android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dang: પોલીસનું ઓપરેશન મિલાપ, 13 વર્ષથી ગુમ પુત્રનું પરિવાર સાથે મિલન
calendar_today January 23, 2026

Dang: પોલીસનું ઓપરેશન મિલાપ, 13 વર્ષથી ગુમ પુત્રનું પરિવાર સાથે મિલન

પોલીસ માત્ર ગુનેગારોને પકડવાનું જ કામ નથી કરતી, પરંતુ ક્યારેક વિખૂટા પડેલા પરિવારોને ભેગા કરી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પણ પૂરું પાડે છે. ડાંગ પોલીસે 'ઓપરેશન મિલાપ' અંતર્ગત 13 વર્ષથી ગુમ થયેલા એક યુવકને શોધી કાઢી તેના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. આ પ્રશંસનીય કામગીરીને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને બિરદાવી છે.13 વર્ષ લાંબી પ્રતીક્ષાનો અંતઘટનાની વિગત એવી છે કે, ડાંગ જિલ્લાનો રહેવાસી રણજીત ચૌધરી વર્ષ 2013માં વાપી ખાતે BBAનો અભ્યાસ કરવા માટે ગયો હતો. અભ્યાસ દરમિયાન તે વાપીની હોસ્ટેલમાંથી કોઈને પણ કહ્યા વગર અચાનક ગુમ થઈ ગયો હતો. પરિવારે લાંબા સમય સુધી તેની શોધખોળ કરી હતી, પરંતુ કોઈ પત્તો મળ્યો ન હતો. વર્ષો વીતતા ગયા તેમ પરિવારની આશા ધૂંધળી થતી ગઈ હતી, છતાં એક ખૂણે આશા જીવંત હતી.કચ્છના ગાંધીધામથી મળ્યો રણજીતડાંગ પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ વઘઈ પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ગઢવી અને તેમની ટીમે 'ઓપરેશન મિલાપ' હેઠળ જૂના ગુમ થયેલા કેસોની ફાઈલો ફરી ખોલી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસને જાણવા મળ્યું કે રણજીત કચ્છના ગાંધીધામ ખાતે છે. પોલીસે તાત્કાલિક ત્યાં પહોંચી રણજીતને શોધી કાઢ્યો અને તેને ડાંગ પરત લાવી તેના પરિવારને સોંપ્યો હતો. 13 વર્ષે પોતાના વહાલસોયા પુત્રને સામે જોઈ પરિવારની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા.“આ માત્ર પોલીસ નથી, આ સંવેદના છે”આ ઘટનાની નોંધ લેતા હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, "આ માત્ર પોલીસ નથી, આ સંવેદના છે. ૧૩ વર્ષની ધીરજ અને આશાનો આ મિલાપ છે." તેમણે ડાંગ પોલીસની ટીમને આટલી જૂની કડીઓ જોડીને પરિવારને ખુશીઓ પરત અપાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.પોલીસનું ભવ્ય સન્માનદીકરાના પુનઃમિલનથી ગદગદ થયેલા પરિવારજનો અને ગ્રામજનોએ પોલીસની આ કામગીરીને વધાવી લીધી હતી. ગ્રામજનોએ ડાંગ પોલીસની ટીમને પુષ્પગુચ્છ આપીને તેમનું સન્માન કર્યું હતું અને પોલીસ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી..આ પણ વાંચો: ઢસા ગામે મોબાઈલ શોપના માલિક પર હુમલો કરી દોઢ લાખની લૂંટ, પોલીસ કાફલો દોડતો થયો

Read Full Story arrow_forward
Bhavnagar News: મનપાની મનમાની સામે રિક્ષા ડ્રાઇવર સંગઠન મેદાને
calendar_today January 23, 2026

Bhavnagar News: મનપાની મનમાની સામે રિક્ષા ડ્રાઇવર સંગઠન મેદાને

ભાવનગર શહેરના મધ્યમાં આવેલા ગંગાજળિયા તળાવ પાસે રિક્ષા પાર્કિંગ અને ભાવનગર મનપા દ્વારા કરવામાં આવતી દંડની કાર્યવાહીને લઈને રિક્ષા ચાલકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આજે 'ભાવનગર જિલ્લા રિક્ષા ડ્રાઇવર સંગઠન' દ્વારા મોટી સંખ્યામાં એકઠા થઈને રિક્ષા ચાલકોને પડતી મુશ્કેલીઓ બાબતે ભાવનગરના મેયરને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.ગંગાજળિયા તળાવ પાસેની કાર્યવાહીનો વિરોધ ઘટનાની મળતી માહિતી અનુસાર, થોડા દિવસો પહેલા ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા શહેરના વ્યસ્ત ગણાતા ગંગાજળિયા તળાવ પાસે રિક્ષા ઉભી ન રાખવા માટે કડક સૂચના આપવામાં આવી હતી. આટલું જ નહીં, અહીં રિક્ષા ઉભી રાખતા ચાલકો પાસેથી ભાવનગર મનપા દ્વારા દંડ પણ વસુલવામાં આવી રહ્યો છે. સંગઠનનો આક્ષેપ છે કે, રિક્ષા ચાલકો પાસે યોગ્ય સ્ટેન્ડની સુવિધા ન હોવા છતાં તેમની પર દબાણ કરવામાં આવી રહ્યું છે. 6500 પરિવારોના ગુજરાનનો પ્રશ્ન રજૂઆત દરમિયાન સંગઠનના આગેવાનોએ જણાવ્યું હતું કે, ભાવનગર શહેરમાં 6500 થી વધુ રિક્ષા ચાલકો દિવસ-રાત મહેનત કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ભાવનગર મનપા દ્વારા અવારનવાર કરવામાં આવતી દંડની કાર્યવાહીને કારણે સામાન્ય રિક્ષા ચાલકોની આર્થિક કમર તૂટી રહી છે. જો રિક્ષા ચાલકોને યોગ્ય જગ્યાએ ઊભા રહેવાની મંજૂરી આપવામાં નહીં આવે, તો આટલા મોટા પ્રમાણમાં રિક્ષા ચાલકો ક્યાં જશે તે એક મોટો પ્રશ્ન છે. ચાલકોની એકતા અને માંગણી આવેદનપત્ર પાઠવવા માટે ભાવનગરના રિક્ષા ચાલકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. તેમણે મેયર સમક્ષ માગ કરી છે કે, રિક્ષા ચાલકોને હેરાન કરવાનું બંધ કરવામાં આવે અને ગંગાજળિયા તળાવ સહિતના મુખ્ય વિસ્તારોમાં રિક્ષા પાર્કિંગ માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે. મેયરે આ બાબતે યોગ્ય તપાસ કરી રિક્ષા ચાલકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. આ પણ વાંચો - Bhavnagar News: પોલીસ સાથે મારામારી કેસમાં માલધારી યુવક સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ દાખલ કરાઈ

Read Full Story arrow_forward
Dang News : કાર અને બાઈક વચ્ચે અકસ્માત, એક જ પરિવારના ચાર લોકોને ગંભીર ઈજા
calendar_today January 23, 2026

Dang News : કાર અને બાઈક વચ્ચે અકસ્માત, એક જ પરિવારના ચાર લોકોને ગંભીર ઈજા

ડાંગ જિલ્લાના વઘઈ સાપુતારા રોડ પર ભીષણ અકસ્માત સર્જાયો હતો. કાર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં ચાર લોકોને ઈજા પહોંચી છે. બાઈક સવાર દંપતી અને બે બાળકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સાપુતારા પોલીસે અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી છે. એક જ પરિવારના ચાર સભ્યોને ગંભીર ઈજા ડાંગ જિલ્લાના વઘઇ સાપુતારા ધોરી માર્ગ પર ફાટક પાસે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે.પુરઝડપે દોડતી ઇનોવા કાર અને મોટરસાઇકલ વચ્ચે થયેલા અકસ્માતમાં મોટરસાઇકલ પર સવાર એક જ પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે.અકસ્માતમાં મોટરસાઇકલ ચાલક ઇસાક શિવરામભાઇ ચૌધરી સહિત પત્ની અને બે બાળકોને ગંભીર ઇજાઓ પહોંચી છે.ઘાયલોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે શામગહાન પી.એચ.સી ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કારે બાઇકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો સુરત પાર્સિંગની ઇનોવા કારે બાઇકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં ઇસાકભાઇનો પગ, તેમની પત્નીનો જમણો હાથ તેમજ પુત્ર અને પુત્રીના પગમાં ફ્રેક્ચર થયાનું જાણવા મળ્યું છે.ઘટનાની જાણ થતાં જ સાપુતારા પોલીસ સ્થળ પર પહોંચી જઈ અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચોઃ Weather News : ગુજરાતમાં ઠંડીનો સેકન્ડ રાઉન્ડ, આગામી બે દિવસ રાજ્યમાં પડશે હાડ થીજવતી ઠંડી!

Read Full Story arrow_forward