android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara News: છત ધરાશાયી થતા 10થી વધુ મહિલાઓ નીચે પટકાઈ
calendar_today January 23, 2026

Vadodara News: છત ધરાશાયી થતા 10થી વધુ મહિલાઓ નીચે પટકાઈ

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના ઈટવાડ ગામે એક અત્યંત કરૂણ દુર્ઘટના સામે આવી છે. ગામમાં એક પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી ખુશીનો માહોલ હતો, પરંતુ આ ખુશી પળવારમાં માતમમાં ફેરવાઈ ગઈ હતી. લગ્નની પરંપરાગત વાનગી એવી 'વડીઓ' બનાવીને છાપરા પર સુકવવા ગયેલી 10 થી વધુ મહિલાઓ મકાનનું અડાળું (આગળનો ભાગ) તૂટી પડતા નીચે પટકાઈ હતી.અચાનક અડાળું ધરાશાયી થયું ઘટનાની મળતી વિગત અનુસાર, ઈટવાડ ગામે એક મકાનમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. રસોડાની તૈયારીઓના ભાગરૂપે મહિલાઓ વડીઓ બનાવી રહી હતી. આ વડીઓ સુકવવા માટે 10 જેટલી મહિલાઓ મકાનની આગળના ભાગમાં આવેલા છાપરા (અડાળા) પર ચઢી હતી. મહિલાઓનું વજન વધી જતાં અથવા તો સ્ટ્રક્ચર નબળું હોવાને કારણે અચાનક આખું અડાળું ધરાશાયી થયું હતું, જેને પગલે છાપરા પર રહેલી તમામ મહિલાઓ ધડાકાભેર નીચે પટકાઈ હતી. ચીસાચીસથી ગામ ધ્રુજી ઉઠ્યું છાપરું તૂટતા જ મહિલાઓની ચીસાચીસ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઘણી મહિલાઓ કાટમાળ નીચે દબાઈ હતી તો અનેકને માથા અને હાથ-પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક ત્રણ જેટલી '108' એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ગંભીર રીતે ઘાયલોને વડોદરા SSG રિફર કરાયા તમામ ઘાયલ મહિલાઓને તાત્કાલિક ડેસર સીએચસી (CHC) ખાતે પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે, કેટલીક મહિલાઓની હાલત અત્યંત નાજુક હોવાથી તેમને વધુ સારવાર માટે વડોદરાની એસએસજી (SSG) હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી છે. લગ્ન પ્રસંગના ઘરે સર્જાયેલી આ દુર્ઘટનાને પગલે પરિવાર અને આખા ગામમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ પણ વાંચો - Vadodara News : વડોદરાના સાવલીમાં પોલીસ કસ્ટડીમાં હત્યાના આરોપીએ કર્યો આપઘાત, ઉત્તરપ્રદેશથી ઝડપાયો હતો આરોપી

Read Full Story arrow_forward
Dwarka માં વન્યજીવ તસ્કરીનો પર્દાફાશ, કરોડોની કિંમતના 12 દુર્લભ 'સૂર્ય કાચબા' સાથે એકની ધરપકડ
calendar_today January 23, 2026

Dwarka માં વન્યજીવ તસ્કરીનો પર્દાફાશ, કરોડોની કિંમતના 12 દુર્લભ 'સૂર્ય કાચબા' સાથે એકની ધરપકડ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ એક મોટી કાર્યવાહી કરીને દુર્લભ અને સંરક્ષિત ગણાતા 12 'સૂર્ય કાચબા' (Star Tortoises) સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. SOG ની ટીમે ભાણવડમાં આવેલા વિજય રેફ્રિજરેશનના સંચાલક અર્જુન ભગાણીના કબજામાંથી આ કાચબા જપ્ત કર્યા છે. વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ આ કાચબા અત્યંત સંરક્ષિત પ્રજાતિમાં આવે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં એક કાચબાની કિંમત અંદાજે 5 થી 7 લાખ રૂપિયા હોવાનું મનાય છે. આમ, જપ્ત કરાયેલા કુલ કાચબાની કિંમત અંદાજે 60 લાખથી વધુ થવા જાય છે.દ્વારકા ક્રાઈમ બ્રાન્ચનો સપાટો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ કાચબાનો ઉપયોગ મોટાભાગે તાંત્રિક વિધિઓ અને અંધશ્રદ્ધા ફેલાવવા માટે કરવામાં આવતો હતો. આટલી મોટી સંખ્યામાં સંરક્ષિત વન્યજીવોનું વેચાણ અને હેરફેર થતી હોવા છતાં સ્થાનિક વન વિભાગને તેની જાણ ન હોવાથી વન વિભાગની નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. SOG એ આરોપી અર્જુન ભગાણીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે વન વિભાગને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ નેટવર્ક પાછળ અન્ય કોઈ મોટા તસ્કરો સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ પણ વાંચો : Jamnagar માં પ્રેમ લગ્નનું લોહિયાળ પરિણામ, લવ મેરેજની અદાવતમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી કરપીણ હત્યા

Read Full Story arrow_forward
Gandhinagar News : રાજયની 13 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ‘બાલિકા પંચાયત’ની રચના, વાંચો Inside Story
calendar_today January 23, 2026

Gandhinagar News : રાજયની 13 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ‘બાલિકા પંચાયત’ની રચના, વાંચો Inside Story

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનના મંત્રને આત્મસાત કરી, ગુજરાત સરકાર દીકરીઓના જન્મને વધાવવાથી લઈને તેમને શિક્ષણ આપી આત્મનિર્ભર બનાવવા સુધીના તમામ પડાવો પર મક્કમતાથી કામ કરી રહી છે. તેજ દિશામાં આગળ વધતાં ગુજરાતે દેશમાં પ્રથમવાર ‘બાલિકા પંચાયત’ મોડેલ જેવી નવતર પહેલ અમલી બનાવી છે. બાલિકા પંચાયત જેવી નવતર પહેલ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય છે રાજ્યની બાલિકાઓમાં વધુને વધુ નેતૃત્વના ગુણો વિકસાવવા અને તેમને લોકશાહીની પ્રક્રિયાથી માહિતગાર કરવા માટે રાજ્યની ૧૩ હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે. કચ્છ જિલ્લાના મોટા અંગિયા અને મસ્કા ગામથી શરૂ થયેલો આ પાયલોટ પ્રોજેક્ટ હવે સમગ્ર રાજ્યની ૧૩ હજાર ગ્રામ પંચાયતોમાં વિસ્તર્યો છે. બાલિકા પંચાયત જેવી નવતર પહેલ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય છે. શિક્ષણ અને વિકાસને પ્રોત્સાહન આપવા સતત પ્રયત્નશીલ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તથા મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનિષાબેન વકીલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દીકરીઓના શિક્ષણ અને વિકાસને પ્રોત્સાહન આપવા સતત પ્રયત્નશીલ છે. દેશભરમાં દીકરીઓના મૃત્યુદર ઘટાડવા તથા તેમના શિક્ષણ, આરોગ્ય અને સમાનતા અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી સમગ્ર દેશમાં વર્ષ ૨૦૦૮ થી ૨૪ જાન્યુઆરીના દિવસને ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા બાલિકાઓના અધિકારો, શિક્ષણ અને તેમને સમાજમાં મહત્વપૂર્ણ સ્થાન આપવાના ઉદ્દેશ સાથે આ દિવસ ઉજવાય છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ બાલિકાઓના સશક્તીકરણ અને ભવિષ્યને વધુ પરિપૂર્ણ બનાવવાના પ્રયાસોને પ્રોત્સાહિત કરવાનો છે. આ વર્ષે ‘દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમનું સશક્તીકરણ’ થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવશે. છેવાડાના ગામ સુધીની દીકરીઓને તાલીમ આપી તેમને વધુ સશક્ત બનાવશે સમગ્ર રાજ્યની ગ્રામ પંચાયતો પૈકી રચના થયેલ ૧૩૦૦૦ ગ્રામ પંચાયત ખાતે બાલિકા પંચાયત અમલવારી માટે કિશોરીઓમાં પોષણ, એનીમિયા, જેન્ડર આધારીત ભેદભાવ, નેતૃત્વ, પંચાયતી રાજ, બાળ અધિકારો, સલામતી અને સંરક્ષણ માટેના કાયદા, કિશોરાવસ્થામાં થતા ફેરફારો જેવા મુદ્દાઓ અંગે વિસ્તૃત સમજ આપવા માટે યુનિસેફના સહયોગથી “બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલ” પણ તૈયાર કરવામાં આવ્યું છે. તાજેતરમાં પ્રથમ તબક્કામાં મહિલા અને બાળ વિકાસ વિભાગના ICDS અને મહિલા કલ્યાણના કર્મયોગીઓને યુનિસેફ દ્વારા ‘ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ’ (ToT) પણ આપવામાં આવી છે.દીકરીઓના આત્મસન્માન અને ઉજ્જવળ ભવિષ્ય માટેના પણ સંકલ્પનો દિવસ છે બીજા તબક્કામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તમામ જિલ્લાઓમાં ક્લસ્ટર પ્રમાણે ‘માસ્ટર ટ્રેનર્સ’ તૈયાર કરવામાં આવનાર છે. આ માસ્ટર ટ્રેનર્સ હવે છેવાડાના ગામ સુધીની દીકરીઓને તાલીમ આપી તેમને વધુ સશક્ત બનાવશે. સ્ત્રી ભ્રૂણહત્યા, બાળ લગ્નો અને બાળ મજૂરી જેવા સામાજિક દૂષણોને દૂર કરી દીકરીઓને સમાન તક આપવા રાજ્ય સરકાર મક્કમ છે. રાષ્ટ્રીય બાલિકા દિવસ એ માત્ર ઉજવણી નથી, પરંતુ દીકરીઓના આત્મસન્માન અને ઉજ્જવળ ભવિષ્ય માટેના પણ સંકલ્પનો દિવસ છે. આ પણ વાંચો : Rajkot News : રાજકોટના અટલ સરોવરનું અનોખું આકર્ષણ, આજ દિન સુધી 14 લાખથી વધુ લોકોએ લીધી મુલાકાત

Read Full Story arrow_forward