android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dahegam News: સરદાર પટેલની પ્રતિમાના અપમાનથી પાટીદાર સમાજમાં ભારે રોષ
calendar_today January 23, 2026

Dahegam News: સરદાર પટેલની પ્રતિમાના અપમાનથી પાટીદાર સમાજમાં ભારે રોષ

ગાંધીનગર જિલ્લાના દહેગામમાં અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સાથે ચેડાં કરવાની અણછાજતી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. કોઈ અજ્ઞાત તત્વો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ટોપી પહેરાવવામાં આવી હતી, જેના સમાચાર વાયુવેગે પ્રસરતા પાટીદાર સમાજ અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ ઘટનાને ગંભીર ગણાવીને પાટીદાર સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા.સરદારની પ્રતિમાને ટોપી પહેરાવવાનો મુદ્દો ઉગ્ર બન્યો પ્રતિમાના અપમાનના આ મુદ્દાને લઈને પાટીદાર સમાજ લાલઘૂમ થયો છે. સમાજના પ્રતિનિધિ મંડળ દ્વારા દહેગામ મામલતદાર અને પોલીસ મથકમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, દેશના આદર્શ અને રાષ્ટ્રીય નેતાનું આ પ્રકારે અપમાન કરવું એ અસ્વીકાર્ય છે. આ કૃત્ય પાછળ જે પણ લોકો સંડોવાયેલા હોય તેમની તાત્કાલિક ધરપકડ કરી, તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. અણછાજતી ઘટનાને લઇ પાટીદાર સમાજ લાલઘુમ સ્થાનિક લોકોની માંગ છે કે પોલીસ આ મામલે દાખલારૂપ કાર્યવાહી કરે જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ રાષ્ટ્રીય વિભૂતિઓના સન્માન સાથે ખેલ કરવાની હિંમત ન કરે. પોલીસ વિભાગે પણ ઘટનાની ગંભીરતા સમજીને આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની અને જવાબદારોને પકડવાની ખાતરી આપી છે. હાલમાં આ ઘટનાને પગલે દહેગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Upletaમાં આવેલી ત્રણ જર્જરીત ઈમારતો કોઈ ગંભીર અકસ્માત નોતરે તે પહેલાં તોડી પાડવા આદેશ અપાયો
calendar_today January 23, 2026

Upletaમાં આવેલી ત્રણ જર્જરીત ઈમારતો કોઈ ગંભીર અકસ્માત નોતરે તે પહેલાં તોડી પાડવા આદેશ અપાયો

ઉપલેટામાં આવેલી ત્રણ જર્જરીત ઈમારતો કોઈ ગંભીર અકસ્માત નોતરે તે પહેલાં તોડી પાડવા ચીફ ઓફિસરે આદેશ આપ્યો છે. ચાર માસ પહેલા તમામ મકાન ધારકોને નોટીસ બજાવવા છતા કોઈ ગંભીર નોંધ નહીં લેવાતાં રૂબરૂ સ્થળ ઉપર જઈ આખરી જાણ કરી સાત દિવસમાં ખાલી કરવા જણાવાયું છે. ત્યારબાદ આ માનવ જોખમી ત્રણેય બિલ્ડીંગ તોડી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કોઈ અવરોધ રૂપ બનશે તો તેની સામે કાનૂની કાર્યવાહી હાથ ધરાવમાં આવશે.જર્જરીત અવસ્થામાં રહેલ ત્રણ બિલ્ડીંગને તોડી પાડવા આદેશ  ઉપલેટામાં વિવિધ જગ્યાએ આવેલ જર્જરીત અવસ્થામાં રહેલ ત્રણ બિલ્ડીંગને તોડી પાડવા પાલીકાના ચીફ ઓફીસર ડો. નસીતે આદેશ કરતા પ્રશ્નનો અંત આવ્યો હતો. શહેરના પોરબંદર રોડ ઉપર આવેલ રવિ ટાવર, દરબારી વાડા પાસે આવેલ ફૈઝ એ નુરા એપાર્ટમેન્ટ અને સ્મશાન રોડ ઉપર આવેલ સફાઈ કામદારોના જૂના કવાર્ટર સાવ જર્જરિત હાલતમાં હોય અગાઉ પણ આ લોકોને ચેતવણી આપવા છતા કોઈ ગંભીરતા નહિ લેતા પાલીકાના ચીફ ઓફીસર ડો ઉદય નસીતે ત્રણેય બિલ્ડીંગની રૂબરૂ મુલાકાત લઈ લોકોને બોલાવી સાત દિવસમાં બિલ્ડીંગ ખાલી કરવા આદેશ જારી કરાયા હતા. આ ત્રણે ઇમારતનો ઇજનેરો પાસે રિપોર્ટ તૈયાર કરાવાયો આ અંગે ચીફ ઓફીસર નસીતનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે ત્રણેય બિલ્ડીંગ સાવ જર્જરીત હાલતમાં છે. ભૂકંપના આંચકાથી આ બિલ્ડીંગ જજરીત હાલતમાં હોવાથી ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તેમ છે આથી તેને ઉતારી લેવા જ હિતાવહ છે. આ ત્રણે ઇમારતનો ઇજનેરો પાસે રિપોર્ટ તૈયાર કરાવાયો હતો. હવે પરિવારો રહેવા ક્યાં જઈશું રવિ ટાવરમાં રહેતા કેટલાક પરિવારો એટલી નબળી પરિસ્થિતિમાં છે કે તેમની માસિક આવક 9000 રૂપિયા જેટલી માંડ છે અને તે બેંકના લોન ઉપર પોતાનું મકાન કરેલું હતું ત્યારે આ પરીવારો ઉપર આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ છે.આ પણ વાંચો----      Jamnagar : વસંત પંચમીના દિવસે યુવકની કૃર હત્યા, પ્રેમ પ્રકરણમાં મૃતકના સાળા સહિત ત્રણ શખ્સોએ ચાકૂના ઘા ઝીંકી હત્યા કરી હોવાની આશંકા

Read Full Story arrow_forward
Vadodara: 25 વર્ષ પછી પકડાયેલા પત્નીના હત્યારાનો જેલમાં આપઘાત, પોલીસે આરોપીને યુપીથી ઝડપી પાડ્યો હતો
calendar_today January 23, 2026

Vadodara: 25 વર્ષ પછી પકડાયેલા પત્નીના હત્યારાનો જેલમાં આપઘાત, પોલીસે આરોપીને યુપીથી ઝડપી પાડ્યો હતો

વડોદરા એલસીબીએ તાજેતરમાં જ પત્નીની હત્યા કરી 25 વર્ષથી ફરાર આરોપીને શોધી કાઢ્યો હતો. જોકે, પોલીસની આ સફળતા બાદ એક આઘાતજનક વળાંક આવ્યો છે. આરોપી નિરાલા પ્રસાદ (ઉંમર 60 વર્ષ) એ પોલીસ કસ્ટડીમાં જ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.શું હતો 25 વર્ષ જૂનો કેસ?આશરે અઢી દાયકા પહેલા સાવલી વિસ્તારમાં નિરાલા પ્રસાદે તેની પત્નીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. હત્યાની ઘટના બાદ આરોપી પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયો હતો. વર્ષો સુધી તે ઓળખ છુપાવીને ઉત્તર પ્રદેશમાં રહી રહ્યો હતો. વડોદરા એલસીબી (LCB) એ તાજેતરમાં બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ઓપરેશન હાથ ધરીને આરોપીને યુપી (ઉત્તર પ્રદેશ) થી ઝડપી પાડ્યો હતો.પોલીસ કસ્ટડીમાં આપઘાતએલસીબીએ આરોપીની ધરપકડ કર્યા બાદ તેને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે ભાદરવા પોલીસને સોંપ્યો હતો. જોકે, જેલના સળિયા પાછળ પહોંચેલા ૬૦ વર્ષીય નિરાલા પ્રસાદે ગમગીની કે ડરને કારણે આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતા જ પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી.પોલીસની કસ્ટડીમાં આરોપીએ આપઘાત કર્યોઘટનાની ગંભીરતાને જોતા ડીવાયએસપી (DySP) મિલન મોદી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે આરોપી 25 વર્ષથી નાસતો ફરતો હતો.ભાદરવા પોલીસની કસ્ટડીમાં આરોપીએ આપઘાત કર્યો છે. આ મામલે કસ્ટોડિયલ ડેથના નિયમો મુજબ આગળની તપાસ અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો: Dang: પોલીસનું ઓપરેશન મિલાપ, 13 વર્ષથી ગુમ પુત્રનું પરિવાર સાથે મિલન

Read Full Story arrow_forward