android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Navsari News: એસઓજી પોલીસની મોટી કાર્યવાહી, ગ્લો ગાર્ડન પાસેથી 5 કિલો ગાંજા સાથે વોન્ટેડ આરોપીની ધરપકડ
calendar_today January 23, 2026

Navsari News: એસઓજી પોલીસની મોટી કાર્યવાહી, ગ્લો ગાર્ડન પાસેથી 5 કિલો ગાંજા સાથે વોન્ટેડ આરોપીની ધરપકડ

નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે નશીલા પદાર્થોના વેચાણ વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશમાં મોટી સફળતા મેળવી છે. પોલીસને બાતમી મળી હતી કે અગાઉના એનડીપીએસ (NDPS) ના ગુનામાં વોન્ટેડ જાહેર થયેલો આરોપી વાસુદેવ પાટીલ શહેરના ગ્લો ગાર્ડન નજીક છુપાયેલો છે. આ બાતમીના આધારે એસઓજીની ટીમે ઓચિંતો દરોડો પાડી આરોપીને દબોચી લીધો હતો. આરોપીની પૂછપરછ બાદ પોલીસે તેના ઘરે તપાસ હાથ ધરતા ત્યાંથી 5 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.શહેરના ગ્લો ગાર્ડન નજીકથી આરોપી ઝડપાયા આ કાર્યવાહી દરમિયાન પોલીસે ગાંજાના જથ્થા સહિત કુલ 2.42 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલો આરોપી વાસુદેવ પાટીલ લાંબા સમયથી પોલીસને થાપ આપી રહ્યો હતો અને નવસારીના વિવિધ વિસ્તારોમાં નશીલા પદાર્થોનું નેટવર્ક ચલાવતો હોવાની શંકા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તે છૂટક વેચાણ માટે આ જથ્થો પોતાના ઘરે સંગ્રહિત કરી રાખતો હતો. આરોપી વાસુદેવ પાટીલના ઘરેથી ગાંજો મળ્યો હાલમાં પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ નવો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આ જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો અને નવસારીમાં અન્ય કોણ-કોણ તેની સાથે આ કાળા કારોબારમાં સંડોવાયેલું છે, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. એસઓજીની આ સફળતાને પગલે નવસારી શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dahod News : લીમખેડામાં 56 વર્ષીય શિક્ષકે અગમ્ય કારણોસર ટૂંકાવ્યું જીવન, ગળેફાંસો ખાઈ કાયો આપઘાત
calendar_today January 23, 2026

Dahod News : લીમખેડામાં 56 વર્ષીય શિક્ષકે અગમ્ય કારણોસર ટૂંકાવ્યું જીવન, ગળેફાંસો ખાઈ કાયો આપઘાત

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાંથી એક અત્યંત કરૂણ ઘટના સામે આવી છે, જ્યાં દુધીયાધરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા 56 વર્ષીય શિક્ષક ચુલાભાઇ ડામોરે અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો છે. મળતી વિગતો અનુસાર, શિક્ષકે પોતાના નિવાસસ્થાને હીંચકાના કડા સાથે ઓઢણી બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને પરિવારજનોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. આધેડ વયના અને અનુભવી શિક્ષકે આવું અંતિમ પગલું કેમ ભર્યું તે હજુ સુધી રહસ્ય જ રહ્યું છે.શિક્ષણ જગતમાં શોક ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં હજુ સુધી આપઘાતનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. શાળાના સાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં પણ આ સમાચારથી ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને પરિવારજનોના નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરી છે, જેથી આ આપઘાત પાછળના સાચા કારણો પરથી પડદો ઉચકી શકાય. આ પણ વાંચો : Mehsana માં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, ભાન્ડુ હાઈવે પરથી અર્ટિગા કાર ઝડપાઈ!

Read Full Story arrow_forward
Ahmedabad : દાણીલીમડામાં પરિણીતા પર ચાકૂના ઘા ઝીંકનારો એક તરફી પ્રેમમાં પાગલ શખ્સ ઝડપાયો, પોલીસે શરુ કરી તપાસ
calendar_today January 23, 2026

Ahmedabad : દાણીલીમડામાં પરિણીતા પર ચાકૂના ઘા ઝીંકનારો એક તરફી પ્રેમમાં પાગલ શખ્સ ઝડપાયો, પોલીસે શરુ કરી તપાસ

અમદાવાદના દાણીલીમડામાં એક તરફી પ્રેમમાં પાગલ શખ્સે પરિણીતાનો પીછો કરીને તું મારી સાથે કેમ વાત નથી કરતી કહીને છરીના ઘા માર્યા હતા. જે અંગે દાણીલીમડા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે. સાથે જ આરોપીએ હુમલાના સીસીટીવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી ધમકી પણ આપી હોવાનું સામે આવ્યું છે.જે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી..એક તરફી પ્રેમમાં પાગલ બની પરિણિતા પર હુમલો કર્યો દાણીલીમડા પોલીસે રહીમ ઉર્ફે નોમાન શેખની ધરપકડ છે. જેણે એક તરફી પ્રેમમાં પાગલ બની પરિણિતા પર હુમલો કર્યો હતો. વાયરલ થયેલા સીસીટીવીમાં જોવા મલે છે કે આરોપી પરણીતાનો પીછો કરી બેકરીમાં જઇને છરીના ઘા મારે છે. 'તું એકલી ક્યા ફરે છે મારી સાથે વાત કેમ નથી કરતી' તેવુ કહીને છરી વડે ઉપરા છાપરી હુમલા કરવા લાગે છે.  પોલીસે ગુનો દાખલ કરી આરોપી નોમાનની ધરપકડ કરી જે સીસીટીવી અને હુમલા અંગેની રજૂઆત પોલીસને મળતા પોલીસે ગુનો દાખલ કરી આરોપી નોમાનની ધરપકડ કરી છે. મહત્વનું છે કે પરિણીતાના લગ્ન થઈ જતા તેણે આરોપી યુવક સાથેથી પોતાનો છેડો ફાડી નાખ્યો હતો. અને તેની સાથે વાતચીત બંધ કરતાં એક તરફી પ્રેમમાં પાગલ બની પરણીતા નો પીછો કરી તેના પર હુમલો કર્યો હતો... પતિ સાથે છુટાછેડા થયા હતા પોલીસે હુમલાનો ગુનો દાખલ કરી તપાસ કરતા હકીકત સામે આવી કે બહેરામપુરામાં રહેતી 21 વર્ષીય પરિણીતા પરિવાર સાથે રહે છે. જેમાં એક વર્ષ પહેલા તેને પતિ સાથે છુટાછેડા થયા હતા. બાદમાં 28 ડિસેમ્બર 2025એ બીજા લગ્ન કર્યા હતા. ગત 21 જાન્યુઆરીએ તે પિયરમાં રહેવા આવી હતી. ત્યાર તેનો સંપર્ક કસાઇ જમાતની ચાલીમાં રહેતા રહીમ ઉર્ફે નોમાન શેખ સાથે થઇ હતી. બાદમાં બંને વચ્ચે મિત્રતા થઇ હતી. પરંતુ પરિણીતાના લગ્ન થઇ જતા તેને નોમાન સાથે વાત કરવાનું બંધ કરી દીધુ હતુ. તે વાત થી ઉશ્કેરાઈને આરોપી એ હુમલો કર્યો હતો. ઉપરાંત હુમલા ના સીસીટીવી પોતાના સોશિયલ મીડિયા પર મૂકી પરણીતાને ગર્ભીત રીતે ધમકી પણ આપી હતી... નોમાનનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો પરિણીતા પર હુમલા અંગે પોલીસે તપાસ કરતા આરોપી રફીક ઉર્ફે નોમાનનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે જેમાં તેની વિરુદ્ધ મારામારી અને અન્ય ગુના પણ પોલીસ ચોપડે નોંધાયા છે. જેથી પોલીસે આરોપી વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી શરૂ કરી છે. આ પણ વાંચો-----      Jamnagar : વસંત પંચમીના દિવસે યુવકની કૃર હત્યા, પ્રેમ પ્રકરણમાં મૃતકના સાળા સહિત ત્રણ શખ્સોએ ચાકૂના ઘા ઝીંકી હત્યા કરી હોવાની આશંકા

Read Full Story arrow_forward