android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gold Silver Price Today: ચાંદીમાં પાછો વધારો, સોનામાં પણ તેજી યથાવત, જાણી લો લેટેસ્ટ રેટ
calendar_today January 23, 2026

Gold Silver Price Today: ચાંદીમાં પાછો વધારો, સોનામાં પણ તેજી યથાવત, જાણી લો લેટેસ્ટ રેટ

શુક્રવાર 23 જાન્યુઆરીના રોજ સ્થાનિક વાયદા બજારમાં સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. 5 ફેબ્રુઆરી, 2026 ની સમાપ્તિ તારીખ સાથેનો સોનાનો વાયદો મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર પ્રતિ 10 ગ્રામ રૂ. 1,58,889 પર ખુલ્યો. છેલ્લા ટ્રેડિંગ દિવસે, MCX પર સોનું રૂ. 1,56,341 બંધ થયું હતું.સોનાનો ભાવ 23 જાન્યુઆરીના રોજ સવારે 9.58 વાગ્યે 5 ફેબ્રુઆરીની સમાપ્તિ તારીખ સાથેનો સોનો MCX પર રૂ. 1,58,000 પર ટ્રેડ થઈ રહ્યો હતો જે પાછલા દિવસના બંધ ભાવથી આશરે રૂ. 1700નો વધારો દર્શાવે છે. MCX સોનું શરૂઆતના વેપારમાં રૂ.159226ની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. ચાંદીનો ભાવ5 માર્ચ, 2026 ની સમાપ્તિ તારીખ સાથેનો ચાંદી MCX પર રૂ. 335404 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ પાછલા દિવસના બંધ ભાવથી આશરે રૂ. 8000 નો વધારો દર્શાવે છે. શરૂઆતના કારોબારમાં MCX સિલ્વર ₹339,927 ની ઊંચી સપાટીએ પહોંચ્યો. વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર વધઘટ થઈ રહી છે. તેમની કિંમતો ડોલર-રૂપિયાની સ્થિતિ અને સરકારી કર જેવા પરિબળો પર પણ આધાર રાખે છે. આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર) શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામઅમદાવાદ 1,59,760 1,46,450રાજકોટ 1,59,760 1,46,450વડોદરા 1,59,760 1,46,450સુરત 1,59,760 1,46,450મુંબઈ 1,59,710 1,46,400દિલ્હી 1,59,860 1,46,550કોલકાતા 1,59,710 1,46,400કેમ વધી રહ્યો છે ચાંદીનો ભાવએક એડવાઇઝરી અનુસાર ચાલુ પુરવઠાની અછતથી ચાંદીના ભાવને પણ મજબૂત ટેકો મળી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં, લંડન બજારમાં ચાંદીની ઉપલબ્ધતા પર ઘણી વખત દબાણ જોવા મળ્યું છે, જેના કારણે ભાવ ઉંચા રહ્યા છે. ગ્રીન એનર્જી, સોલાર પેનલ્સ અને ઇલેક્ટ્રોનિક્સમાં ચાંદીનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. આનાથી રોકાણકારોમાં સતત રસ અને ચાંદી માટે મજબૂત લાંબા ગાળાના અંદાજો ઉભા થયા છે. ઘરેણાંની ખરીદી પર GST + મેકિંગ ચાર્જ જ્યારે તમે ઘરેણાં ખરીદવા માટે દુકાન પર જાઓ છો, ત્યારે તમારે લાગુ GST તેમજ મેકિંગ ચાર્જ ચૂકવવો પડે છે. આ વધારાથી કિંમતમાં વધારો થાય છે. સોનાના મેકિંગ ચાર્જ વિવિધ શહેરો અને રાજ્યોમાં અલગ અલગ હોઈ શકે છે. Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.

Read Full Story arrow_forward
Petrol Diesel Price Today: શુક્રવારે પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત, જાણી લો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
calendar_today January 23, 2026

Petrol Diesel Price Today: શુક્રવારે પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત, જાણી લો તમારા શહેરનો લેટેસ્ટ રેટ

આજે 23 જાન્યુઆરી 2026 ના રોજ ભારતના મુખ્ય શહેરો માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. જો કે હજી સુધી તો પેટ્રોલ ડિઝલના ભાવમાં કોઇ ફેરફાર ખાસ આવ્યો નથી. પરંતુ વિવિધ શહેરોમાં તેના ભાવમાં વધ ઘટ જોવા મળી શકે છે. ત્યારે આવો જાણીએ ગુજરાતના વિવિધ શહેરોમાં શું છે આજનો લેટેસ્ટ ભાવ દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ? દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 104.21 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.15 રૂપિયા પ્રતિ લિટર છે. કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે. ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.75 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.34 રૂપિયા પ્રતિ લિટર છે. ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ? (ગુડ રિટર્ન અનુસાર) શહેર પેટ્રોલ (રૂ.) ડીઝલ (રૂ.)અમદાવાદ 94.63 90.38ભાવનગર 96.10 91.78ગાંધીનગર 94.68 90.35રાજકોટ 94.46 90.16વડોદરા 94.15 89.82એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવઈન્ડિયન ઓઈલ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો. ભારત પેટ્રોલિયમ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9223112222 પર SMS કરો. હિન્દુસ્તાન પેટ્રોલિયમ: 9222201122 નંબર પર તમારા શહેરનો HPP કિંમત અને પિનકોડ SMS કરો. ` Shani Gochar : આ 3 રાશિના લોકોનો વટ પડી જશે! શનિ દેવ વરસાવશે કૃપા

Read Full Story arrow_forward
Republic Day 2026: આતંકી ખતરાને લઇને એલર્ટ, બોર્ડર વિસ્તારમાં કડક સુરક્ષા
calendar_today January 23, 2026

Republic Day 2026: આતંકી ખતરાને લઇને એલર્ટ, બોર્ડર વિસ્તારમાં કડક સુરક્ષા

ભારત 26 જાન્યુઆરી, 2026 ના રોજ તેનો 77મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે.  દેશભરમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ખાસ પ્રસંગે આતંકવાદી સંગઠનો ભારતમાં આતંક ફેલાવવાની યોજના બનાવી રહ્યા છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું છે. સુરક્ષા એજન્સીઓએ સરહદી વિસ્તારો પર નજીકથી નજર રાખવા સૂચના આપી છે.ડ્રોન પ્રવૃત્તિઓ પર નજર આ પછી  સરહદી વિસ્તારોમાં ડ્રોન પ્રવૃત્તિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓએ ડ્રોન દ્વારા હથિયારો અને વિસ્ફોટકો પહોંચાડવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ ચેતવણી પંજાબ, જમ્મુ અને કાશ્મીર અને રાજસ્થાનની સરહદો પર આપવામાં આવી છે, જ્યાં છેલ્લા કેટલાક દિવસોમાં ડ્રોન હુમલાની ચેતવણી આપવામાં આવી. આતંકી ગતિવિધિઓને લઇને ચાંપતો બંદોબસ્ત એવી આશંકા છે કે આતંકવાદીઓ હવે સરહદ પાર કરવા માટે નવી પદ્ધતિઓનો ઉપયોગ કરી શકે છે. ડ્રોન ઉપરાંત, પેરાગ્લાઈડર્સ અને હેંગ-ગ્લાઈડર્સનો પણ ઉપયોગ થઈ શકે છે. એવા ઇનપુટ પ્રાપ્ત થયા છે કે લશ્કર-એ-તૈયબા અને શીખ આતંકવાદી સંગઠનો પેરાગ્લાઈડર્સ અને અન્ય સાધનો મેળવી રહ્યા છે. સુરક્ષા એજન્સીઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે, અને હવાઈ દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. વાયરલ થયો હતો ઓડિયો ગયા અઠવાડિયે વાયરલ થયેલા મસૂદ અઝહરના એક કથિત ઓડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે હજારો લડવૈયાઓ અને આત્મઘાતી બોમ્બરો ભારતમાં હુમલા કરવા માટે તૈયાર છે. મસૂદ અઝહરે જણાવ્યું હતું કે લડવૈયાઓ દરરોજ તેમની પાસે આવે છે અને ભારતમાં પ્રવેશવા માટે તેમને પ્રથમ હરોળમાં મૂકવાની વિનંતી કરે છે. જે  સુરક્ષા એજન્સીઓની ચેતવણીને વધુ મજબૂત બનાવે છે કે 26 જાન્યુઆરી દરમિયાન આતંકવાદીઓ ભારતને નિશાન બનાવી શકે છે.

Read Full Story arrow_forward