માર્કેટ પાસે બેફામ ગતિએ આવતા AMTSના ડ્રાઈવરે સ્કૂલ વાન, રિક્ષા અને ટેમ્પોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે લોકોને ઈજા પહોંચી હતી. જ્યારે સ્કૂલના બાળકોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનામાં મનપાની કાર્યવાહીમાં કુણુ વલણ સામે આવ્યું છે. માત્ર દંડ અને નોટીસની કાર્યવાહી કરાઈ છે. ચાર્ટડ સ્પીડ કંપનીને માત્ર 50 હજારનો દંડ ફટકારાયો અમદાવાદના ગોતામાં AMTS બસ દ્વારા થયેલા અકસ્માતમાં ડ્રાઈવરે સ્કૂલવાન, રિક્ષા અને ટેમ્પોને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ખતરનાક હતી કે, વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. જ્યારે બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. સદનસીબે સ્કૂલના બાળકોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનામાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા બસ ઓપરેટર ચાર્ટડ સ્પીડ કંપનીને માત્ર 50 હજારનો દંડ ફટકારાયો છે અને નોટીસ આપવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર મામલે ખુલાસો પણ માંગવામાં આવ્યો છે. અમદાવાદમાં AMTSએ 3 વાહનોને મારી ટક્કર મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં કંપની પ્રત્યેનું કુણું વલણ જોવા મળી રહ્યું છે. આ અકસ્માતના સીસીટીવી જોઈને પણ કોઈપણ વ્યક્તિના રુંવાડા ખડા થઈ જાય એવા છે. રસ્તો ક્રોસ કરી રહેલા વાહનોને બેફામ ગતિએ માતેલા સાંઢની જેમ આવી રહેલી AMTS બસના ચાલકે ટક્કર મારી હતી. આ ટક્કર કેટલી ભયાનક હતી તે વીડિયો જોઈને જ ખબર પડી જાય એમ છે. આ ઘટનામાં જેના વાહનને નુકસાન પહોંચ્યું અને જેને ઈજા પહોંચી તેની કોઈ કિંમત મનપાને જણાતી હોય તેવું લાગતું નથી. જો કોઈ આ અકસ્માતમાં મૃત્યુ પામ્યુ હોત તો પણ મનપા દ્વારા માત્ર નોટીસ આપીને દંડનીય કાર્યવાહી જ કરવામાં આવત એવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યાં છે. આ પણ વાંચોઃ Weather News : ગુજરાતમાં ઠંડીનો સેકન્ડ રાઉન્ડ, આગામી બે દિવસ રાજ્યમાં પડશે હાડ થીજવતી ઠંડી!

Read Full Story arrow_forward