android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : વટવા વિસ્તારમાં વિધર્મી યુવક સાથે પ્રેમસંબંધ રાખવો યુવતીને ભારે પડ્યો, યુવકના ત્રાસથી કર્યો આપઘાત
calendar_today January 23, 2026

Ahmedabad : વટવા વિસ્તારમાં વિધર્મી યુવક સાથે પ્રેમસંબંધ રાખવો યુવતીને ભારે પડ્યો, યુવકના ત્રાસથી કર્યો આપઘાત

અમદાવાદના વટવા વિસ્તારમાં વિધર્મી યુવક સાથે પ્રેમસંબંધ રાખવો યુવતીને ભારે પડ્યો છે..યુવક સાથે લગ્ન કરવા દબાણ કર્યા બાદ યુવકે યુવતી સાથે મારઝુડ શરૂ કરી અંતે યુવકના ત્રાસથી યુવતીએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે જે મામલે યુવતીના પરિવારજનોએ યુવક વિરુદ્ધમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.યુવતી લગ્ન કરવા દબાણ કરે તો તેની સાથે મારઝુડ પણ કરતો ફરિયાદ નોંધાયા બાદ પોલીસે મોહમ્મદ આબીદ મોહમ્મદયામીન શેખની ધરપકડ કરી છે.વટવા સૈયદવાડીના રહેવાસી અને સિલાઇકામ કરીને ગુજરાન ચલાવતા આ આરોપીની વટવા પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણના ગુનામાં ધરપકડ કરી છે..આરોપીને વટવા વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. જો કે યુવતીએ આરોપી સાથે લગ્ન કરવાની ઇચ્છા દર્શાવતા તેના પરિવારજનો સહમત થયા ના હતાં. જેથી યુવતી છેલ્લા બે વર્ષથી તેના પરિવારજનોથી અલગ રહેતી હતી.જ્યાં આરોપી અવારનવાર અવરજવર કરતો હતો. કેટલાક મહીના બાદ યુવતીએ જ્યારે લગ્ન કરવા માટેનું કહેતા આરોપીએ અલગ અલગ બહાના બતાવ્યા હતાં. અને લગ્ન કરવાનો ઇન્કાર કર્યો હતો. એટલું જ નહીં યુવતી લગ્ન કરવા દબાણ કરે તો તેની સાથે મારઝુડ પણ કરતો હતો. તે આરોપી સાથે જ લગ્ન કરવાની જીદ્દ કરતી હતી યુવતીને તેના માતા પિતાએ અનેક વખત સમજાવી હોવા છતાં તે આરોપી સાથે જ લગ્ન કરવાની જીદ્દ કરતી હતી. ઉત્તરાયણના દિવસે મૃતક યુવતી જ્યારે તેના માતા પિતાને ઘરે ગઇ ત્યારે તેણે જાણ કરી હતી કે આરોપી પરિણીત છે, તેના ત્રણ બાળકો છે અને તે લગ્ન કરવા માટે તૈયાર નથી. જો યુવતી લગ્ન કરવાનું કહે તો તેને માર મારે છે. અંતે યુવકના ત્રાસથી યુવતીએ 20મી જાન્યુઆરીના દિવસે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. જે બાબતની જાણ પોલીસને કરતા વટવા પોલીસ ઘટનાસ્થળ પર પહોચી હતી. તપાસ કરતા યુવતીના શરીર પર ઇજાના નિશાન પણ જોવા મળ્યા હતાં. જેની તપાસ બાદ પોલીસે ગુનો નોંધી આરોપી ની ધરપકડ કરી છે.. યુવકના ત્રાસથી યુવતીએ આત્મહત્યા કરી લેતા યુવતીના પરિવારજનોની પોલીસ ફરિયાદ આરોપી યુવકના ત્રાસથી યુવતીએ આત્મહત્યા કરી લેતા યુવતીના પરિવારજનોએ વટવા પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસએ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપી અગાઉ પણ દારૂ પીધેલી હાલતમાં પકડાઇ ચુક્યો છે. આ પણ વાંચો------     Jamnagar : વસંત પંચમીના દિવસે યુવકની કૃર હત્યા, પ્રેમ પ્રકરણમાં મૃતકના સાળા સહિત ત્રણ શખ્સોએ ચાકૂના ઘા ઝીંકી હત્યા કરી હોવાની આશંકા

Read Full Story arrow_forward
Ahmedabad News: SIRની કામગીરીમાં ગોમતીપુર વોર્ડના પૂર્વ કોર્પોરેટર સાથે થયું તેવું તમારી સાથે તો નથી થયું ને?
calendar_today January 23, 2026

Ahmedabad News: SIRની કામગીરીમાં ગોમતીપુર વોર્ડના પૂર્વ કોર્પોરેટર સાથે થયું તેવું તમારી સાથે તો નથી થયું ને?

ગુજરાતમાં SIRની કામગીરીને લઈને કોંગ્રેસ દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદના ગોમતીપુર વોર્ડના પૂર્વ કોર્પોરેટરે SIRની કામગીરીને લઈને પોલીસ ફરિયાદ નોંધાવી છે. પૂર્વ કોર્પોરેટરના પરિજનો સાથે SIRની કામગીરીમાં ગેરરીતી થઈ હોવાની ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદીના પિતા, પુત્ર અને ભત્રીજાનું નામ મતદાર યાદીમાંથી રદ થયું છે. પૂર્વ કોર્પોરેટરના પરિજનો સાથે ગેરરીતિ અમદાવાદમાં ગોમતીપુર વોર્ડના પૂર્વ કોર્પોરેટરના પરિવારજનો સાથે SIRની કામગીરીમાં ગેરરીતિ થઈ હોવાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. તેમના પિતા, પુત્ર અને ભત્રીજાનું નામ મતદાર યાદીમાંથી રદ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેઓ હયાત મકાનમાં રહેતા નહીં હોવાનો ફોર્મમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખોટી માહિતી આપીને મતદાર યાદીમાંથી નામ રદ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. રફીકભાઈ નામના વ્યક્તિએ વાંધો લઈને ગોમતીપુર વોર્ડના પૂર્વ કોર્પોરેટર અમઝદ ખાનના પરિવારના ત્રણ સભ્યોના નામ રદ કરાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ પણ વાંચોઃ Ahmedabad : વટવા વિસ્તારમાં વિધર્મી યુવક સાથે પ્રેમસંબંધ રાખવો યુવતીને ભારે પડ્યો, યુવકના ત્રાસથી કર્યો આપઘાત

Read Full Story arrow_forward
Gujarat News: મતદાર યાદી સુધારણામાં ફોર્મનો ધોધ, નામ કમી કરવા 12.59 લાખ અને નવા ઉમેરવા 6.54 લાખ અરજીઓ મળી
calendar_today January 23, 2026

Gujarat News: મતદાર યાદી સુધારણામાં ફોર્મનો ધોધ, નામ કમી કરવા 12.59 લાખ અને નવા ઉમેરવા 6.54 લાખ અરજીઓ મળી

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા (SIR) અંતર્ગત ડેટા જાહેર કરવામાં આવ્યો છે. પ્રાપ્ત આંકડાઓ મુજબ, આ વખતે મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા માટે રેકોર્ડબ્રેક અરજીઓ મળી છે. રાજ્યભરમાંથી નામ કમી કરવા માટે કુલ 12,59,229 ફોર્મ-7 ચૂંટણી પંચને પ્રાપ્ત થયા છે. સામાન્ય રીતે અવસાન પામેલા, બેવડા નામ ધરાવતા અથવા કાયમી સ્થળાંતર કરી ગયેલા મતદારોના નામ દૂર કરવા માટે આ ફોર્મ ભરવામાં આવતા હોય છે.મતદાર યાદીમાં નામ ઉમેરવા 6,54,594 ફોર્મ 6, 6A મળ્યા બીજી તરફ, લોકશાહીના પર્વમાં જોડાવા માટે યુવા મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. મતદાર યાદીમાં નવા નામ ઉમેરવા માટે કુલ 6,54,594 ફોર્મ-6 અને ફોર્મ-૬એ મળ્યા છે. આ ઉપરાંત, મતદાર કાર્ડમાં રહેલી વિગતોમાં સુધારા-વધારા કરવા અથવા એક જ વિધાનસભા ક્ષેત્રમાં સ્થળાંતર માટે કુલ 5,04,835 ફોર્મ-8 ચૂંટણી પંચને મળ્યા છે. 30 જાન્યુઆરી સુધી નામ કમી કે ઉમેરી શકાશે ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, હવે સંબંધિત ચૂંટણી અધિકારીઓ (ERO) દ્વારા આ તમામ દાવાઓ અને વાંધાઓની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ જ તેનો આખરી નિકાલ કરવામાં આવશે. જે નાગરિકો હજુ પણ પોતાનું નામ ઉમેરવા અથવા કમી કરાવવા માંગતા હોય, તેમના માટે 30 જાન્યુઆરી સુધીની અંતિમ તક છે. આ તારીખ સુધી ફોર્મ ભરી શકાશે, ત્યારબાદ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. પંચ દ્વારા આ પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward