android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે ટ્રાફિક નિવારણ માટે શું આપ્યા સૂચનો ?
calendar_today January 23, 2026

એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે ટ્રાફિક નિવારણ માટે શું આપ્યા સૂચનો ?

તેઓએ પંચવટી આંબાવાડી તથા પાંજરાપોળ (IIm) બનતા ઓવર બ્રિજમાં લેફ્ટ ફ્રી, જ્યાં સર્વિસ રોડ RCC નો બની ગયો છે ત્યાં પતરા હટાવી રોડ પહોળો કરવાનું સૂચન આપ્યું હતું. 

Read Full Story arrow_forward
Morari Bapuએ દિલ્હીના ભારત મંડપમ ખાતે 'લાલો' ફિલ્મની સફળતાને બિરદાવી
calendar_today January 23, 2026

Morari Bapuએ દિલ્હીના ભારત મંડપમ ખાતે 'લાલો' ફિલ્મની સફળતાને બિરદાવી

દિલ્હીના પ્રતિષ્ઠિત ભારત મંડપમ ખાતે હાલમાં વિશ્વવિખ્યાત કથાકાર પૂજ્ય મોરારીબાપુની રામકથા ચાલી રહી છે. આ ભક્તિમય અવસરે તાજેતરમાં સફળ થયેલી ગુજરાતી ફિલ્મ ‘લાલો’ની સ્ટાર કાસ્ટ વિશેષ રૂપે હાજર રહી હતી. કલાકારોએ બાપુના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા અને રામકથાનું શ્રવણ કરી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો. દિલ્હીના આંગણે ભક્તિ અને કલાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.બાપુએ ફિલ્મનો ઉલ્લેખ કરતા હર્ષ વ્યક્ત કર્યો રામકથા દરમિયાન મોરારીબાપુએ ફિલ્મ ‘લાલો’નો ઉલ્લેખ કરતા હર્ષ વ્યક્ત કર્યો હતો. બાપુએ જણાવ્યું કે આ ફિલ્મ ખૂબ જ સફળ રહી છે અને લોકો તેને પસંદ કરી રહ્યા છે. તેમણે જૂની યાદો તાજી કરતા કહ્યું હતું કે ફિલ્મની સ્ટાર કાસ્ટ અગાઉ તલગાજરડા પણ આવી હતી. સૌથી મહત્વની વાત બાપુએ એ જણાવી હતી કે, આ લોકપ્રિય ગુજરાતી ફિલ્મનું હવે હિન્દી વર્ઝન પણ બની રહ્યું છે, જે ગુજરાતી સિનેમા માટે ગૌરવની બાબત છે. બાપુના મતે, પ્રાદેશિક ફિલ્મો રાષ્ટ્રીય સ્તરે પહોંચે તે આનંદદાયક છે. મોરારીબાપુએ આપ્યો માર્મિક સંદેશ સનાતન ધર્મ અને ફિલ્મોના જોડાણ વિશે વાત કરતા મોરારીબાપુએ માર્મિક સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે ફિલ્મો માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ આવી સારી ફિલ્મો દ્વારા સમાજમાં પવિત્ર અને પ્રેરણાદાયી વાતો લોકો સુધી પહોંચાડવી એ પણ સનાતન ધર્મ જ છે. ફિલ્મની ટીમે બાપુના આ શબ્દોને પ્રોત્સાહન તરીકે સ્વીકારી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. આ મુલાકાત બાદ સોશિયલ મીડિયા પર ચાહકો પણ ફિલ્મ ‘લાલો’ના હિન્દી વર્ઝનને લઈને આતુરતા બતાવી રહ્યા છે. વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
botad: ઢસા ગામે મોબાઈલ શોપના માલિક પર હુમલો કરી દોઢ લાખની લૂંટ, પોલીસ કાફલો દોડતો થયો
calendar_today January 23, 2026

botad: ઢસા ગામે મોબાઈલ શોપના માલિક પર હુમલો કરી દોઢ લાખની લૂંટ, પોલીસ કાફલો દોડતો થયો

ગઢડા તાલુકાના ઢસા ગામે ગત રાત્રે લૂંટની એક ચોંકાવનારી ઘટના બની છે. જલાલપર રોડ પરથી પસાર થઈ રહેલા એક વેપારીને બે અજાણ્યા શખ્સોએ આંતરી, માર મારીને લાખોની રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવી ફરાર થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.વેપારી પર હુમલો કરી દોઢ લાખની લૂંટમળતી માહિતી અનુસાર, ઢસા ગામમાં 'શિવ મોબાઈલ' નામની દુકાન ધરાવતા સુરેશભાઈ ચૌહાણ રાત્રિના સમયે પોતાની દુકાન વધાવીને ઘરે જઈ રહ્યા હતા. તેઓ ઢસાથી વિકળીયા જતા માર્ગ પર જલાલપર રોડ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક બે અજાણ્યા શખ્સોએ તેમનો રસ્તો રોક્યો હતો.બે અજાણ્યા શખ્સોએ તેમનો રસ્તો રોક્યોલૂંટારુઓએ વેપારી સુરેશભાઈ પર હુમલો કરી તેમને માર માર્યો હતો અને તેમની પાસે રહેલો થેલો આંચકી લીધો હતો. આ થેલામાં:1.50 લાખ (દોઢ લાખ) રોકડા.4 નંગ કિંમતી મોબાઈલ ફોન. આમ, લાખોની મતા લૂંટીને બંને લૂંટારુઓ અંધારાનો લાભ લઈ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા.પોલીસ તપાસનો ધમધમાટઘટનાની જાણ થતા જ બોટાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. લૂંટની ગંભીરતાને ધ્યાને લેતા બોટાદ LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. લૂંટારુઓના સગડ મેળવવા માટે ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી રહી છે.આ પણ વાંચો: Dahod: બે ગધેડાઓની લડાઈમાં માજી કાઉન્સિલર શિકાર બન્યા, માથામાં લાત મારતા હાલત ગંભીર

Read Full Story arrow_forward